બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું… આખી જિંદગી કોઈ પણ આપણને ભૂલી નહિ શકે…. આપણો પ્રભાવ લોકો પર વધવા લાગશે….

મિત્રો દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય કે તેઓ જ્યાં જાય, ત્યાં પોતાનો એક અલગ પ્રભાવ લોકો પર છોડીને જાય. ઘણા લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય છે, જેના કારણે લોકો તેને ઇગ્નોર કરી દેતા હોય છે. આપણા ચરિત્ર અને સ્વભાવથી લોકો પ્રભાવિત થતા નથી. એવામાં ઘણી વાર આવી પરિસ્થિતિમાં આપણે વધારે મિત્ર નથી બનાવી શકતા, તો ઘણી વાર આપણે નોકરી માટે ઈન્ટરવ્યું આપવા જઈએ ત્યારે ઈન્ટરવ્યુરને પ્રભાવિત નથી કરી શકતા. જેના કારણે નોકરી મળવામાં મુશ્કેલીઓ આવે છે.

પરંતુ મિત્રો જો તમે આ પાંચ નાની નાની વાતો શીખી જશો, તો દુનિયા તમારી દીવાની થઇ જશે. તમે જ્યાં પણ જશો ત્યાં તમારા વ્યક્તિત્વનો એક અલગ જ પ્રભાવ જોવા મળશે અને દરેક લોકો તમારા વ્યક્તિત્વથી આકર્ષાઈ જશે. તો ચાલો જાણીએ તે પાંચ વાતો કંઈ કંઈ છે. આ પાંચ બાબતો તમને એક પ્રભાવશાળી વ્યક્તિત્વ વાળા માણસ બનાવશે.

સૌથી પહેલી વાત તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે હંમેશા તમારે એક સારા શ્રોતા બનવાનું છે. ઘણા લોકોને એવી આદત હોય છે કે જે પોતાની જ વાતો જણાવ્યા રાખતા હોય છે.બીજાની વાતોમાં રસ જ નથી લેતા અને સાંભળતા પણ નથી. આજના લોકોને બીજાની વાતો સાંભળવામાં રસ જ નથી, માટે તમારે હંમેશા અન્ય લોકોની વાતો સાંભળવી અને તમારા વિશે સંક્ષેપમાં જ જણાવવું જોઈએ. કારણ કે જે વ્યક્તિ માત્ર પોતાની જ વાત કરે તે ક્યારેય પ્રભાવશાળી બની શકતા નથી. પરંતુ જો તમે અન્ય લોકોની વાત સાંભળશો અને સમજશો તો તે વ્યક્તિના જીવનમાં એક ખાસ જગ્યા બની જશે અને તે તમને ક્યારેય નહિ ભૂલી શકે.

બીજી બાબત કે તમારે અન્ય લોકોના વખાણ કરતા શીખવાનું છે. આજે પોતાના વિશે સારું સાંભળવું દરેક લોકોને ગમે છે. તમે તેના વખાણ કરશો તો તેના ચહેરા પર એક ખુશી આવી જશે અને તમારા માટે બીજું કંઈક સારું પણ કરશે. એવું નહિ કે બહારના પરંતુ ઘરના સભ્યોના પણ યોગ્ય વાતો પર વખાણ કરવા જોઈએ. તેનાથી જીવનમાં મધુરતા આવે છે. ભલે તમે વ્યક્તિની નાની નાની વાત પર પ્રસંશા કરો, પરંતુ તમારે કોઈની ખોટી પ્રસંશા કરવાની નથી. નહિ તો તેનો ખરાબ પ્રભાવ પડશે.

ત્રીજી વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવી કે તમારે હંમેશા હસમુખ ચહેરો રાખવાનો છો. ખાસ કરીને કોઈ વ્યક્તિને તમે મળો છો ત્યારે તો ચહેરો હસમુખ જ રાખવો જોઈએ. કારણ કે એક દુઃખી અને ઉદાસ ચહેરો કોઈને પણ પ્રભાવિત નથી કરી શકતો. જ્યારે હસમુખ ચહેરો લોકોને તમારી તરફ આકર્ષિત કરે છે તેમજ લોકો તમારાથી પ્રસન્ન પણ રહેશે. જેનાથી %