એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

બટાટા એક એવી શાકભાજી છે જેને નાના થી લઈને મોટા દરેક વ્યક્તિને પસંદ હોય છે. બાળકો તો મોટાભાગે બટાટા જ ખાવાનું પસંદ કરતા હોય છે. બટાટા એ આપણા ભારતના રસોઈ ઘરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું શાકભાજી છે. બટાટાની વિવિધ પ્રકારની ડીશો બનાવી શકાય છે. વળી તેમાં પકોડા હોય, પરાઠા હોય,કટલેસ હોય કે સૌની પ્રિય પાણીપુરી હોય. બટાટા સૌથી અનોખા છે કારણ કે એ કોઈ પણ શાકભાજી બનાવવામાં  મિશ્રિત થઈ જાય છે. 

બટાટાને બેક કરીને, તળીને અને બાફીને એમ વિવિધ પ્રકારે તેની ડિશ બનાવી શકાય છે. જેઓ બટાટા ખાવાના શોખીન છે તેઓ બટાટા ને વિવિધ રીતે બનાવીને ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં સૌથી મુખ્ય પ્રશ્ન એ છે કે જો બટાટાને આપણા ડાયટમાંથી દૂર લેવામાં આવે તો અથવા એવું કહીએ કે બટાટાને એક મહિના સુધી ખાવાનું છોડી દેવામાં આવે તો શરીરમાં કેવા ફેરફાર થશે? અને બટાટા આપણા શરીર માટે કેટલા પ્રમાણમાં યોગ્ય છે? તો આ વિષયને અનુરૂપ બટાકા શરીર પર સકારાત્મક અસર કરે છે કે નકારાત્મક તે જાણવા માટે આવો જાણીએ  સંપૂર્ણ માહિતી આ લેખમાં.

👉 એક માહિતી પ્રમાણે બટાટામાં સ્ટાર્ચ હોય છે અને તેને એનર્જી નો સોર્સ માનવામાં આવે છે. વળી તેમાં કેલેરી હોય છે. જો તેને ડાયટમાં સામેલ કરવામાં આવે તો તમારો સંપૂર્ણ દિવસ એનર્જીએટીક રહેશે. અને તમારું શરીર સ્ફૂર્તિલું મહેસૂસ થશે. બટાટા ને તળીને ખાવામાં તકલીફ એ થાય છે કે બટાટા તેલને વધારે શોષે છે. જેથી તેમાંથી વધુ કેલેરી પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ બટાટાને પોતાના ડાયટમાં શામેલ ન કરે તો તેની કેલેરી પણ કટ થાય છે અને તેનું વજન પણ વધતું નથી.

👉 ડાયટીશિયનના જણાવ્યા પ્રમાણે એક મહિના માટે જો તમે તમારા ડાયટમાંથી બટાકાને દૂર કરશો તો શરીરમાં અનેક સકારાત્મક અસર જોવા મળે છે. પરંતુ એ તમારા પર નિર્ભર કરે છે કે તમે તમારા ડાયટમાંથી બટાટા ને કેવી રીતે દૂર કરો છો કારણ કે જો બટાટા ને ડાયટમાંથી દૂર કરવામાં આવે તો તેની સીધે સીધી અસર તમારા વજન પર પડે છે. પરંતુ એ વાતની પણ કાળજી રાખવી પડે કે બટાટાની જગ્યાએ ઓછી કેલેરી વાળા ખાદ્ય પદાર્થને તમારા ડાયટમાં સામેલ કરવા જોઈએ જેથી તમારું વજન નિયંત્રિત રહે છે.👉 બટાટા માં ભરપૂર પ્રમાણમાં સ્ટાર્ચ હોય છે જે બ્લડ સુગર લેવલને વધારે છે. તેથી તેને છોડવામાં આવતા બ્લડ સુગર ના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. વિશેષ રૂપે ડાયાબિટીસના દર્દીઓએ ઓછામાં ઓછા બટાટાનું સેવન કરવું જોઈએ.

👉 જ્યારે બટાટા ને ખાવાનું બંધ કરવામાં આવે છે તો કુદરતી રીતે જ કાર્બોહાઇડ્રેટનું સેવન પણ ઓછું થવા માંડશે. જેથી તમારા પાચનતંત્રમાં પણ સુધારો થશે. હાલમાં જે બટાટા ની વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ માર્કેટમાં મળી રહી છે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જેમ કે ચિપ્સ, વેફર, ફ્રેન્ચ ફ્રાઈઝ વગેરે જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ કારણ કે તેનું સેવન કરવાથી સોડિયમનું પ્રમાણ વધે છે અને જેથી કરીને હાઈ બીપી અને હૃદયની બીમારીઓનું જોખમ વધી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment