મિત્રો આજે દરેક લોકો બેંકનો ઉપયોગ કરીએ છીએ. પણ ઘણી વખત બેંકમાં કંઈક ગડબડી જોવા મળે તો આપણા પૈસા જાય છે. એટલે કે ઘણી એવી બેંક પણ છે જ્યાં ગ્રાહકો સાથે છેતરપીંડી થતી હોય છે. અને તેની જાણકારી જ્યારે ભારતીય રીઝર્વ બેંકને થાય ત્યારે તે બેંકને બંધ કરવાનો આદેશ આપવામાં આવે છે. આ સમયે તે બેંકના ખાતાધારકોને તેના પૈસા પાછા મળી શકે તે માટે ભારતીય રીઝર્વ બેંક તરફથી અમુક રકમ આપવામાં આવે છે. ચાલો તો જેના વિશે જાણીએ વિશેષ માહિતી.
જાણવા મળતી જાણકારી મુજબ, ભારતીય રીઝર્વ બેંકે એવી જાણકારી આપી છે કે, કોલ્હાપુરના સુભદ્રા લોકલ એરિયા બેંકનું લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું છે. જ્યારે આ બેંકના સંચાલનમાં ગડબડ જોવા મળી રહી હતી. તેથી RBI એ આ નિર્ણય લીધો છે. RBI એ આ બેંકનું લાયસન્સ બેન્કિંગ રેગુલેશન એક્ટ 1949 ના સેક્શન 22,4 હેઠળ કેન્સલ કરવામાં આવ્યું છે. આ મામલે વિસ્તૃત માહિતી આપતા બેંકે જણાવ્યું કે, સુભદ્રા બેંકમાં એવા ઘણા ખોટા કામ થઈ રહ્યા હતા. જે ગ્રાહકોના વર્તમાન અને ભવિષ્યની દ્રષ્ટીએ ઉચિત નથી. આવામાં આ બેંકને શરૂ રાખવાથી પબ્લિકને નુકસાન થઈ શકે છે.
બેન્કિંગ તેમજ અન્ય કામ પર પ્રતિબંધ : આ સિવાય તમને જણાવી દઈએ કે, આ મહીને મહારાષ્ટ્રના સંકટગ્રસ્ત કરાડ બેંકનું લાયસન્સ પણ કેન્સલ કરવામાં આવ્યું હતું. હવે સુભદ્રા બેંકને લઈને કેન્દ્રીય બેંકનું કહેવું છે કે, છેલ્લા આર્થિક વર્ષની છ મહિનાથી આ બેંકે મિનિમન નેટવર્થની શરતોનો ભંગ કર્યો હતો. આ બેંક પાસે ખાતાધારકોને આપવા માટે પર્યાપ્ત પુંજી નથી. હવે લાયસન્સ કેન્સલ થવાથી કોઈ પણ પ્રકારનું બેન્કિંગ અથવા અન્ય કામ ન કરી શકે.બેંક પાસે ખાતાધારકોને પૈસા પાછા કરવા માટે પર્યાપ્ત પુંજી : આ વિશે RBI એ જણાવ્યું કે, આ બેંકની કાર્યપ્રણાલીને જોતા એમ કહી શકાય કે ખાતાધારકોના વર્તમાન અને ભવિષ્ય પર તેનો પ્રતિકુળ પ્રભાવ પડશે. લાયસન્સ કેન્સલ થવાથી RBI હવે હાઇકોર્ટમાં એક એપ્લીકેશન પણ આપશે. જો કે RBI એ એમ પણ કહ્યું કે, વર્તમાનમાં સુભદ્રા લોકલ એરિયા બેંકની પાસે બધા ખાતાધારકોને આપવા માટે પ્રયાપ્ત પુંજી છે.
ખાતાધારકોને મળશે 5 લાખ રૂપિયા સુધીની રકમ : આ વિશે તમને જણાવી દઈએ કે, કોઈ પણ બેંક જ્યારે બંધ થાય ત્યારે તે સમય દરમિયાન બેંકના બધા ખાતાધારકોને તેમની પુંજી પાછી આપવાનું પ્રાવધાન છે. ડીપોજીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડીટ ગૅરંટી કોર્પોરેશન આ સુશ્ચિત કરે છે. DICGC ના નિયમો અનુસાર આ લિમીટ 5 લાખ સુધીની છે. તેનો અર્થ એવો થયો કે, બેંક બંધ થયા પછી ખાતાધારકોને વધુમાં 5 લાખ રૂપિયા સુધી પાછા મળી શકે છે. RBI નું કહેવું છે કે, કરાડ બેંકના 99% ખાતાધારકોને તેના પૈસા પાછા મળી જશે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી