LLB, બી.કોમ અને સાયકોલોજીના હોંશિયાર વિદ્યાર્થી હતા, એક બેન અને બે ભાઈ સાથે એવું થયું કે 10 વર્ષ ખુદને જ એક રૂમમાં પૂરી દીધા. આવી રીતે કાઢ્યા બહાર….

મિત્રો આપણા જીવનમાં ઘણા એવા બનાવો બનતા હોય છે, જેને કારણે આપણે માનસિક તણાવ અનુભવીએ છીએ. ગમે એટલી કોશિશ કરીએ તોપણ અમુક બનાવ આપણા મગજમાં ખુબ ઊંડે સુધી ઉતરી ગયા હોય છે, પરિણામે તેને ભૂલવા ખુબ અઘરા થઈ જાય છે. તો મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ભાઈ-બહેનની માનસિક સ્થિતિ અતિશય ખરાબ થઈ ગઈ છે. શું તમે પણ સંપૂર્ણ વાત જાણવા માંગો છો તો અંત સુધી આ લેખ જરૂરથી વાંચી જુઓ.

આ ઘટના રાજકોટ શહેરના કિસાનપરા ચોકની. કિસાનપરા ચોકમાં શેરી નંબર 8 માં રહેતા અને એક 10 વર્ષથી એક ઓરડીમાં પુરાયેલ ભાઈ અને બહેનને બહાર કાઢવામાં આવ્યા. જ્યારે આ વિશે વધુ વાત કરીએ તો LLB અને, બી.કોમ અને સાયકોલોજી ભણેલા આ ભાઈને બહેનની માનસિક સ્થિતિ ખુબ ખરાબ છે અને પોતે જ પોતાને 10 વર્ષ સુધી એક ઓરડીમાં પૂરી રાખ્યા હતા અને એક સેવા ગ્રુપ દ્વારા આ ઓરડીનો દરવાજો તોડીને ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા.

પિતા ઘણું કરગર્યા પણ દરવાજો ખુલ્યો નહિ : આ ત્રણેય ભાઈ-બહેનને બહાર કાઢવા માટે રાજકોટની સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ ગઈ હતી. જ્યારે તેમના પિતા દરવાજો ખોલવા માટે ઘણી કોશિશ કરી હતી. આ ઘરની ડેલી પણ સેવા ગ્રુપના એક સભ્યે દીવાલ ઠેકીને ખોલી હતી. પણ અંદરથી દરવાજો બંધ હતો. પણ પિતાની આજીજી કરવા છતાં દરવાજો ન ખુલ્યો અને અંતે સેવા ગ્રુપની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. આ ઓરડીમાં ત્રણેય ભાઈ-બહેન અઘોરી જેવું જીવન જીવતા હતા. બધા દાઢી અને વાળ વધી ગયા હતા.દરવાજો તોડવો પડ્યો : આ વિશે સેવા ગ્રુપના જલ્પાબેને વિગતે વાત કરતા જણાવ્યું હતું કે, અમને એક ફોન આવ્યો, એક ઓરડીમાં ત્રણેય ભાઈ-બહેન પુરાયેલા છે અને જમવાનું તેના પિતા તેમને આપતા હતા. દરવાજા પાસે થાળી રાખે એટલે તેઓ થાળી અંદર લઈ લેતા. અમે ત્યાં પહોંચીને દરવાજો તોડ્યો, ત્રણેયને બહાર કાઢ્યા અને તેમના પિતાને અમે કહ્યું કે, અમને આ ત્રણેયને સોંપી દો અને અમે તેમને એક મહિનામાં સારું કરી દેશું. તેમના પિતા નિવૃત સરકારી કર્મચારી છે. તેમને 35 હજાર પેન્શન આવે છે. ત્રણેય ભાઈ-બહેનની ઉંમર 30 થી 42 ની અંદર છે.

ત્રણેય સંતાનો પાસે ઉચ્ચ ડિગ્રી છે : ત્રણેય ભાઈ-બહેનના પિતા નવીનભાઈ મહેતા છે. તેમના ત્રણેય સંતાનો ઉચ્ચ અભ્યાસ ધરાવે છે મોટો દીકરો અંબરીશ મહેતા એ LLB કર્યું છે અને તે વકીલાત પણ કરતો હતો, બીજી દીકરી મેઘા મહેતા છે તેણે એમ.એ. વિથ સાયકોલોજી કર્યું છે અને તે રાજકોટની સારી કોલેજમાં ભણતી હતી. ત્રીજો દીકરો ભાવેશ મહેતા તે ઈકોનોમી ફર્સ્ટ છે પણ જ્યારે મારા સંતાનોએ પોતાની માતા ગુમાવી ત્યારથી તેમની માનસિક સ્થિતિ ઠીક નથી. મેં ઘણા મોટા મનોચિકિત્સકને બતાવ્યું અને ઘણા મહંતો અને આચાર્યો અને ભુવાઓને પણ દેખાડ્યું પણ કશો ફેર નથી પડતો.મારા નાના દીકરા પર અઘોરીની અસર છે : વધુમાં નવીનભાઈ મહેતાએ જણાવ્યું કે, મારા નાના દીકરા પર અઘોરીની અસર છે. તે કપડા પહેર્યા વગર અગાસીમાં આંટા મારે છે. તે તુલસી બહુ ખાતો હતો તેમાં કોઈ કંઈક ભેળવીને ખવડાવી દીધું છે. જ્યારથી તેની માતા બીમાર પડી ત્યારથી તેનામાં આ અસર જોવા મળે છે અને 5 વર્ષ પહેલા જ તેની માતા મૃત્યુ પામી. અને તે ત્યારથી આ જ સ્થિતિમાં છે. પાલીતાણાના જૈન સાધુને પૂછ્યું તો તેમને કહ્યું કે આ અમારું કામ નથી. સાળંગપુર ગયા તોપણ કશો ફેર ન પડ્યો.

ત્રણેયને જમવાનું પિતા આપતા હતા : તેમનું મકાન જુનું છે. અહીં ત્રણેય ભાઈ-બહેન રહેતા હતા. બે ભાઈની માનસિક સ્થિતિ ખરાબ છે અને બહેનની સ્થિત સારી છે. આથી જ તે પોતાના બંને ભાઈને સાચવતી હતી. તેમના પિતાની ઉંમર 82 વર્ષ છે અને તેઓ જ પોતાના સંતાનોને ખાવાનું પહોંચાડતા હતા.એક મહિલાએ સેવા ગ્રુપને જાણ કરી : ત્યાં રહેતા કોઈ એક મહિલાએ સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલને આ વિશે જાણ કરી. અને જલ્પાબેને નવીનભાઈનો સંપર્ક કર્યો. સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા અને નવીનભાઈ પણ સાથે હતા. પોતાની દીકરીને દરવાજો ખોલવા કહ્યું પણ દરવાજો ખોલ્યો નહિ. અને અંતે સાથી સેવા ટીમે અંદર જઈ રૂમનો દરવાજો તોડ્યો.

લોકડાઉનને કારણે અમે બહર નીકળતા ન હતા : નવીનભાઈની દીકરીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, અમે લોકડાઉનને કારણે સાત આઠ મહિનાથી બહાર નીકળતા ન હતા. લોકડાઉન પહેલા હું કારીયાનું અને શાકભાજી લેવા નીકળતી અને હવે ચિંતાને કારણે ઘરમાં પુરાઈ ગઈ છું. હાલ તો આ ત્રણેય સંતાનોને ક્યાં રાખવા તેનો પરિવારના સભ્યો વિચાર કરી રહ્યા છે. જો કે સુરતના એક આશ્રમમાં જવાની વાત થાય છે.

કોઈ સંબંધીએ મેલી વિદ્યા કરી છે : નવીનભાઈનું એમ કહેવું છે કે, મારા સંતાનો પર નજીકના જ કોઈ સંબંધીએ મેલી વિદ્યા કરી છે. આથી જ તેઓ પોતાને 6 વર્ષથી એક જ ઓરડીમાં પૂરી રાખ્યા છે. આમ વાત કરતા નવીનભાઈ ભાવુક થઈ ગયા હતા.માનસિક અસ્થિર કે અંધશ્રદ્ધાનો શિકાર : આજુબાજુના લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, આ ત્રણેય ભાઈ-બહેન છેલ્લા 6 વર્ષથી આ ઓરડીમાં જ પુરાયેલા છે. એક સમયે આ ત્રણેય ભાઈ-બહેન ભણવામાં ખુબ આગળ હતા. આથી લોકોમાં પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે આ ત્રણેય ભાઈ-બહેન માનસિક રીતે બીમાર છે કે, કોઈ અંધશ્રદ્ધાનો શિકાર છે.

તેમના કપડામાંથી દુર્ગંધ આવતી હતી : જ્યારે આ ત્રણેય ભાઈ-બહેનને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમના કપડામાંથી દુર્ગંધ આવતી હતી. રૂમની અંદર પણ દુર્ગંધ આવતી હતી અને મેલા કપડા પડ્યા હતા. અને સમાચારપત્ર વિખરાયેલા હતા. સાથી સેવા ગ્રુપે ત્રણેયના વધેલા વાળ કાપ્યા, બંને ભાઈની દાઢી કરી અને તેમને સ્નાન કરાવ્યું અને નવા કપડા આપ્યા.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment