9 ઓગષ્ટના રોજ સવારે 5 વાગે 43 મિનિટ પર બુધ ગ્રહ કર્ક રાશિમાં અસ્ત થશે. ગ્રહોના યુવરાજ બુધના અસ્ત કે ઉદય થવા પર સીધી અસર માણસની બુદ્ધિ અને વ્યાપાર પડે છે. બુધમાં અસ્ત થવા પર બધી રાશિઓ પરથી તેનો પ્રભાવ ઓછો થઇ જશે. એટલે કે જે રાશિઓને તેનાથી ફાયદો કે નુકસાન થઇ રહ્યું હતું, તેમાં ઉણપ આવી રહી હતી. બુધ 1 સપ્ટેમ્બર એટલે કે 23 દિવસ સુધી અસ્ત રહેવાનો છે અને મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, કુંભ તથા મીન રાશિઓઓને તેનાથી નુકસાન છે. તો આવો જાણીએ આનાથી બધી રાશિઓ પર કેવી અસર થશે.
મેષઃ મેષ રાશિના ચોથા ભાવમાં બુધ અસ્ત થશે. આ રાશિમાં બુધના અસ્ત થવા પર જાતકોને વધારે નુકસાન થશે નહીં. તમને શારીરિક કે માનસિક થાકનો અનુભવ થઇ શકે છે. પરંતુ અત્યાર સુધી મળી રહેલા લાભમાં કોઇપણ પ્રકારની અળચણ આવશે નહીં. નોકરી- વ્યાપાર જેવો ચાલી રહ્યો હતો તેવો જ ચાલશે.
વૃષભઃ બુધના અસ્ત થવા પર વૃષભ રાશિના જાતકોએ થોડું સંભાળીને રહેવું જોઇએ. આ રાશિના જાતકોના ત્રીજા ભાવમાં બુધના અસ્ત થવા પર પરાક્રમ અને ઉત્સાહમાં ઉણપ આવી શકે છે. આળશ હાવી થવાના કારણે નુકસાન થઇ શકે છે. સ્વભાવમાં ચીડચિડાયણું આવી શકે છે, પરિવારમાં વડિલો સાથે મતભેદ થઇ શકે છે, સાથે સ્વાસ્થ્ય પણ ખરાબ થઇ શકે છે.
મિથુનઃ મિથુન રાશિના જાતકોને દ્વિતિય ધન ભાવમાં બુધના અસ્ત થવા પર આ રાશિના જાતકોને મોટું નુકશાન થશે. અસ્ત બુધની સાથે સાથે સૂર્ય પણ તમારી સ્થિતિ નબળી બનાવશે. ઘરમાં આર્થિક તંગીમાં વધારો થશે. વાણી દોષના કારણે ચાલતા લોકોથી સંબંધ ખરાબ થશે. તે ઉપરાંત સ્વાસ્થ્યને લઇને પણ તમારે ગંભીરતા દાખવવાની જરુર છે.
કર્કઃ કર્ક રાશિમાં બુધનો અસ્ત થવાથી સામાન્ય પરિણામ મળશે. રુપિયાના લેણ-દેણથી બચવું પડશે. નોકરી-વ્યાપારમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. નોકરી કરતા લોકો માટે બધુ યોગ્ય રહેશે. યાત્રીઓને સાવધાની રાખવાની સલાહ છે. સગા-સંબંધીઓની સાથે વિવાદ ન કરવો, તેનાથી નુકસાન થઇ શકે છે.
સિંહઃ સિંહ રાશિથી હાનિ ભાવમાં બુધ અસ્ત થવા પર તમને સામાન્ય પરિણામ મળશે. નોકરી-ધંધામાં લાભ જરુર થશે. પરંતુ આર્થિક તંગી સતત રહ્યા કરશે. સખત મહેનત બાદ જ કરિયરમાં સફળતા મળશે. સગા-સંબંધીઓથી શુભ સમાચાર મળી શકે છે. કર્ઝના લેણ-દેણથી દૂર રહો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
કન્યાઃ બુધ કર્ક રાશિના લાભમાં અસ્ત થવા જઇ રહ્યો છે. જે તમારી આવક પર મોટી અસર કરશે. જો કે વ્યાપાર વર્ગ પર તેનાથી વધુ નુકસાન થશે નહીં. પરિવારના વડિલોનો સાથ મળશે. નવો વ્યાપાર શરુ કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે.
તુલાઃ રાશિના દશક કર્મ ભાવમાં બુધનો અસ્ત થવા પર નોકરી-ધંધો સામાન્ય રહેશે. સખત મહેનત કરશો તેમ છંતા નિરાશા મળી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે વિશેષ ધ્યાન આપો. ધર્મકામમાં વધુ રસ રહેશે. વિદેશ યાત્રા કે વિદેશી નાગરિકતાનું આવેદન કરવા માટે ઉત્તમ સમય છે.
વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના ભાગ્ય ભાવમાં બુધના અસ્ત થવા પર તમારા વ્યાપાર અને નોકરી માટે સારો સમય નથી. સન્માનમાં ઉણપ જણાશે. પદ પ્રતિષ્ઠાને નુકસાન થઇ શકે છે. ધર્મના કામમાં ભાગ લેવાનું થશે. માંગલિક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. વિદેશથી લાભના યોગ બની શકે છે.
ધનઃ ધન રાશિથી આઠમાં ભાવમાં બુધનો અસ્ત થવું સ્વાસ્થ્ય માટે યોગ્ય રહેશે. પરંતુ દાંપત્ય જીવનમાં તણાવ આવી શકે છે. સાસરી પક્ષમાં થોડુ નુકસાન થઇ શકે છે. વધુ પરિશ્રમ કરવાથી લાભ થઇ શકે છે. સમાજમાં સન્માન વધશે તથા કોઇ બહારની વ્યક્તિ પર ઝડપથી વિશ્વાસ ન કરો, તેમ કરવું તમારા માટે નુકસાન કારક સાબિત થઇ શકે છે.
મકરઃ મકર રાશિમાં સાતમાં ભાવમાં બુધ અસ્ત થવા પર સંબંધ, પ્રેમસંબંધ અને વિવાહ વગેરેમાં તણાવ આવી શકે છે. સારા પરિણામની ઇચ્છા રાખતા વિદ્યાર્થીઓની એકાગ્રતા ભંગ થઇ શકે છે. સંતાન સંબંધી ચિંતા રહેશે. જો કે સમજી વિચારીને કરેલ કાર્ય શાંતિ રીતે પૂર્ણ થશે.
કુંભઃ કુંભ રાશિથી છઠ્ઠા ભાવમાં બુધના અસ્ત થવાથી સ્વાસ્થ્ય પર અસર પડશે. વધારે દેવું કે લેણ-દેણથી મુશ્કેલી વધી શકે છે. કોર્ટ-કચેરીના મુદ્દાને બહારથી જ પતાવી લેવું તમારા માટે હિતાવહ છે. પરિવારનો સહયોગ મળશે.
મીનઃ મીન રાશિમાં પાંચમાં ભાવમાં બુધ અસ્ત થશે જે નોકરી-વ્યાપાર પર ખરાબ પ્રભાવ પાડશે. લગ્નમાં વિલંબ થશે. માતા-પિતાના સ્વાસ્થ્યની ધ્યાન રાખો. ઘરેલુ કંકાશથી દૂર રહો. તમારી યોજના ગુપ્ત રાખો, જ્યાં સુધી યોજના પૂર્ણ ન થાય ત્યાં સુધી યોજનાને સાર્વજનિક ન કરો.