8 મહિનામાં બની 6 લોકોની દુલ્હન | એક લગ્ન માટે મળતા આટલા રૂપિયા| આ રીતે થયો પર્દાફાશ

લગ્ન આપણા સમાજની એક એવી વ્યવસ્થા છે જે વિશ્વાસના આધારે જોડાય છે. જેમાં બે પરિવારની સાથે વર વધુનો જીવનભરનો સાથ હોય છે. પરંતુ જો જેની સાથે લગ્ન થઇ રહ્યાં હોય તે વ્યક્તિ જ બરાબર ન હોય તો વ્યક્તિ શું કરે? જો કે આ તો સામાન્ય વાત છે. પણ અહીં આપણે જે વાત કરીએ છીએ તે એક એવી મહિલાની છે જેણે 8 મહિનામાં 6 વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે, અને આ લગ્નના રુપિયા પણ લીધા છે. તો આવો જાણીએ શું છે હકીકત…

લગ્નના બે દિવસ બાદ વધુ પિયર જવાની જિદ્દ કરે છે તો તેનો પતિ(વર) પણ તેની સાથે જાય છે. રસ્તામાં તેના પતિને લાગે છે કે કંઇક ગરબડ છે પરંતુ ત્યાં સુધી તેની હત્યાનો પ્લાન બની ચુક્યો હતો. બીજા દિવસે લોકોને તેના પતિનો ઝાડ પર લટકતી લાશ મળી હતી. હકીકતમાં તેણે લુટેરી દુલ્હન સાથે લગ્ન કર્યા હતા. 

7 દિવસ પહેલા રતલામ જિલ્લામાં સૈલાના પાસે યુવકની લાશ મળી આવી હતી, હવે આ ઘટના વિશે પોલીસ એ લુટેરી દુલ્હનનો પર્દાફાશ કરી દીધો છે. આરોપી યુવતી પૂર્વમાં રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશના ઘણા ક્ષેત્રોમાં જૂઠા લગ્ન કરી ચૂક્યા છે. 

સૈલાનામાં 7 દિવસ પહેલા 29 વર્ષીય મહેન્દ્ર પિતા મોતીલાલ કલાલ નિવાસી બાંસવાડાનો મૃતદેહ મળી આવ્યો હતો. શરુઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવકની હત્યા પોતાની પત્ની મીનાક્ષી દ્વારા કરવામાં આવી હતી. જેનાથી મહેન્દ્રના લગ્નના બે દિવસ બાદ જ થઇ હતી. હત્યા બાદ આરોપી મીનાક્ષી પોતાના સાથી સાથે ફરાર છે.

મહેન્દ્ર અને મીનાક્ષીના લગ્ન મેરેજ બ્યુરો દ્વારા થઇ હતી. લગ્ન માટે મીનાક્ષીના નકલી ભાઇએ દોઢ લાખ રુપિયા આપ્યા હતા. ત્યાર બાદ કોર્ટ અને પરિવારની રજામંદીથી બંનેના લગ્ન કર્યા હતા. લગ્નના બે દિવસ બાદ મીનાક્ષીના સંબંધી બનીને આવેલા ચાર લોકોને મહેન્દ્રને પોતાની ગાડીમાં બેસાડીને પોતાની સાથે લઇ ગયા. 

બીજા દિવસે મહેન્દ્રનો મૃતદેહ સૈલાનાની પાસે એક ઝાડ પર લટકેલો મળી આવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ પોતાના તંત્ર અને સાઇબર જેલ સક્રિય કરીને તપાસ શરુ કરી છે. આ દરમિયાન પોલિસે આરોપી મીનાક્ષીના પિતા દ્વારા મળેલા મોબાઇલ નંબરનું લોકેશન ગ્રામ બરોલી, ઇન્દોરમાં મળી આવ્યું છે. 

પોલિસે લોકેશન પર પહોંચીને મીનાક્ષીની ધરપકડ કરી છે. મીનાક્ષીએ પોલિસને જણાવ્યું કે,` ત્રણ વર્ષ પહેલા પોતાના પતિને છોડીને પોતાના માત-પિતા સાથે રહેતી હતી. આ દરમિયાન મીનાક્ષીના પોતાના પરિવારજનો સાથે તેનો ઝઘડો થયો અને તે અલગ રહેવા લાગી હતી.’ 

આ દરમિયાન મીનાક્ષીની મુલાકાત ઉત્તરપ્રદેશ નિવાસી પુષ્પેન્દ્ર દુબે નામના યુવક સાથે થઇ હતી, જે લગ્ન કરીને ઠગવાના મામલામાં મીનાક્ષીના ભાઇ ગજેન્દ્ર પુરોહિત બનીને મૃતકના પરિવારને મળ્યા હતા. મીનાક્ષીએ પોલિસને જણાવ્યું કે,`તેને એક લગ્ન કરવા માટેના 10 હજાર રુપિયા મળ્યા હતા. મીનાક્ષી અત્યાર સુધી રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશના ઘણા ક્ષેત્રોમાં ખોટા લગ્ન કરવાનું નાટક કરી ચૂકી છે. 8 મહિનામાં તે 6 લગ્ન કરી ચુકી છે.’

28 જુલાઇની રાતે સારિકા ઉર્ફ સંગીતા નામની મહિલા તેનો પતિ બનીને આવેલો યુવક અને ગજેન્દ્ર, મહેન્દ્રના ઘરે પહોંચ્યા. પરિવારમાં કોઇ સભ્યોના બીમાર હોવાનું કહીને મીનાક્ષીને લઇ જવા લાગ્યા. તે દરમિયાન મહેન્દ્રને શંકા થઇ અને તેણે તેની સાથે જવાની જિદ્દ કરી. 

ત્યાર બાદ બધા લોકો મહેન્દ્રની સાથે ઇન્દોર જવા નીકળી ગયા. રસ્તામાં મહેન્દ્રને પોતોની સાથે થયેલી છેતરપીડીંનો અંદાજ આવી ગયો. એ વાતને લઇને બધા મહેન્દ્ર સાથે વિવાદ કરવા લગ્યા અને તેઓ વચ્ચે મારામારી શરુ થઇ ગઇ. ત્યાર બાદ ગજેન્દ્રએ ટોલનાકા પાર કરીને મહેન્દ્રને ગાડીની બહાર ધક્કો મારી પોતાના સાથીઓ સાથે વાન લઇને ભાગી ગયો. 

આ સાથે થયેલી છેતરપીંડીથી હતાશ મહેન્દ્રએ થોડી દૂર આવેલા ઝાડ પર પોતાનું શર્ટ દ્વારા ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી. પોલિસે પહેવા શંકા હતી કે યુવકની હત્યા કરીને ઝાડ પર લટકાવામાં આવ્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ અને ઘટનાવાળી જગ્યાએ ફાંસી પર લટકવા માટે લગાવેલા પત્થરોના આધાર પર આત્મહત્યાની પુષ્ટિ થઇ ગઇ. 

Leave a Comment