250 લોકો એ ભૂમિ પૂજનના દિવસે જ હિંદુ ધર્મ અપનાવ્યો | મુગલકાળમાં ધમકાવીને બનાવાયા હતા મુસ્લિમ

મિત્રો, જેમ કે તમે જાણો છો કે હાલમાં જ રામ જન્મ ભૂમિ પર રામ મંદિરની ભૂમિ પૂજનની વિધિ પૂરી થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્રારા આ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આવા સમયે એક એવી ન્યુઝ સામે આવી છે કે અમુક મુસ્લિમ પરિવારે આ ભૂમિ પૂજનના દિવસે જ હિંદુ ધર્મ અપનાવ્યો છે. તેમજ વિધિ હિંદુ ધર્મ ગ્રહણ કર્યો છે. ચાલો તો આ અંગે થોડું વિસ્તારથી જાણી લઈએ. 

જયારે અયોધ્યામાં રામ મંદિર માટે નો આધારશીલા ન્યાસ નાખવામાં આવી રહ્યો હતો તે સમયે જ રાજસ્થાનના બાડમેર જીલ્લાના પાયલા કલા પંચાયત સમિતિના મોતીસરા ગામના રહેવાસી 50 મુસ્લિમ પરિવારોએ હિંદુ ધર્મ અપનાવી લીધો હતો. જયારે આ વિશે તેમનું એમ કહેવું છે કે આ મામલે તેના પણ કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી. 

આ લોકોનું એમ કહેવું છે કે તેમના પરિવારમાં પહેલે થી હિંદુ ધર્મ અનુસાર બધી જ વિધિ કરવામાં આવતી હતી. પરંતુ બુધવારે તેમણે સંપૂર્ણ વિધિ દ્રારા પોતાનો ધર્મ બદલાવી હિંદુ ધર્મ અપનાવ્યો હતો. આમ 50 પરિવારના લોકોએ સાથે મળી હોમ યજ્ઞ અને જનોઈ લઇ હિંદુ ધર્મ અપનાવ્યો હતો. આ 50 પરિવારના મળીને કુલ 250 લોકોએ હિંદુ ધર્મ ગ્રહણ કર્યો છે. 

જયારે આ વિશે વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે અહી પરિવારોમાં એક વૃદ્ધ એ એમ જણાવ્યું છે કે મુગલકાલ દરમિયાન મુસ્લિમ લોકો અમારા પૂર્વજોને ધમકાવીને મુસ્લિમ બનાવ્યા હતા. પણ અમે હિંદુ ધર્મ સાથે સંબંધ રાખીએ છીએ. જયારે મુસ્લિમ અમારાથી દુરી બનાવી રાખે છે. આ વૃદ્ધનું નામ સુભનરામ છે. 

આ વૃદ્ધે આગળ એવું પણ જણાવ્યું કે જયારે અમને અમારા ઈતિહાસ અંગે જાણ થઈ ત્યારે અમે લોકોએ આ વાત પર વિચાર કર્યો અને અમે હિંદુ છીએ તો હવે અમારે હિંદુ ધર્મ અપનાવી લેવો જોઈએ. અમારા બધા જ રીતી રીવાજ હિંદુ ધર્મ અનુસાર જ છે. આથી અમારા પુરા પરિવારે નક્કી કર્યું કે અમારે હિંદુ ધર્મ અપનાવી લેવો જોઈએ. આમ અમારા 50 પરિવારો એ મળીને કુલ 250 લોકોએ યજ્ઞ, હોમ તેમજ જનોઈ પહેરીને હિંદુ ધર્મ અપનાવી લીધો. 

જયારે અહીના એમ અન્ય વ્યક્તિ હરજીરામ એ  એમ જણાવ્યું કે કંચન ઢાઢી જાતિથી સંબંધ ધરાવતા આ પરિવાર છેલ્લા ઘણા સમયથી હિંદુ રીત રિવાજોનું પાલન કરે છે. તેઓ દર વર્ષે પોતાના પરિવારમાં હિંદુ તહેવાર ઉજવે છે. બુધવારે રામ મંદિર ભૂમિ પૂજન ના દિવસે પણ તેઓએ પોતાના પરિવારમાં પૂજા પાઠ નો પ્રોગ્રામ રાખ્યો હતો. આમ સ્વેચ્છા થી હિંદુ ધર્મ અપનાવ્યો છે. અમારા પર કોઈદબાણ નથી કરવામાં આવ્યું. 

જયારે ગામના સરપંચે એમ જણાવ્યું છે કે ઢાઢી જાતિના લોકો કોઈપણ દબાણ વગર તેમજ પોતાની ઈચ્છા થી હિંદુ ધર્મમાં પોતાની વાપસી કરી છે. જયારે સંવિધાન અનુસાર કોઈપણ વ્યક્તિ કોઈપણ ધર્મ અપનાવી શકે છે. આમાં કોઈને પણ કોઈ મુશ્કેલી નથી તેમજ ગામના લોકોએ તેમના નિર્ણયનું સમ્માન કર્યું છે. 

આ પ્રસંગ પર તેના પરિવારના લોકોએ આસપાસના 12 જેટલા સંતો ને પોતાના ઘરે ખાસ આમંત્રણ આપીને બોલાવ્યા હતા, તેમજ તેની સામે જ આ પરિવારના 250 લોકોએ હિંદુ ધર્મમાં પોતાની વાપસી કરી હતી. 

Leave a Comment