સામાન્ય રીતે મોડલિંગ ક્ષેત્રમાં જે કોઇ કામ કરે છે, તેમના વિશે એમ જ વિચારીએ છીએ કે, જે લોકોને ભણતરમાં રસ નથી હોતો કે ભણવાની સાથે જ મોડલિંગ ક્ષેત્રમાં રસ જાગે છે. તેથી તેઓ ભણવાનું છોડીને કે એક વખત ભણવાનું પૂર્ણ કરીને મોડલિંગ ક્ષેત્રમાં આવે છે. પરંતુ મોડલિંગ ક્ષેત્રમાંથી ભણતર તરફ કે કોમ્પેર્ટિંટિવ એક્ઝામ આપવાનું ભાગ્યે જ કોઇએ વિચાર્યું હશે. પણ મોડલ એશ્વર્યાએ વાત સિદ્ધ કરી છે.
જી, હાં UPSC સિવિલ સર્વિસ રિજલ્ટ 2019ની ઘોષણા થોડા સમય પહેલા જ થઇ છે. જેમાં પૂર્વ મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ એશ્વર્યા શ્યોરાનનું નામ પણ UPSC 2019ના સફળ ઉમેદવારોની લિસ્ટમાં છે. તેણે આ પરીક્ષામાં 93મો રેન્ક મેળવ્યો છે. તો આવો જાણીએ કે તેણે આ મુશ્કેલ પરીક્ષા પાસ કરવા માટે કેવી રીતે મહેનત કરી હતી.
એશ્વર્યાના ગ્લેમરની દુનિયાથી હાર્ડ કોર યુપીએસસીનું ભણતરના અમુક નિયમને ફોલો કર્યા છે. તેણે કહ્યું કે, મેં દિલ્હી ટાઇમસ ફ્રેશ ફેસની સાથે પોતાનો સફર શરુ કર્યો હતો. ત્યાર બાદ અન્ય પ્રોજેક્ટ મારી પાસે આવ્યા, મને મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકવા માટે મિસ ઇન્ડિયામાં ભાગ લેવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
મોડલિંગની દુનિયામાં પોતાનું સ્થાન જમાવવું તે મારી માતાનું સ્વપ્ન હતું. તે હંમેશાથી ઇચ્છતી હતી કે હું આ ક્ષેત્રમાં આવું અને તેથી મારો જન્મ થતા જ તેણે મારું નામ પણ અભિનેત્રી એશ્વર્યા રાયના નામ પરથી રાખ્યું હતું.
મોડલિંગ મારા માટે એક સંયોગના રુપમાં આવ્યો છે. જ્યારે હું શોપિંગ મોલમાં મારી માતા સાથે ખરીદી કરવા ગઇ હતી ત્યાં આયોજીત દિલ્હી ટાઇમ્સ ફ્રેશ ફેસ પ્રતિયોગિતામાં ભાગ લઇ લીધો, અને અહીં થી મારા મોડલિંગ કરિયરનો સફર શરુ થયો હતો. જ્યારે તે પોતાના કોલેજના સેકન્ડ યરમાં હતી, ત્યારે તેણે મિસ ઇન્ડિયા પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. ત્યાર બાદ તેને મોડલિંગ અસાઇમેન્ટ્સ માટે ઘણી ઓફર આવવા લાગી હતી.
એશ્વર્યા જણાવ્યું કે,`મારુ મન યુપીએસસીની પરીક્ષા આપવાનું હતું. ત્યાર બાદ મે 2018 સુધીમાં બધા મોડલિંગ અસાઇમેન્ટ પૂર્ણ કર્યા, અને પછી પોતાનું બધું ધ્યાન સિવિલ સર્વિસેઝની તૈયારીમાં લગાવી દીધું. મેં દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પોતાની દૂરી બનાવી લીધી હતી. મારુ ધ્યાન કોઇ બીજી વસ્તુ તરફ જાય તેવું હું કોઇ જ કામ કરવા ઇચ્છતી ન હતી.’ એશ્વર્યાને બાળપણથી જ વાંચવું ખુબ જ ગમતુ હતું અને તે ભણવામાં પણ હોંશિયાર હતી, તેના માર્ક પણ સારા આવતા હતા. તે સ્કૂલ અને કોલેજમાં સારો સ્કોર કરતી હતી. યુપીએસસી માટે, એક ખુબ જ સરળ પરંતુ તનતોડ મહેનત કરનારી ટેક્નિક લાગુ કરી હતી.
એશ્વર્યાએ જણાવ્યું કે,`મારી પાસે હંમેશાથી એક સરળ ટેક્નિક હતી. જેનું મેં 2018-2019 દરમિયાન પાલન કર્યું. મેં વર્ષ 2018માં યુપીએસસી સિવિલ સેવા પરીક્ષાની તૈયારી શરુ કરી દીધી હતી. મારી સફળકાનો મંત્ર 10+8+6 હતો એટલે કે 10 કલાક ભણવાનું, 8 કલાકની ઊંઘ અને 6 કલાકની અન્ય પ્રવૃતિ.‘
ઉલ્લેખનીય છે કે, એશ્વર્યા ક્યારેય કોચિંગ ક્લાસમાં ગઇ ન હતી. તેણે કહ્યું કે,`મારા મતે કોચિંગ ક્લાસમાં જવું કે નહીં તે વ્યક્તિગત પસંદગી પર નિર્ભર છે. હું બાળપણથી હંમેશા પોતાની જાતે જ ભણી છું અને સેલ્ફ સ્ટડીઝના ફોર્મ્યુલા પર જ વિશ્વાસ કરું છું.’એશ્વર્યા એક સાયન્સ સ્ટુડન્ટ હતી. પરંતુ પછીથી તેણે દિલ્હીના શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં એડમિશન લીધું. એશ્વર્યાના પિતા કર્નલ અજય કુમાર એનસીસી તેલંગાના બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર છે.
નોંધનીય છે કે, યુપીએસસી એટલે કે સંઘ લોક સેવા આયોગે 2019માં સિવિલ સર્વિસ એક્ઝામના નિર્ણય જાહેર કરવામાં આવ્યાં હતા. તેમાં હરિયાણાના પ્રદીપ સિંહએ ટોપ કર્યું છે. બીજા નંબર જતીન કિશોર અને ત્રીજા ક્રમે સુલ્તાનપુરની પ્રતિભા વર્માએ સ્થાન મેળવ્યું છે.