અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁આ દિવાળી પર બનાવો પાણીના ખુબ જ આકર્ષિત દીવડાઓ… 💁
🔥 મિત્રો દિવાળીનો તહેવાર એટલે દીવાઓથી જળહળતું પ્રફુલ્લિત વાતાવરણ. દિવાળીના તહેવાર દરમિયાન લોકો દીવા સળગાવીને ઘરમાં આકર્ષિત જગ્યા પર રાખતા હોય છે. તેનાથી ઘરની એક અલગ જ રોનક ઉભી થાય છે. સામાન્ય રીતે લોકો માટીના કોડિયામાં દીવા કરતા હોય છે અથવા તો રંગબેરંગી મીણબત્તીનો ઉપયોગ કરી તેના દ્વારા ઘરને સજાવતા હોય છે. પરંતુ આજે અમે એક અલગ જ ટ્રીક દ્વારા તમને આકર્ષિત દીવા બનાવતા શીખવશું કે જે તમારા ઘરની શોભા તો વધારશે પરંતુ ઘરે આવનાર દરેક વ્યક્તિનું ધ્યાન દીવાઓ તરફ ખેંચાશે.
🔥 મિત્રો આ દીવા તેલ કમ પાણી જેવા છે. મતલબ કે પાણી વધારે અને અને તેલ ઓછું, અને તમારે કોઈ સ્ટેન્ડ કે કશું બજારમાં શોધવા જવાની જરૂરત નથી બધી જ વસ્તુ સરળતાથી ઘરમાં મળી રહેશે. તો ચાલો જાણીએ કે પાણીમાંથી આકર્ષિત દીવાઓ કંઈ રીતે બનાવી શકાય.
🔥 પાણીમાંથી સર્જનાત્મક દીવાઓ બનાવવાની રીત.. :🔥 દીવા બનાવવા માટે મુખ્ય વસ્તુ છે પાણી, તેલ, કાચનો ગ્લાસ, પ્લાસ્ટિક પેપર અને રૂની લાંબી વાટ. અને બાકીની અન્ય આકર્ષિત વસ્તુઓ અમે તમને આગળ જણાવશું. કે કંઈ રીતે તમે દીવાને એક ક્રિએટીવ લૂક આપી શકો. 🔥 એક કાચનો ગ્લાસ લઇ લો અને તે પાણીથી ભરી દો.(આખો છલો છાલ પાણીથી ન ભરવો માત્ર પોણો ગ્લાસ જ ભરવો. )
🔥 ત્યારબાદ તેમાં તમારે તેલ નાખવાનું છે. તેલ એટલું નાખવું કે પાણીની સપાટી પર તેલની સપાટી થઇ જાય. (તમે જેટલું વધારે તેલ નાખશો તેટલો વધારે સમય દીવો ચાલશે.)🔥 હવે ત્યારબાદ તમારે એક પ્લાસ્ટીકની કોથળી લેવાની છે અને તેને ગ્લાસથી થોડો નાનો ગોળાકાર કાપવાની છે.
🔥 ગોળાકાર કાપ્યા બાદ તેની વચ્ચે એક નાનું કાણું પાડવાનું છે. (એટલું કાણું પાડવું કે જેમાંથી રૂની લાંબી પાતળી વાટ પસાર થઇ શકે.🔥 ત્યારબાદ તમારે લાંબી અને પાતળી રૂની વાટ લેવાની છે અને તેને તે કાણામાંથી પસાર કરવાની છે. તેમાં અડધી વાટ અંદર અને અડધી બહાર રહે તે રીતે રાખવાની છે.🔥 હવે તમારે નીચેની બાજુથી વાટને વાળી દેવાની છે અને ગોળાકારની બહાર જતી હોય તો તે વધારાને વાટને કાપી નાખવી. ઉપરની બાજુ તો વાટ સીધી જ રહેશે.
🔥 ત્યારબાદ તેને ગ્લાસમાં મૂકી દો અને સળગાવો એટલે તૈયાર છે તમારી વોટર કેન્ડલ. હવે જાણીએ કે તેને વધારે સર્જનાત્મક કંઈ રીતે બનાવી શકાય.
દીવાને વધારે ક્રિએટીવ લૂક આ રીતે આપી શકાય :- મિત્રો તમે પાણીમાં કલર નાખી તેને રંગબેરંગી પણ બનાવી શકો છો.🔥 તમે પાણીના થોડા પથ્થર ધૂળ નાખી ત્યારબાદ તેમાં એક નાનું ડાળખીવાળું ગુલાબ અથવા કોઈ અન્ય ફૂલ રાખીને તેને સરસ લૂક આપી શકો છો.
🔥 આ ઉપરાંત તમે પાણીમાં પહેલા ક્રિસ્ટલ બોલ રાખી તે પાણીમાં થોડો કેસરી અથવા તો લાલ કલર ઉમેરી શકો છો. જે દીવાને જબરદસ્ત લૂક આપશે. તેમાં તમે દીવો સળગાવશો ત્યારબાદ ગ્લાસની અંદર આગનો ગોળો સળગતો હોય તેવો લૂક આવશે.🔥 ત્યારબાદ પાણીમાં તમે નાના નાના રંગબેરંગી બોલ નાખીને તેને આકર્ષિત બનાવી શકો છો.
🔥 આ રીતે તમારે સૌપ્રથમ પાણીથી ભરેલા ગ્લાસને ક્રિએટીવ બનાવી ત્યારબાદ તેમાં ઉપર તેલ નાખવું અને ત્યારપછી તેની ઉપર આપણે બનાવેલી પ્લાસ્ટિકવાળી વાટ રાખવી. આ રીતે દીવો બનાવી ઘરમાં રાખવો.
🔥 તો આ રીતે અલગ અલગ કલાત્મક દીવાઓ બનાવીને તમારા ઘરની શોભા વધારી શકો છો..
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
Suparb.