અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 7 અજીબ ગુના જે તમે ક્યારેય પણ વિચાર્યા પણ નહિ હોય….. જાણો ક્યાં દેશમાં છે આ નિયમ 💁
💁 દેશ નાનો હોય કે મોટો દરેકના કોઈને કોઈ કાનુન હોય છે આ કાનુનને તોડવા આવે તો આપણે સજાને પાત્ર બનીએ છીએ. ઘણા દેશ એવા પણ જ્યાં અમુક એવી વસ્તુઓ પર પાબંધી લગાવેલી છે. જે ખરેખર હેરાન કરી નાખે તેવી છે. માત્ર આપણા જ દેશમાં નહિ પરંતુ દુનિયાભરમાં અલગ અલગ ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આજે અમે તમને અલગ અલગ દેશોમાં એવી જ પ્રતિબંધ કરવામાં આવેલી વસ્તુઓ વિશ જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે હેરાન રહી જશો.Image Source :
1 – જાપાનમાં મોટાપણું ગેરકાનૂની. જાપાનમાં શરીરનું મોટાપણું હોવું અવેધ છે એટલે કે સરકાર દ્વારા માન્ય નથી ગણવામાં આવતું. આમ તો જાપાને દુનિયાને ઝાડા લોકોની સુમો કુસ્તીથી પરિચિત કર્યા છે. પરંતુ વર્ષ 2009 માં કાનુન નિર્માતાઓએ પેટના આકારને સીમિત કરી નાખ્યો હતો. તેનાથી 40 વર્ષથી વધારે ઉંમર વાળા પુરુષોનું પેટ 31 ઇંચ અને મહિલાઓનું 35 ઇંચથી વધારે ન હોવું જોઈએ. જો હોય તો ભોગવવી પડે છે ગંભીર સજા.Image Source :
2 – હેરસ્ટાઈલ બનાવવા પર આરોપ. આ નિયમ ઈરાનમાં છે. ઈરાની યુવક આજકાલની લોકપ્રિય સ્પાઈકી હેર કટ એટલે કે વાળને ઉભા રાખવાની હેરસ્ટાઈલ અને ટેટુ શરીર પર નથી બનાવી શકતા. ત્યાં લોકો અને સરકારનું માનવું છે કે આવી હેરસ્ટાઈલ અને ટેટુ શેતાનની પૂજા અને સમલૈંગિક સંબંધને ઉજાગર કરે છે. આ બંને વસ્તુ શેતાન અને સમલૈંગિકતાને પ્રદર્શિત કરે છે. એટલા માટે ત્યાં ઉભા વાળવાળી હેરસ્ટાઈલને ગુનો માનવામાં આવે છે.
3- ચહેરા પર તેવર આવવું અથવા મોં પર ચિડીયાપણું લાવવું. ઇટલીના મહાનગર મિલાનમાં ચેહરા પર ગુસ્સો લાવવો અને તેવર ચડાવવું તે સખ્ત મનાઈ છે. ત્યાં ચહેરા પર દરેક સમયે ખુશી દેખાવી તે ખુબ જ જરૂરી છે. માત્ર હોસ્પિટલ અને શોક સભામાં જ આવું ન કરવાની છૂટ છે. આ નિયમને તોડવામાં આવે તો દંડ પણ ભરવો પડે છે.Image Source :
4 ફ્લશ પર પ્રતિબંધ. સ્વિઝરલેન્ડમાં કોઈ પણ એપાર્ટમેન્ટ બિલ્ડીંગમાં રાત્રે 10 વાગ્યા પછી ટોઇલેટમાં ફ્લશ ચાલુ કરવું તે મનાઈ છે અથવા ગુનો છે. ત્યાંની સરકારનું માનવું છે કે રાત્રે ટોઇલેટમાં ફ્લશ ચાલુ કરવામાં આવે તો તેને ધ્વની પ્રદુષણ માનવામાં આવે છે. જો કોઈ રાત્રે ભૂલથી પણ ફ્લશ ચાલુ કરી નાખે તો તે વ્યક્તિને સજા અથવા દંડ ભરવો પડે છે.Image Source :
5 – સમોસા પર પ્રતિબંધ. સોમાલિયામાં જઈને તમે ટેસ્ટી સમોસા ખાઈ નથી શકતા. ત્યાં ટ્રેંગલશીપની દ્વારા ટેસ્ટી સમોસા પર રોક એટલા માટે છે કેમ કે સમોસાની આકૃતિ ઈસાઈઓના ટ્રીનીટી જેવા ત્રણ ખૂણા વાળી હોય છે. એટલા માટે તેને બનાવવા અથવા વહેંચવામાં આવે તો થઇ શકે છે સજા.Image Source :
6 – જોગીંગ પર પાબંધી. બુરંડીના રાષ્ટ્રપતિએ 2014માં જોગીંગ માટે એવું કહીને રોક લગાવી દીધો કે સમાજ વિરોધી ગતિવિધિને છુપાવવા માટે લોકો સવારે જોગીંગનો ઉપયોગ કરે છે. સમુહમાં જોગીંગ કરનારા લોકોને જેલમાં પણ નાખી દેવામાં આવ્યા હતા. એટલા માટે તમે ક્યારેય પણ આ દેશમાં જાવ તો સવારે ટહેલવા માટે નીકળતા નહિ અન્યથા થઇ શકે છે જેલ.
7 – વિડીયો ગેમ પર પાબંધી. ગ્રીસે વર્ષ 2002 સરકાર દ્વારા ગેરકાનૂની રીતે જુગાર રમનારા લોકો પર કાબુ મેળવવા માટે ઈલેક્ટ્રોનિક અને સોફ્ટવેરની મદદથી રમવામાં આવતી ગેમ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવી છે. જેના કારણે ત્યાં વિડીયો ગેમ રમવી તે ગુનો બને છે.
તો હવે તમે કોમેન્ટમાં જણાવો કે ક્યાં દેશનો ગુનો સૌથી વધારે અજીબ લાગ્યો. અને આપણા દેશમાં પણ કોઈ એવી વસ્તુ હોય તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ તે કોમેન્ટમાં જણાવો…Image Source :
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી