ઈસ્ત્રીની મદદથી તમારા મોબાઈલ કવર અને મગ પર પ્રિન્ટ કરો તમારા ફોટા … ખુબજ સરળ છે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 ઘરે ખુબ જ સરળતાથી ઈસ્ત્રીની મદદથી તમારા મોબાઈલના કવર તેમજ મગ પર બનાવો તમારી પ્રિન્ટ… 💁

☕ મિત્રો તમે ક્યાંક ને ક્યાંક એવા મગ અથવા તો મોબાઈલ કવર જોયા હશે તેમાં જે તે વ્યક્તિના ફોટાની પ્રિન્ટ હોય છે. અથવા તો તમને કોઈએ ગીફ્ટમાં પણ આપ્યા હોય એવું પણ બની શકે.તો મિત્રો તેના માટે સામાંન્ય રીતે તો લોકો તે કામ બજારમાંથી કરાવતા હોય છે પરંતુ મિત્રો આજે અમે તમને તે પ્રિન્ટ છાપવાની ખુબ જ સરળ અને સસ્તી ટ્રીક  શીખવશું કે જેને શીખ્યા બાદ તમે ઘરે જ બનાવશો આ પ્રિન્ટ અથવા તો કોઈને બનાવીને ગીફ્ટમાં આપશો.Image Source :

☕ સૌપ્રથમ તમારે જેમાં પ્રિન્ટ બનાવી છે તે વસ્તુ લેવાની છે મગ અથવા તો મોબાઈલ કવર બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લઇ શકો છો.અહીં એક વસ્તુ યાદ રાખવી કે તમારો મગ પર કોઈ પણ પ્રિન્ટનાં હોવી જોઈએ તે સાવ પ્લેન હોવો જોઈએ. જો તમારા મગ પર  કે કવર પર પ્રિન્ટ હશે તો તેના પર પછી તમારા ફોટાની વ્યવસ્થિત પ્રિન્ટ દેશાશે નહિ.

☕ ત્યારબાદ તમારે તમારો ફોટો લેવાનો છે.

☕ ફોટોને તમારે તમારા મગ પર ઊંધો ચીપકાવવાનો છે. (હવે અહીં તમારે કોઈ ફેવિકોલ કે અન્ય વસ્તુથી ચીપકાવવાનો  નથી પરંતુ તમારે ફોટાના છેડે સેલોટેપ લગાવી દેવાની છે જેથી તે હલે નહિ અને ચીપકી જાય.)

☕ ત્યારબાદ તમારે ઈસ્ત્રી લેવાની છે. અને ઈસ્ત્રી ચાલુ કરવાની છે. ઇસ્ત્રીને સાવ લો રાખવાની છે.

☕ એક મિનીટ બાદ ઈસ્ત્રી થોડી તાપી ગઈ હશે તો તમારે ધીમે ધીમે જે રીતે કપડા પર ઈસ્ત્રી કરો તે રીતે મગ પર ચીપકાવેલા ફોટો પર કરવાની છે.Image Source :

🥌 આવું તમારે પંદર મિનીટ સુધી કરવાનું છે. એટલે કે પંદર મિનીટ સુધી જે રીતે કપડામાં ઈસ્ત્રી કરો તે રીતે ઇસ્ત્રીને ધીમી રાખી ફોટાને પ્રેસ કરવાનો છે.

🥌 હવે પંદર મિનીટ બાદ તમે જોશો તો ફોટો મગ પર બરાબરનો ચીપકી ગયો હશે.

🥌 હવે તમારે ખુબ જ હળવા હાથે સેલોટેપ ઉખાડી.ફોટાને પણ ઉખાડી લેવાનો છે.

🥌 હવે તમે જોશો કે ફોટા પર જે પ્રિન્ટ હતી તે તમારા મગ પર લાગી ગઈ હશે અને મગ એકદમ ચમકવા લાગ્યો હશે. અને સાથે તમારો ફોટો પણ ચમકવા લાગ્યો હશે.

🥌 તો આ રીતે તમે ખુબ જ સરળતાથી તમારા ફોટાની પ્રિન્ટવાળો મગ તથા કવર બનાવી શકો છો.Image Source :

🥌 આ જ રીતે તમેં મોબાઈલના કવરની પાછળ પણ ફોટાની પ્રિન્ટ ઘરે જ કરી શકો છો. એટલુ જ નહિ પરંતુ મિત્રો તમારે તમારા ટીશર્ટ ને નવો જ લૂક આપવો હોય તો તેમાં પણ તમે તમારા ફોટાની પ્રિન્ટ આ રીતે લગાવી શકો છો. મિત્રો અહીં પણ તમારે એક જ પ્રક્રિયા કરવાની છે જે આપણે ઉપર કહેલી છે.

🥌 મિત્રો એક ખાસ વસ્તુ એ કે તમે એકદમ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ પર એટલે કે પૈસાના રોકાણ વગર જ તમે આ વેપાર પણ કરી શકો છો. જેમ કે આ રીતે સાઈડમાં લોકોના ટીશર્ટ ,મગ અને મોબાઈલ કવર વગેરેમાં લોકોના ફોટાની પ્રિન્ટ બનાવી આપો છો તો તે તમને પૈસા આપશે. તો મિત્રો આ એક એવું કામ થયું કે જ્યાં કોઈ જાતના પૈસા રોકવાના નથી માત્ર તમારે ખાલી થોડી મહેનત કરી તે પ્રિન્ટ બનાવી આપવાની છે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

1 thought on “ઈસ્ત્રીની મદદથી તમારા મોબાઈલ કવર અને મગ પર પ્રિન્ટ કરો તમારા ફોટા … ખુબજ સરળ છે”

Leave a Comment