આપણે ત્યાં એવું કહેવાય છે કે, “એક હસમુખો માણસ ઘણા લોકોના ચહેરા પર સ્મિત લાવી શકે.” કેમ કે હસમુખા લોકોને જોઇને ઘણા લોકો ખુશ થતા હોય છે. માટે હસતા લોકો બધાને પસંદ આવે છે. કોઈ પણ માણસ હસતો હોય તો તેની સુંદરતા વધારે ખીલી ઉઠે છે. પરંતુ જે લોકો બિન્દાસ હસતા હોય તેના દાંત હંમેશા દેખાતા હોય. આપણી હસી ત્યારે ખુબસુરત લાગે જ્યારે આપણા દાંત ખુબ જ સારા અને ચમકદાર હોય.
જો આપણા દાંત ખુબ જ ચમકદાર અને સ્વચ્છ હોય તો આપણી સ્માઈલનો કંઈક અલગ જ નિખાર આવે છે. પરંતુ આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો દાંતનું ધ્યાન વ્યવસ્થિત નથી રાખી શકતા. જો યોગ્ય સમયે દાંત પર ધ્યાન આપવામાં ન આવે તો ખુબ જ ખરાબ થઈ જાય છે. હાલ આ દુનિયામાં ઘણા એવા છે જે ખરેખર દાંતની પીળાશથી ખુબ જ પરેશાન છે. તો આજે અમે તમને આ લેખમાં દાંતની પીળાશને દુર કરવા માટેના એવા ઉપાય જણાવશું જે અદ્દભુત છે અસરકારક છે. તો ચાલો જાણીએ કે દાંતને કેવી રીતે સફેદ અને ચમકદાર કરવા.
તુલસીના પાંદનો ઉપયોગ : મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે તુલસી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી અને ઉપયોગી છે. તો તે દાંતને સફેદી આપવા માટે પણ ખુબ જ સહાયક બને છે. તુલસી દાંતને પીળા કરવા માટે ખુબ જ ઉપયોગી છે. તો તેના માટે સૌથી પહેલા તો તુલસીના પાંદ અને સંતરાની છાલને સુકવી લેવાના. બરોબર સુકાય ગયા બાદ તે બંનેને દળી નાખવાનું અને ચૂર્ણ બનાવી લેવાનું. ત્યાર બાદ જો તમે દરરોજ આ ચૂર્ણથી દાંતની મસાજ કરો છો, તો તમારા દાંતની પીળાશ દુર થઇ જશે. દાંત એકદમ ચમકદાર બનવા લાગશે.
નમક અને બેકિંગ સોડાનો ઉપયોગ : દાંતને ચમકદાર બનાવવા માટે આ ઉપાય સૌથી શ્રેષ્ઠ છે. નમક અને બેકિંગ સોડાનો ઉપયોગ દાંત માટે કરવામાં આવે તો તે ખુબ જ લાભદાયક છે. તો આ ઉપાય માટે સૌથી પહેલા તો, એક કટોરીમાં અડધી ચમચી નમક અને બેકિંગ સોડા લો, ત્યાર બાદ તેમાં થોડું પાણી મિક્સ કરી લો.પેસ્ટ બની ગયા બાદ તેનાથી દાંત પર સારી રીતે મસાજ કરો. આ પેસ્ટથી મસાજ કરવામાં આવે તો દાંત પરની પીળી પરત તરત જ ગાયબ થવા લાગે છે, અને દાંત પણ ચમકવા લાગે છે. પરંતુ આ પેસ્ટ બનાવતા સમયે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે, બેકિંગ સોડા અઠવા તો નમક વધારે માત્રામાં ન લેવું. તેનું વધારે પ્રમાણ દાંત માટે નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે. માટે દાંતને સુંદરતા આપવા ઈચ્છતા લોકોએ આ નુસ્ખાને અવશ્ય અપનાવવા જોઈએ.