હાલ લોકડાઉનને લઈને સમગ્ર દેશમાં બધું બંધ કરી દેવામાં આવ્યું છે, આ સ્થિતિ માત્ર ભારતની જ નથી પરંતુ વિદેશોમાં પણ મોટાભાગના દેશોમાં લોકડાઉન શરૂ છે. લોકડાઉનનું મુખ્ય કારણ કોરોના સામે જીત મેળવવાનું છે. તો આવા સમયે એક એવી ઘટના સામે આવી છે, જેમાં એક કપલે પોતાની ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ કપલે ફોટો શેર કર્યો એ સમજી શકાય, પરંતુ આ ફોટોને શેર કરવા માટે સજા આપવામાં આવી હતી. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું એ કપલના ફોટો વિશે અને શા માટે તેને સજા મળી. માટે આ લેખને અવશ્ય વાંચો.
મિત્રો આ ઘટના ઈરાનમાં બની છે. જ્યાં એક કપલે પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ત્યાર બાદ ઈરાનની કોર્ટે તેને 16 વર્ષની જેલની સજા અને 74 ચાબુક મારવાની સજા આપી દીધી. તે કપલ એક પતિ પત્ની છે. પતિનું નામ છે ઇન્ફલુંએન્સર અહમદ મોઈન શીરાજી અને પત્નીનું નામ છે શબનમ શાહરોખી.
જ્યારે આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર શીરાજીએ ઈન્સ્ટાગ્રામ પર કહ્યું કે, ‘અમારી હુકુમતના વિરોધમાં પ્રચાર કરવા માટે, સોશિયલ મીડિયા પર અશ્લીલ ફોટો શેર કરવા માટે, તેમજ નૈતિક ભષ્ટાચાર કરવા માટે તેના પર અને તેની પત્ની પર આરોપ લગાવવામાં આવ્યો છે. હવે આ કપલ ઈરાનમાં નહિ પરંતુ તુર્કીમાં રહે છે. 2019 માં જ તેઓએ ઈરાન છોડી દીધું હતું અને તેમને સજા તેમની ગેરહાજરીમાં ફરમાવવામાં આવી છે. આ વિશે જ્યારે શીરાજીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ઈરાનની સરકાર તેને કોઈ પણ રીતે ગુનાહિત સાબિત કરવા માંગતી હતી. તેમણે આ જ કારણે ઈરાન છોડ્યું હતું. શીરાજીએ જે સજા મળી તેના વિશે વાત કરતા કહ્યું કે, તેને નવ વર્ષની જેલની સજા અને તેની પત્નીને સાત વર્ષની સજા આપવામાં આવી છે. આ ઉપરાંત તેમને 74 ચાબુક મારવાની સજા અને ત્રણ મહીના સુધી સેલરી વગર જ નૌકરી કરવાનું કહ્યું છે. આ વિશેની જાણ તેને તેના વકીલે કરી હતી.
આ વિશે શીરાજીએ એવું પણ જણાવ્યું છે કે, આ પહેલા પણ ઈન્ટેલજન્ટસ મીનીસ્ટ્રીએ તેની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત તેઓને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેણે પોતાની પત્નીની સાથે કોઈ પણ પ્રકારની ફોટો સોશિયલ મીડિયા પર શેર ન કરવી અને પોતે પણ સોશિયલ મિડીયાથી દુર રહે એવું કહેવામાં આવ્યું હતું. જ્યારે વધુમાં તમને જણાવી તો, સોશિયલ મીડિયા પર આ કપલની અલગ અલગ પ્રોફાઈલ પણ છે. યુવકની પત્ની શબનમ સોશિયલ મીડિયા પર અવારનવાર એકસરસાઈઝના વિડીયો તેમજ બોક્સિંગના વિડીયો શેર કરતી રહે છે. આ સિવાય તેણે રાજનૈતિક વિષય પર પણ ઘણું લખ્યું છે. આમ શીરાજી અને તેની પત્નીને આવી સજા મળતા તેઓએ પોતાની વાત સોશિયલ મીડિયા દ્રારા કહી છે.