આપણું જીવન કેવું છે તે આપણી આદતો પર નિર્ભર હોય છે. સારી આદતો હોય તો આપણું જીવન શ્રેષ્ઠ હોય છે. તો આપણા જીવનમાં આદત એક એવી વસ્તુ છે જે આપણા જીવનને સુધારે પણ છે અને બગાડે પણ છે. જ્યારે જ્યારે માણસ સારી આદત બનાવવાની કોશિશ કરે ત્યારે થોડા દિવસ ખુબ જ મોટીવેટ રહે છે. પરંતુ થોડા દિવસના રૂટીન બાદ પહેલાની જેમ જૂની આદતોને આપણે અપનાવી લઈએ છીએ. તો આજે અમે તમને આ લેખમાં આ વિષય પર એક સોલ્યુશન જણાવશું. જેનું નામ છે “2 મિનીટ સોલ્યુશન.” તો આજે અમે આ લેખમાં જણાવશું તેનાથી તમે કોઈ પણ સારી આદતને આસાનીથી બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ લેખમાં તેના વિશે વિશેષ માહિતી.
એક યુવકને એવું લાગતું હતું કે, ફિટનેસ જાળવવા માટે કંઈક કરવું જોઈએ. તે યુવકે નક્કી કર્યું કે, ફિટ રહેવા માટે એકસરસાઈઝ, પુસ્તકો, યોગ અને મેડિટેશન કરવું. તેણે આ કામ શરૂ કરી દીધા. તે યુવકે એવું નક્કી કરી લીધું કે આ ચારેય બાબતને તે પોતાની હેબીટ બનાવશે. તેના શરૂઆતી દિવસો એકદમ પરફેક્ટ વીત્યા. એ આ બધા જ કામોને લગન સાથે કરતો હતો. પરંતુ થોડા દિવસો પસાર થાય છે અને તેની આ ચારેય નવી આદતો બિલકુલ પણ એકસાઈટેડ નથી કરતી. તેનો બધો જ જુસ્સો ખાલી થઇ ગયો હતો અને તે વિચારતો કે કાલે કરીશ, બીજા દિવસે પણ એ જ રૂટીન કાલે કરીશ. રોજ કાલ, કાલ કરવામાં રહે છે અને યુવક પોતાની સારી અને નવી આદતોને ભૂલી જાય છે. તો આ યુવક જેવું દુનિયાના લગભગ લોકોને ફિલ થાય છે. તો ત્યારે એક પ્રશ્ન છે કે આવું શા માટે, કે કોઈ નવી આદત બનાવવી ખુબ જ મુશ્કેલ હોય છે ?
સૌથી પહેલા જો તમને જણાવીએ તો, નવી આદત બનાવવા માટે લોકો શરૂઆતમાં ખુબ જ મોટા ટાર્ગેટ સેટ કરે છે. તો એવી સ્થિતિમાં આપણું મગજ તેને સ્વીકારવા માટે તૈયાર નથી હોતું. શરૂઆતમાં આપણે મોટીવેટ હોઈએ અને બધું આસાન લાગવા લાગે છે. પરંતુ તેમાં આપણે ફેલ થઈએ છીએ. જ્યારે મોટીવેટ હોઈએ ત્યારે આપણે આપણી ખુદ પાસેથી વધુ અપેક્ષાઓ રાખીએ છીએ. જો આપણે શરૂઆતમાં એવું નક્કી કર્યું હોય કે એક કલાક જીમ જવાનું. પરંતુ સમય જતા એ એક કલાકનો સમય જીમ માટે ખુબ જ વધારે લાગવા લાગે છે. ધીમે ધીમે જીમને સ્કિપ કરવા લાગીએ અને અંતે જીમ જવાનું છોડી દઈએ.
તો આપણે મોટિવેશન પર ડિપેન્ડ ન થવું જોઈએ અને આપણી નવી આદતોને રીયલ આદતો બનાવવા માટે ધ્યાન આપવું જોઈએ. તો નવી આદતો પર ધ્યાન આપવા માટેનો એક ખુબ જ સારો ઉપાય છે. આ ઉપાય છે 2 મિનીટ ફોર્મ્યુલા.
જો તમે આખું પુસ્તક વાંચવાની કોશિશ કરો, એક કલાક સુધી મેડિટેશન કરો, અને પાંચ કિલોમીટર એક સાથે ભાગવાની કોશિશ કરો છો, તો આ ટાર્ગેટ તમારા માટે ખુબ જ અઘરો થઇ પડશે. કેમ કે આટલો બધો સમય આપણે એક સાથે આપી દઈએ તો એ આપણા માટે ખુબ જ મુશ્કેલ બની જાય. પરંતુ 2 મિનીટ ફોર્મ્યુલાથી આપણે માઈન્ડને એવો મેસેજ આપવાનો છે કે આપણે જે આદત બનાવીએ છીએ એ મુશ્કેલ નથી.તો તમારે આ આદતમાં એવું કરવાનું છે કે, તમારી મોટી આદતોનું એક નાનું બે મિનીટનું વર્ઝન બનાવવાનું છે. તમારા કોઈ પણ ગોલ્સ હોય એ 2 મિનીટમાં પૂર્ણ ન થાય. પરંતુ તમારી સારી આદતની શરૂઆત આ રીતે કરી શકો છો. આ 2 મિનીટ ફોર્મ્યુલા વર્ઝન તમે બનાવશો, તો તેના પર ટકી રહેવું ખુબ જ આસાન બની જશે, કેમ કે તે માત્ર બે મિનીટનું હોય છે. દા.ત. તમે કોઈ પુસ્તક વાંચવાની આદત બનાવવા માંગો છો, તો 2 મિનીટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો અમે માત્ર એક પેજનું વાંચન કરો. માત્ર બે મિનીટ જ પુસ્તક વાંચો અને ત્યાર બાદ પુસ્તકને મૂકી દેવાનું. ગોલ આપણો એ જ હોય કે પુસ્તક આખું વંચાય જાય, પરંતુ પહેલા તેની શરૂઆત કરવી પડે.
તો આપણને એવો પ્રશ્ન પણ થાય કે એક પેજ વાંચવાથી શું ફર્ક પડે ? હંમેશા એક વાત યાદ રાખવાની કે આપણી નવી આદત એવી ન હોવી જોઈએ કે તેના પ્રત્યે આપણને નફરત થાય. કોઈ પણ ડાન્સ હોય તેના નાના નાના મુવ્સ અલગ અલગ પાર્ટમાં કરીને એક કરવામાં આવે છે. તો એવી જ રીતે તમારી નવી આદતોને નાના પાર્ટમાં ભાગ કરીને ખુદને ટ્રેન કરવા પડશે. શરૂઆતમાં મોટી છલાંગ નથી લગાવવાની. જ્યારે તમે રોજ 2 મિનીટ ફોર્મ્યુલા ટેકનીકનો ઉપયોગ કરશો ત્યારે તમારું માઈન્ડ તમને એક્સેપ કરી લેશે અને નવી આદતોને તમે રોજ કરી શકો છો. રોજ ગોલ સેટ કરી દેવાનો બે મિનીટ રોજ આ કામ કરીશ. જો તમારે લેખ બનવું હોય તો બે મિનીટમાં એક વાક્ય લખીશ. જો ફિટ બનવું છે તો બે મિનીટ એકસરસાઈઝ કરીશ, તો આ રીતે તમે તમારા ટાર્ગેટને પૂર્ણ કરી શકશો. જો તમે બે મિનીટ સમય કાઢીને એક વાક્ય ન લખી શકો, તો આખું પુસ્તક ક્યારેય ન લખી શકો. જો તમે બે મિનીટ એકસરસાઈઝ ન કરી શકો તો ફિટ ક્યારેય ન બની શકો. પરંતુ કંઈ ન કરવા કરતા બે મિનીટનો સમય લઈને સારી આદતની પ્રેક્ટીસ કરવામાં કંઈ પ્રોબ્લેમ નથી.
તો કોઈ પણ સારી આદત બનાવવા માટે 2 મિનીટ ફોર્મ્યુલા ખુબ જ સારો છે. કેમ કે શરૂઆત થઈ જશે અને તમારો રોજનો ક્રમ પણ જળવાય જશે. તમે એક પુસ્તક વાંચવા ઈચ્છો છો, તો તમે રોજ માત્ર એક જ પેજનું વાંચન કરો. તેનાથ તમે ધ્યાન પૂર્વક વાંચી પણ શકશો અને વધારે સમજી પણ શકશો. માટે કોઈ સારી આદત બનાવવી હોય તો 2 મિનીટ ફોર્મ્યુલાને અવશ્ય અપનાવો. તેનું પરિણામ તરત નહી આવે, પરંતુ લાંબા સમય બાદ અને ખુબ જ શ્રેષ્ઠ પરિણામ આવશે. ત્યારે તમારા ખુદ પર તમને ગર્વ થશે.