કોઈ પણ કામને કરો આટલી 7 પદ્ધતિથી, સફળતા જ મળશે.. નિષ્ફળતા ક્યારેય નહિ મળે.

મિત્રો આજનો અમારો આ લેખ તમને ખુબ જ ઉપયોગી છે. આજકાલ આપણે જાણીએ છીએ કે આજનો યુગ સ્પર્ધાત્મક યુગ છે. સ્પર્ધાત્મક પરીક્ષા માનસિક સહનશક્તિનો ખેલ છે. જેને આપણે માનસિક મેરેથોન પણ કહી શકીએ. સૌથી પહેલા તો આપણે એક વાત આપણા દિમાગમાં બેસાડી દેવી જોઈએ કે જ્યાં ભીડ હોય ત્યાં કોમ્પિટિશન ન કરવું જોઈએ.

દાખલા તરીકે જોઈએ તો જ્યારે આપણે મેરેથોન દોડ દોડીએ ત્યારે શ્વાસ ચડવા લાગે અને જ્યારે મેરેથોનમાં આપણને શ્વાસ ચડે ત્યારે કોમ્પિટિશન આપણી ખુદ સાથે ચાલુ થઇ જાય. આપણે જો જિંદગીમાં જીત હાંસિલ કરવી હોય તો બહાર ક્યાંય કોમ્પિટિશન નથી થતું. આપણી ખુદ સાથે જ થાય છે. તો આજે આ લેખમાં જણાવશું જે જીવનમાં કેવી રીતે આપણે ખુદને સક્ષમ બનાવીએ અને આગળ વધી શકીએ.

કોમ્પિટિશન બહાર નથી ખુદ સાથે હોય છે : જો આપણે એવું નક્કી કરી લઈને કે, આપણું કોમ્પિટિશન આપણા ખુદ સાથે છે, તો આપણને એવા લોકોથી ક્યારેય જલન ન થાય જે આપણા કરતા શ્રેષ્ઠ હોય. ઘણા લોકોને સાથે નોકરી કરતા અથવા અભ્યાસ કરતા સારા વિદ્યાર્થીઓથી જલન થતી હોય છે. પરંતુ જો આપણે ખુદનું કોમ્પિટિશન ખુદ સાથે કરીએ તો ક્યારેય પણ આ સમસ્યા ન આવે. જ્યારે પણ મનમાં એવો સવાલ થાય કે આટલું બધો કોમ્પિટિશન છે હું શું કરીશ ? તો ત્યારે આપણને અંદરથી એવો જવાબ મળશે કે ખુદથી બહેતર કરો.માનસિક સંતુલન : એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે માનસિક સંતુલન આપણી સાચી તાકાત છે. દરેક શ્રેષ્ઠ વ્યક્તિ હંમેશા એવું જ કહે છે કે હું કરી શકું તો તમે પણ કરી શકો છો. કોઈ પણ સમસ્યા આવે જીવનમાં ક્યારેય પણ આપણે રસ્તો ન ચૂકવા જોઈએ. કેમ કે આપણું પહેલું લક્ષ્ય છે રેસ પૂરી કરવી. આપણી સામે કોઈ પણ સમસ્યા હોય તેને આપણે કેવી રીતે હેન્ડલ કરીએ છીએ એ ખુબ જ મહત્વનું છે.

આપણે પરેશાનીને કેવા નજરિયાથી જોઈએ છીએ અને કેવી ફીલિંગ આવે છે. આપણે કોઈ પણ વિષય વિશે ચિંતા કરીએ તો તેનો મતલબ થયો આપણે મેન્ટલ એનર્જી વેસ્ટ કરીએ છીએ. જો આપણું પણ થોડું શાંત થાય અને આપણે મુશ્કેલ કામ તરફ આગળ વધીએ તો માનસિક શક્તિ આપોઆપ કામ આપવા લાગે. તેના માટે રોજ પ્રાણાયામ અથવા બ્રિધીંગ માટે 10 થી 15 મિનીટ સમય ફાળવો. જો તમારું માનસિક સંતુલન આવી જાય તો એ તમારી સૌથી મોટી તાકાત બની જશે.

હંમેશા તમારું સંતુલન જાળવો : કોઈ પણ દોડ વીર હોય એ તેના માઈન્ડ અને શરીરને સંતુલિત કરે છે. આપણે જેટલું માનસિક અને શારીરિક કામ કરી રહ્યા છીએ એટલો આરામ પણ જરૂરી હોય છે. આપણા દિવસ દરમિયાન ઊંઘ અને ડાયટને બેલેન્સ કરતા રહો. જો આપણે આવું ન કરીએ તો આપણું શરીર બીમાર પડીને પણ આપણી પાસે આરામ કરાવી લેતું હોય છે. ફરજિયાત માણસે આઠ કલાક રોજ ઊંઘ કરવી જોઈએ.તમારા કામને એન્જોય કરો : કોઈ કામ હોય એ પૂર્ણ થઇ શકે છે. પરંતુ એ પહેલા કોઈ પણ કામ હોય તેમાં મજા લેવી જોઈએ.  કોઇપણ કામ હોય તેમાં આનંદ એવો ખુબ જ મહત્વનો છે. સૌથી પહેલા આપણે એ નક્કી કરવાનું કે આપણે શું કરવાનું ? ત્યાર પછી આપણું શું કામ છે ? અને સામેની વ્યક્તિ આપણી પાસે શું અપેક્ષા રાખે છે ? આ પ્રશ્ને સમજી લઈએ તો આપણી કામને લઈને દરેક મુશ્કેલી દુર થઇ જાય. દરેક કામમાં મુશ્કેલી આવે, પરંતુ તેમાં ધેર્ય રાખીને આગળ વધવામાં આવે તો કામ પાર પડી જાય છે.

કોઈ પણ કામ સહજ બની કરો : ગમે તેવું કામ મુશ્કેલ હોય જો તેને સહજ બનીને કરવામાં આવે તો તેમાં જલ્દી સફળતા મળે છે. જો કામને જોઇને મુશ્કેલી અનુભવાય તો મન વ્યગ્ર થઇ જાય. પરંતુ જો કામમાં સહજ ભાવ રહે અને મનની સ્થિતિ સંતુલિત હોય તો કામ સરળતા સાથે પૂર્ણ થાય છે.

રોજના ટાર્ગેટ પૂર્ણ કરો : કોઈ પણ કામ પૂરું ન થાય, જ્યાં સુધી તેની શરૂઆત કરવામાં અન આવે. માટે રોજ તમારા ટાર્ગેટને સાંજ સુધીમાં પૂર્ણ કરવા જોઈએ. જો તમે કામ કરી રહ્યા છો અને કામ પૂરું નથી થતું, તો તેનું એક જ કારણ છે કે રસ્તો ભટકી જવાય છે. દરરોજ તમારો સમય ક્યાંકને ક્યાંક લિક થઇ રહ્યો છે. લોકો એવું વિચારે છે કે સોશિયલ મીડિયા વગર કેવું લાગે ? પરંતુ તમને જણાવી દઈએ કે સોશિયલ મીડયા વગર ખુબ જ સારું ફિલ થાય છે. એક કહેવત છે કે “ભટકતું મને દુઃખી મન છે.” માટે સોશિયલ મીડિયા આજના સમયમાં માણસનો ઘણો સમય બરબાદ કરે છે.સમયનું ટેન્શન ન લેવું જોઈએ : સમય પૂરો થઇ જશે, એવી વિચારીને ભાગમભાગ ન કરવી જોઈએ. કેમ કે ટેન્શન અને ચિંતાનું આ મુખ્ય કારણ છે. જે કોઈ કામ કરી રહ્યા છો તેને સારી રીતે અને રિલેક્સ થઈને કરો. આ સારી આદત માણસને અભ્યાસથી લઈને બિઝનેસમાં પણ ખુબ જ ઉપયોગી થાય છે. જો તમે એક વાર પ્રેશરને જીતતા શીખી જાવ, તો તમને દરેક મુશ્કેલી આસાન લાગશે.

Leave a Comment