સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ | પહેલા જ મહિને થશે બમ્પર કમાણી, જાણો તેના માટે શું કરવાનું..

મિત્રો દરેક લોકો એવું ઈચ્છે છે કે તેનો બિઝનેસ સારો ચાલે, તેની પાસે બંગલો હોય, ગાડી હોય છે અને આરામથી જિંદગી પસાર થઈ શકે એટલા રૂપિયા રૂપિયો હોય. અને આ માટે જ લોકો મહેનત કરતા હોય છે. પણ હાલની સ્થિતિ જોતા અત્યારે વધુને વધુ કમાણી કરવી મુશ્કેલ છે. કારણ કે કોરોના મહામારીએ દરેક લોકોને આર્થિક રીતે ખુબ મોટો ઝટકો આપ્યો છે. તેમ છતાં પણ જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આ લેખ જરૂર વાંચો.

કોરોના મહામારી દરમિયાન જો ધંધાની વાત કરવામાં આવે તો મોટાભાગના ધંધા મંદ જ ચાલે છે. પણ એક બિઝનેસ એવો છે જ્યાં કમાણી ભરપુર થઈ શકે છે. સરકારની પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી યોજના સફળ રહી છે. આખા દેશના મોટાભાગના એરિયામાં લોકોએ તેને બિઝનેસ મોડલના રૂપે જોયું છે અને જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે આવેદન કર્યું છે. તમે પણ જો પોતાનો બિઝનેસની તલાશ કરી રહ્યા છો તો સરકારની આ યોજનાનો લાભ લઈ શકો છો.

આમાં દર મહિને સારી કમાણી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ એક અભિયાન છે. આ અભિયાનનો હેતુ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રના નામથી ઓળખતા વિશેષ કેન્દ્રો થકી સામાન્ય જનતાને સસ્તી કિંમત પર ક્વોલિટી વાળી દવાઓ મળી રહે. જેનેરિક દવાઓને ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં ઓછી કિંમતે સારી દવાઓ મળે છે.

સતત વધી રહ્યો છે આ બિઝનેસ : આ આર્થિક વર્ષની પહેલા છ મહિનામાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રોથી દવાઓનું વેચાણ પણ 60 % વધ્યું છે. આ વાતની જાણકારી હાલમાં જ ઉર્વરક અને રસાયણ મંત્રી ડીવી સદાનંદ ગૌડા એ આપી છે. આ યોજના નીચે 19 જાન્યુઆરી 2021 સુધીમાં 519.34 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે આખા વર્ષ દરમિયાન 500 કરોડની દવાઓ વેચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. ત્યાં સુધી કે લોકડાઉનમાં પણ આ યોજના ખુબ જ કારગર સાબિત થઈ છે.

મળે છે કારોબારનો મોક્કો : આ જન ઔષધી કેન્દ્ર સામાન્ય જનતાને સસ્તી અને સારી દવાઓ આપવાની સાથે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહેલા લોકોને એક સારો મોક્કો પણ આપે છે. જો તમે પોતાનો કારોબાર શરૂ કરવા માંગો છો તો જન ઔષધી કેન્દ્ર એક સારો વિકલ્પ છે. કારણ કે તેમાં તમને સરકાર આર્થિક મદદ પણ કરે છે. એટલે સુધી કે દુકાન ખોલવામાં આવતા ખર્ચ પણ સરકાર ઇન્સેટીવ દ્વારા પાછા આપી રહી છે. તેના નિયમ અને શરતો પણ સરળ છે.

કોણ ખોલી શકે છે જન ઔષધી કેન્દ્ર : સરકારની આ યોજના નીચે જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે સૌથી પહેલી શરત છે કે, જો કોઈ વ્યક્તિ જન ઔષધી કેન્દ્ર ખોલવા માંગે છે તો તેની પાસે ડી ફાર્મા અથવા બી ફાર્માની ડિગ્રી હોવી જોઈએ. જો જન ઔષધી કેન્દ્ર ખોલીને કોઈ અન્યને રોજગાર આપવા માંગે છે તો પણ તેની પાસે આ ડિગ્રી હોવી જરૂરી છે. એટલે કે આવેદન કરતી વખતે ડિગ્રીનો પ્રૂફના રૂપમાં સબમિટ કરવું આવશ્યક છે.

કોઈપણ વ્યક્તિ અથવા કારોબારી, હોસ્પિટલ, ગૈર સરકારી સંગઠન, ફાર્માસીસ્ટ, ડોક્ટર, અને મેડીકલ પ્રેકટીશનર PMJAY નીચે ઔષધી કેન્દ્ર ખોલવા માટે આવેદન કરી શકે છે. PMJAY હેઠળ SC, ST અને દિવ્યાંગ આવેદકને ઔષધી કેન્દ્ર ખોલવા માટે 50,000 રૂપિયા સુધીની દવાઓ એડવાન્સ રકમ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રના નામથી દવાની દુકાન ખોલવામાં આવે છે :  સુચના અનુસાર જન ઔષધી કેન્દ્ર ખોલવા પર દવાનું વેચાણ પર 20% માર્જિન દુકાન ચલાવનારને આપવામાં આવે છે. આ સિવાય નોર્મલ અને સ્પેશીયલ ઇન્સેટીવને પણ પ્રાવધાન છે.

અહીંથી મળશે ફોર્મ : જન ઔષધી કેન્દ્ર માટે રિટેલ ડ્રગ સેલ્સનું લાઈસેન્સ જન ઔષધી કેન્દ્રના નામથી લેવું પડે છે. આ માટે ફોર્મ https://janaushadhi.gov.in/ થી ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમારે આવેદન  બ્યુરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજરના નામથી મોકલવાનું છે.

સીઈઓ,

બ્યુરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓફ ઇન્ડિયા,(BPPI)

8 ફ્લોર, બ્લોક – ઈ-1, વિડીયોકોન ટાવર, ઝંડેવાલાન એક્સટેન્શન,  નવી દિલ્હી – 110055.

કેટલી જગ્યા જોઈએ છે : જો તમે પણ જન ઔષધી કેન્દ્ર માટે આવેદન કરવા માંગો છો તો તમારી પાસે દુકાન માટે ઓછામાં ઓછી 120 વર્ગફૂટ કવર્ડ એરિયા હોવો જોઈએ. જો સરકાર તમારા આવેદન પર  જન ઔષધી કેન્દ્ર ખોલવાની મંજુરી આપે છે તો સરકાર તરફથી તમને 650 થી વધુ દવાઓ ની સાથે જ 100 થી વધુ ઉપકરણ વેચાણ કરવા માટે ઉપલબ્ધ કરાવે છે.

સરકાર આપે છે સહાયતા રાશિ : તમે આ યોજના નીચે મેડીકલ સ્ટોર ખોલવા માંગો છો તો તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાની જરૂર નથી. જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે લગભગ 2.5 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. આ માટે સરકાર તરફથી 2.5 લાખ રૂપિયાની સરકારી સહાયતા આપવામાં આવે છે. યોજના નીચે મેડીકલ સ્ટોર ખોલવા માટે પહેલા તમારે 1 લાખ રૂપિયાની દવાઓ ખરીદવી પડશે. પછી સરકાર તરફથી તેને મહિનાના આધારે રીઇન્બસર્મેન્ટ કરવામાં આવશે.

સરકાર દુકાન શરૂ કરવામાં થતા ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે કે રેન્ક, ડેસ્ક વગેરે માટે તમને 1 લાખ સુધીની મદદ કરે છે. ફર્નીચરમાં થયેલ ખર્ચને સરકાર તરફથી તમને છ મહિનામાં પાછા આપવામાં આવે છે. જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે કમ્પ્યુટર વગેરે ખર્ચ માટે 50 હજાર રૂપિયા પણ તમને સરકાર આપે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment