હોળી પર 499 વર્ષ પછી બની રહ્યો છે અદ્દભુત મહાસંયોગ, ન્યાયના દેવતા શનિદેવ પણ થશે મહેરબાન..

મિત્રો આપણે જાણીએ છીએ કે, હવે ફાગણ મહિનો બેસી ગયો છે અને બજારમાં નવા નવા કલર, પિચકારી તેમજ ધાણી, ખજુર વગેરે બહુ જ વેચાતું હોય છે. હોળીએ રંગોનો તહેવાર છે અને બધા ઉલ્લાસભેર આ તહેવારને લોકો મનાવે છે. જો કે હોળીનું ઘણું ધાર્મિક પણ મહત્વ છે. આથી જ રાશિ અનુસાર કોના માટે આ હોળી સારી રહેશે. જો તમે એ જાણવા માંગતા હો તો આ લેખ જરૂર વાંચો.

હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમે દર વર્ષે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પૂર્ણિમાની રાત્રે હોળીકા દહન કરવામાં આવે છે અને પછીના દિવસે રંગોથી હોળી રમવામાં આવે છે. આ વર્ષે 28 માર્ચના દિવસે હોળીકા દહન કરવામાં આવશે. જ્યારે 29 માર્ચે રંગોથી હોળી રમવામાં આવશે. જો કે આ હોળીનો તહેવાર આ વર્ષે અન્ય કારણોને લીધે ખાસ રહેશે.જ્યોતિષ અનુસાર માનવામાં આવે તો આ વખતે હોળી પર 499 વર્ષ પછી ગ્રહોનો અદ્દભુત સંયોગ બની રહ્યો છે. ચાલો તો હોળી પર બની રહેલા આ વિશેષ સંયોગ, તિથી, હોળાષ્ટક અને શુભ મુહુર્ત વિશે વિસ્તારથી જાણી લઈએ.

શું છે સંયોગ ? : જ્યોતિષ શાસ્ત્રીઓનું કહેવું છે કે, હોળી પર ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. જ્યારે બૃહસ્પતિ અને ન્યાયના દેવતા શનિદેવ પોત-પોતાની રાશિઓમાં બિરાજમાન રહેશે. જ્યોતિષિયો અનુસાર ગ્રહોનો આવો મહાસંયોગ 1521 માં પણ બન્યો હતો. 499 વર્ષ પછી એક વખત ફરી હોળી પર આવો મહાસંયોગ બની રહ્યો છે.

હોળી પર આ સંયોગ પણ બનશે : રંગ અને આનંદનો આ તહેવાર હોળી આ વખતે બે ખાસ સંયોગને પણ લઈને આવે છે. જ્યોતિષના જાણકારોનું કહેવું છે કે, હોળી પર આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ બને છે. આ બંને યોગને ખુબ જ શુભ માનવામાં આવે છે.હોળીનું શુભ મુહુર્ત : હોળી હોળીકા દહન રવિવારે 28 માર્ચના કરવામાં આવશે. આ દિવસે સાંજે 6 અને 36 મિનીટથી લઈને 8 અને 56 મિનીટ સુધી હોળીકા દહનનું મુહુર્ત બતાવવામાં આવી રહ્યું છે. એટલે કે તેનો કુલ સમયગાળો 2 કલાક અને 19 મિનીટનો રહેશે. પૂર્ણિમા તિથી 28 માર્ચની સવારે લગભગ સાડા ત્રણ વાગ્યાથી 19 માર્ચની રાત્રે લગભગ સવા બાર વાગ્યા સુધી રહેશે.

ક્યારથી છે હોળાષ્ટક : હિંદુ ધર્મમાં હોળીના આઠ દિવસ પહેલા બધા જ શુભ કાર્યો પર રોક લગાવવામાં આવે છે. આ અવધીને હોળાષ્ટક કહેવામાં આવે છે. ફાગણ શુક્લ અષ્ટમીથી હોળીકા દહન સુધી હોળાષ્ટક રહે છે. આ વખતે હોળીકા દહન 29 માર્ચ થશે. આથી હોળાષ્ટક 22 માર્ચથી 28 માર્ચ સુધી રહેશે. હોળાષ્ટક આ શુભ કાર્ય વર્જિત હોય છે. પણ જન્મ અને મૃત્યુથી જોડાયેલ કામકાજ કરી શકાય છે.શા માટે હોય છે હોળાષ્ટક ? : હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર હિરણ્યકશ્યપને આઠ દિવસ સુધી પોતાના પુત્ર પ્રહલાદને ખુબ જ  કષ્ટ આપ્યું હતું. ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદ પર ખુબ જ કૃપા હતી. આથી તે દર વખતે તેનાથી બચી જતા હતા. ત્યારથી હોળીથી 8 દિવસ પહેલા હોળાષ્ટક મનાવવાની પરંપરા ચાલી આવે છે.

કેવી રીતે બચી ગયા પ્રહલાદના પ્રાણ : હિરણ્યકશ્યપની બહેન હોળીકાને અગ્નિમાં ન બળવાનું વરદાન મળેલ હતું. પોતાના અહંકારી ભાઈના કહેવાથી હોળીકા પોતાના ભત્રીજા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ. પણ શ્રી હરિની કૃપાથી પ્રહલાદના પ્રાણ બચી ગયા અને હોળીકા બળીને ભસ્મ થઈ ગઈ. આમ હોળીકા દહનથી પ્રહલાદની રક્ષા ભગવાન વિષ્ણુએ કરી અને ત્યારથી એવું માનવામાં આવે છે કે આ દિવસે દાનવો પર દેવોનો વિજય થયો છે અને લોકો રંગોથી રમે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment