સ્ત્રીઓમાં ખરતા વાળ માટે જવાબદાર છે આ 6 મોટા કારણો, જાણો કેવી રીતે ખરતા વાળને અટકાવાવ.

આજે આપણે જોઈએ છીએ કે, લોકોના વાળ ખુબ જ ખરતા હોય છે. જેના કારણોમાં મુખ્યત્વે આપણો ખોરાક અને લાઈફ સ્ટાઈલ છે. જેના લીધે વાળને લગતી અનેક સમસ્યાઓ લોકોને પરેશાન કરી રહી છે અને આપણે ખરતા વાળ રોકવા માટે અનેક પ્રોડક્ટનો ઉપયોગ પણ કરીએ છીએ. તેમ છતાં કોઈ સારું પરિણામ નથી મળતું.

ખરતા વાળથી આજકાલ દરેક લોકો પરેશાન છે. એક લિમિટ સુધી વાળ ખરવા સામાન્ય વાત છે. પરંતુ તમારા વાળ વધારે  ખરે છે તો આ તમારા માટે ચિંતાનો વિષય બની જાય છે. ડોક્ટરની માનીયે તો જો એક દિવસમાં 50 થી 100 વાળ ખળે છે તો આ એક નોર્મલ વાત છે. કારણકે આની જગ્યાએ નવા વાળ આવામાં સમય નથી લાગતો. પરંતુ કેટલીક વાળ એવું થાય છે કે વાળ ખરવા લાગે છે પરંતુ તેની જગ્યાએ નવા  વાળ નથી આવતા. ખરતા વાળને અટકવા માટે માર્કેટમાં ઘણા પ્રોડક્ટ ઉપલ્બધ છે. પરંતુ તેના પ્રયોગથી કોઈ ખાસ ફાયદો નથી થતો. એવામાં પહેલા એ જાણવું જરૂરી છે કે તમારા વાળના ખરવાનું કારણ શું છે. સામાન્ય રીતે તણાવ, ખોટી લાઇફસ્ટાઇલ અને વધતું પ્રદૂષણ એનું કારણ હોય શકે છે. પરંતુ શું તમને ખબર છે કે તમારા વાળ કેમ ખરે છે ? તો ચાલો જાણીએ સ્ત્રીના વાળ ખરવાનું મૂળ કારણ શું છે ?1 એનિમિયા : કેટલીક વખત ખાવાપીવામાં ધ્યાન ન આપવાને લીધે પણ સ્ત્રીઓમાં આયરનની કમી થઈ શકે છે. જેનાથી એમાં એનિમિયાની શિકાયત થઈ શકે છે. જેને લીધે કુપોષણ, પિરિયડના સમયે વધારે રક્ત સ્ત્રાવ અને આયર્નની કમી થઈ જાય છે. જ્યારે શરીરમાં આયર્નની કમી વધુ સમય રહે છે તો વાળ ખરવાનું શરૂ થઈ જાય છે. જો સ્ત્રી આયનયુક્ત ભોજન પોતાની દિનચર્યામાં શામિલ કરે તો વાળ ખરવાનું અટકી જાય છે અને ખરી ગયેલા વાળની જગ્યાએ નવા વાળ પણ જલ્દી આવી જશે.

2 ડાયટીંગ કરવું : કેટલીક સ્ત્રીઓ પોતાનું વજન ઓછું કરવા માટે ડાયટ કરે છે અને તેના માટે આખા દિવસમાં બહુ જ ઓછી કેલરીનું સેવન કરે છે. એટલું જ નહિ યોગ્ય ખાવાપીવાનું ન થવાથી પણ શરીરમાં પોષણ તત્વની કમી થવા લાગે છે. જેનું સૌથી પહેલો પ્રભાવ વાળ પર પડે છે. એવામાં તમે પણ વજન ઓછું કરવા માટે ડાયટ કરો છો તો ડોક્ટરની સલાહથી જ ડાયટનું પ્લાનિંગ કરવું. એવું થઈ શકે કે વજન ઓછું કરવાના ચક્કરમાં તમારા વાળ ખરતા હોય.3 મેનોપોઝ પણ કારણ હોય શકે છે : સામાન્ય રીતે જોવા મળ્યું છે કે સ્ત્રીઓના મેનોપોઝના સમયે વાળ ખરવા લાગે છે. જો કે આ સમયે શરીરમાં કેટલાક હોર્મોનમાં બદલાવ આવે છે. જેની અસર વાળ પર પણ પડે છે. એવા જો તમે મેનોપોઝના લક્ષણથી બહાર નીકળવાનો પ્રયાસ કરો છો. અને સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવાની ટેવ પાડો છો તો તમારા વાળ પણ સ્ટ્રેસ ફ્રી થાય છે અને ખરતા નથી.

4 થાઈરોઈડની સમસ્યા : હાલ થાઈરોઈડની સમસ્યાથી મોટાભાગનીસ્ત્રીઓ ગ્રસ્ત થઈ રહી છે. થાઈરોઈડ ગ્રંથિ બોડીની એક મહત્વપૂર્ણ ગ્રંથિ છે. જેમાં અસંતુલન થવાથી તમારા શરીરને કેટલીક પ્રોબ્લમથી પસાર થવું પડે છે. વાળ ખરવા પણ આનું એક કારણ છે. જો તમે હાઇપોથાયરાયડીજ્મ અને હાઇપરથાયરાડીજ્મથી પીડાઈ રહ્યા છો તો તેનેઇગ્નોરના કરો અને તુરંત ડોક્ટરની મદદ લો.5 હેર સ્ટાઇલિંગ : જો તમે રેગ્યુલર તમારા વાળને સ્ટાઈલ કરવા માટે સ્ટ્રેટનિંગ, કર્લિંગ અથવા પર્મિંગ કરો છો તો આ તમારા વાળને કમજોર બનાવી દે છે. અને એક સમય પછી વાળ ખરવા લાગે છે. એના સિવાય કેમિકલયુક્ત હેર સ્પ્રે, હિટ અથવા કલરનો ઉપયોગ પણ તમારા વાળના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ બધા કારણને લીધે પણ વાળ ખરવા લાગે છે.

6 પ્રેગ્નેન્સી અને બર્થ કંટ્રોલ દવાઓનો પ્રયોગ : પ્રેગ્નેન્સીના સમયે થવા વાળા હોર્મોનલમાં પરિવર્તનને લીધે કેટલીક વખત વાળ ખરવા લાગે છે. પરંતુ જો આવા દિવસોમાં તમે ભરપૂર વિટામિન, આયરન વગેરે વધારે લો છો તો વાળ ફરીથી આવી શકે.  બર્થ કંટ્રોલ પિલ્સના સતત સેવનથી પણ વાળ ખરવા લાગે છે.

ખરતા વાળ કઈ રીતે રોકવા : ભરપુર પ્રોટીન અને આયર્ન ભોજનમાં સામેલ કરો, બેબી શેમ્પુનો પ્રયોગ કરો, જો તમારા વાળ ખરી રહ્યા છે તો વાળની જડ પર હળવા હાથે મસાજ કરો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધશે અને વાળ જડથી મજબુત થશે. ઘરેલું હેર સ્પા કરો, પોતાના વાળની જરૂરત અનુસાર પ્રોડક્ટ ઉપયોગ કરો, ક્યારેક ક્યારેક વાળની જડમાં નાળિયેર મિલ્ક, ઈંડું અને વિભિન્ન ફ્રૂટ જ્યુસ લગાવો, ભીના વાળમાં ક્યારેય દાંતિયો ન ફેરવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment