આ બ્લડ ગ્રુપ વાળા લોકોમાં ડાયાબિટીસનો ખતરો હોય છે સૌથી વધુ । જીવલેણ પણ સાબિત શકે…

મિત્રો કહેવાય છે કે, અમુક બીમારી અમુક લોકોમાં વધુ થાય છે. તેમજ અમુક બીમારી વારસાગત પણ હોય છે. જ્યારે અમુક બીમારી અમુક બ્લડ ગ્રુપના લોકોને વધુ થાય છે. આ સમયે જો તમે પુરતું ધ્યાન નથી રાખતા તો તે બીમારી તમને જકડી શકે છે. આથી સાવચેતી રાખવી ખુબ જરૂરી છે. કહેવાય છે કે, ડાયાબિટીસ જેવી બીમારીઓ અમુક બ્લડ ગ્રુપના લોકોને જલ્દી થતી હોય છે. એ કઈ રીતે ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

દેશમાં લગભગ 7 કરોડ લોકો સાઈલેન્ટ કિલર કહેવાતી બીમારી ડાયાબિટીસથી લડી રહ્યા છે. આથી ભારતને દુનિયાની ડાયાબિટીસ કેપિટલ પણ કહેવાય છે. ‘સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન’ અનુસાર આ એક એવી બીમારી છે જેમાં દર્દીને પોતાની લાઈફસ્ટાઈલ અને યોગ્ય રાખવાની ખુબ જ જરૂર હોય છે.

જો તમને ડાયાબિટીસ છે તો લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ કરીને ટાઈપ 2 ડાયાબિટીસને દુર રાખી શકાય છે. જો કે અનહેલ્દી લાઈફસ્ટાઈલથી અલગ એવી ઘણી વાતો છે જે શરીરમાં આ બીમારીના ખતરાને નિશાની કરી શકે છે. ડોક્ટર્સનું માનવામાં આવે તો તમારું બ્લડ ગ્રુપ પણ એમાંનું એક કારણ હોય શકે છે.યુરોપિયન એસોસિએશનના જર્નલ ડાયબીટોલોજીયામાં વર્ષ 2014 માં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર નોન ‘ઓ’ બ્લડ ગ્રુપના લોકોમાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાનો ખતરો ‘ઓ’ બ્લડ ગ્રુપ વાળા લોકોની સરખામણીમાં વધુ હોય છે.

બ્લડ ગ્રુપ અને ટાઈપ-2 ડાયાબિટીસની વચ્ચે કનેક્શનને સમજવા માટે એક અભ્યાસમાં લગભગ 80,000 મહિલાઓને સામેલ કરવામાં આવી. તેમાંથી કુલ 3,553 મહિલાઓ ટાઈપ-2 ડાયાબિટીસનો શિકાર હતી. નોન-ઓ બ્લડ ગ્રુપની મહિલાઓમાં આ બીમારી હોવાનું વધુ જોવા મળ્યું હતું.

અભ્યાસ અનુસાર ‘ઓ’ બ્લડ ગ્રુપ વાળી મહિલાઓમાં ટાઈપ-2 ડાયાબિટીસ હોવાની સંભાવના ‘ઓ’ બ્લડ ગ્રુપની મહિલાઓ કરતા 10% વધુ છે. જો કે આમાં સૌથી વધુ ખતરો ‘બી’ ગ્રુપની મહિલાઓમાં જ જોવા મળ્યો હતો.‘બી’ બ્લડ ગ્રુપની મહિલાઓમાં આ બીમારીને વધવાનો ખતરો ‘ઓ’ બ્લડ ગ્રુપ વાળી મહિલાઓથી 21% વધુ હતો. જ્યારે વધુ બ્લડ ગ્રુપના ‘ઓ’ નેગેટિવથી તુલના કરવામાં આવી. જે એક યુનિવર્સલ ડોનર પણ છે તો જાણવા મળ્યું કે, ‘બી પોઝીટીવ બ્લડ ગ્રુપના લોકોમાં ટાઈપ-2 ડાયાબિટીસ થવાનો ખતરો સૌથી વધુ હતો.

શોધકર્તાના કહેવા અનુસાર ડાયાબિટીસ અને બ્લડ ગ્રુપ ટાઈપની વચ્ચે સંબંધ હજી સુધી એક રહસ્ય છે. જો કે તેના ઘણા કારણો હોય શકે છે. અભ્યાસ અનુસાર લોહીમાં નોન-વિલેબ્રેડ નામનું એક પ્રોટીન નોન ‘ઓ’ બ્લડ ગ્રુપના લોકોમાં વધુ હોય છે. જેને બ્લડ શુગર લેવલથી જોડાઈને જોવામાં આવે છે.

શોધકર્તાઓ એમ પણ કહે છે કે, આ બધા બ્લડ ગ્રુપનો સંબંધ એવા ઘણા અણુઓ સાથે હોય છે, જે ટાઈપ-2 ડાયાબિટીસથી જોડાયેલ હોય છે. જો વ્યક્તિને ટાઈપ-2 ડાયાબિટીસ છે તો તેના શરીરને રેગુલેટ અને શુગરનો ઉપયોગને પ્રભાવિત કરે છે. તેનાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધે છે. સમય પર ઈલાજ ન થવાથી આ બીમારી વધુ ખતરનાક રૂપ લઈ શકે છે.મહિલામાં ડાયાબિટીસનો ખતરો વધુ રહે છે : એક અન્ય અભ્યાસ અનુસાર એવું કહેવામાં આવે છે કે એ મહિલાઓના આખા જીવનકાળમાં આ બીમારી થવાની સંભાવના વધુ રહે છે. 60 વર્ષના મહિલા અને પુરુષ જેને ડાયાબિટીસ નથી તેમાં પણ આ બીમારી થવાનો ખતરો ક્રમશ 38 અને 28% હોય છે.

વજન ધરાવતા લોકો સાવધાન રહે : શહેરોમાં રહેતા વજન ધરાવતા લોકોનો પણ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે. વૈજ્ઞાનિકના કહેવા અનુસાર 20 વર્ષના આયુષ વર્ગ વાળા 86% વજન ધરાવતા પુરુષોને ડાયાબિટીસ થઈ શકે છે. જ્યારે મહિલાઓમાં આ ખતરો પુરુષથી એક પ્રતિશત વધુ છે.

Leave a Comment