મિત્રો આપણે જાણીએ છીએ કે શિયાળામાં લોકોનો ખોરાક વધી જતો હોય છે. કારણ કે આ ઋતુમાં દરેક શાકભાજી સારું આવતું હોય છે તેમજ ભૂખ પણ વધુ લાગે છે. જેને કારણે વજન વધી જાય છે. પણ જો તમે શિયાળામાં પણ વજન કંટ્રોલ કરવા માંગતા હો તો તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે.
શિયાળામાં મોટા ભાગના લોકોને વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે અને તે ઘણું કોમન પણ છે. જો તમારા વજનમાં નાનો-મોટો ફેરફાર થઈ રહ્યો હોય તો તે માટે તમારે પરેશાન થવાની જરૂર નથી. પરંતુ જો તમારું વજન અચાનકથી ખૂબ જ વધી જાય તો, તેનાથી તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને ઘણું નુકસાન પહોંચે છે. એવામાં જો તમારું પણ શિયાળામાં વજન વધી જાય તો તે માટે જરૂરી છે કે, તમે તેની પાછળના કારણને સમજો.શિયાળામાં વજન વધવાના ઘણા કારણો હોય શકે છે. જેમકે, વધારે માત્રામાં કેલોરીઝનું સેવન કરવું. શિયાળામાં વજન વધવાનું બીજું મુખ્ય કારણ ફિઝિકલ એક્ટિવિટીમાં બદલાવ પણ હોઇ શકે છે. સામાન્ય રીતે શિયાળામાં આળસના કારણે લોકો એકસરસાઈઝ કરવાનું બંધ કરી દે છે. એવામાં જો તમે ઇચ્છતા હોય કે શિયાળામાં તમારું વજન મેંટેન રહે તો તે માટે અમુક વાતોનુ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આવો જાણીએ તેના વિશે.
કેલોરીઝનું રાખવું ખાસ ધ્યાન:- શિયાળાની ઋતુમાં દરેક ઘરમાં સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવવામાં આવે છે જેમકે, ગાજરનો હલવો, માગણી દાળનો શીરો વગેરે. આ બધી જ વસ્તુઓમાં કેલોરીઝની માત્રા ખૂબ જ વધારે હોય છે. એવામાં જરૂરી છે કે, આ વસ્તુઓનું લિમિટમાં સેવન કરવામાં આવે અને જમ્યા પહેલા પાણી જરૂરથી પીવું જોઈએ. જમ્યા પહેલા એક કે અડધો કલાક પહેલા પાણી પીવાથી તમારી ભૂખ ઓછી થાય છે અને તમે ખૂબ વધારે વસ્તુઓનું સેવન કરતાં બચી જાઓ છો. તે સિવાય તમારી કેલોરીઝને કાઉન્ટ કરો.
હેલ્થી વસ્તુઓને કરો ડાયેટમાં સમાવિષ્ટ:- જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો, જરૂરી છે કે ડાયેટમાં વિટામિન, ફાઈબરથી ભરપૂર વસ્તુઓને સમાવિષ્ટ કરો. તે સિવાય ઋતુગત શાકભાજીઓ, બીન્સ, ફ્રૂટ્સ, નટ્સ, બીજનું પણ સેવન કરવું. આ બધી વસ્તુઓ તમને લાંબા સમય સુધી ફૂલ રાખવામાં મદદ કરે છે જેનાથી તમે આડી-અવળી વસ્તુઓ ખાવાથી બચી જાઓ છો.દરરોજ કરવી એકસરસાઈઝ:- શિયાળો હોય કે ઉનાળો હેલ્થી બોડી માટે જરૂરી છે કે તમે એક્ટિવ રહો. દરરોજ એકસરસાઈઝ ન કરવાથી તમારું વજન પણ વધે છે અને સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. જરૂરી નથી કે એકસરસાઈઝ કરવા માટે જિમમાં જ જવું તમે ઘરે રહીને પણ એકસરસાઈઝ કરી શકો છો.
લો-કેલોરી સ્નેક્સનું કરવું સેવન:- કોઈ પણ વસ્તુ ખાવાની ક્રેવિગ તમને ગમે ત્યારે થઈ શકે છે. જો તમે ક્યારેક-ક્યારેક અનહેલ્થી વસ્તુઓનું સેવન કરતાં હોય તો તેનાથી વધારે ફેર પડતો નથી. પરંતુ જો તમે દરરોજ આ પ્રકારની વસ્તુઓ ખાતા હોય તો, તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ. જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો જરૂરી છે કે તમે એ વસ્તુનું ધ્યાન રાખો કે તમે શું ખાઈ રહ્યા છો. જો તમને સ્નેક્સમાં કઈ ખાવાનું મન થઈ રહ્યું હોય તો, તે દરમિયાન હેલ્થી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.પાણી પીવાનું ન ભૂલવું:- જો તમે ચાહો કે તમારું વજન જરા પણ ન વધે તો તેનો સૌથી સરળ ઉપાય છે કે તમે હાઈડ્રેડ રહો. ગરમીમાં તો લોકો અલગ-અલગ પ્રકારે લિક્વિડ વસ્તુઓનું સેવન કરી લેતા હોય છે પરંતુ શિયાળામાં લિક્વિડ ઇંટેક ઘણું ઓછું થઈ જાય છે. એવામાં જરૂરી છે કે તમે સમયે-સમયે પોતાને યાદપાવતા રહો કે પાણી પીવાનું છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી