આ કારણે યુવાનોમાં વધી રહ્યો છે જીવલેણ હાર્ટએટેક ખતરો… જરૂર વાંચો આ માહિતી નહિ તો નાની ઉંમરે આવી જશે હાર્ટએટેક….

આજે આપણે જોઈએ છીએ કે નાની ઉંમરે હાર્ટ એટેક ના કેસ વધી રહ્યા છે. જેને કારણે આજે આ સમસ્યા વિકટ બનતી જાય છે. આથી તમારે પોતાના સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે. હાર્ટ એટેક ના વધતા જતા કેસને કાબુમાં રાખવા માટે લોકોએ પોતે જાગૃત થવાની જરૂર છે. તેમજ કેટલાક લોકોએ ખાસ કરીને પોતાની ડાયટ પ્રત્યે વધુ સાવધાન રહેવાની જરૂર છે. 

ભારતમાં હાર્ટ એટેકથી મરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. હાલના જ અમુક મહિનામાં ઘણા બધા બૉલીવુડ એક્ટ્રેસ-એક્ટ્રેસિસનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. વૃદ્ધ લોકોની તુલનાએ હવે યુવાનોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી ગયું છે. એવા ઘણા કેસ સામે આવ્યા છે જ્યાં જિમમાં એક્સરસાઈઝ કરતાં, રસ્તા પર ચાલતા અને કોઈના લગ્નમાં ડાન્સ કરતાં સમયે લોકોને અચાનકથી કાર્ડિયક અરેક્ટ આવે છે અને તેમનું મૃત્યુ થઈ જાય છે. આ પ્રકારના કેસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં સામે આવી રહ્યા છે. વિતેલા અમુક અઠવાડિયામાં કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ એટેકના આ કેસ સતત વધી રહ્યા છે.મેક્સ હોસ્પિટલના પ્રિન્સિપલ ડાઇરેક્ટર ડો. વિવેક કુમારે ઈન્ડિયા ટુડે સાથે વાત કરતાં જણાવ્યુ કે, કોવિડ 19 મહામારી દરમિયાન જે લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા, તેમાં હાર્ટ એટેકનું જોખમ વધારે જોવા મળે છે. દર્દીઓમાં આ પ્રકારનું જોખમ માત્ર કોરોના મહામારી દરમિયાન જ નહીં પરંતુ ત્યાર પછી એક વર્ષ પછી પણ જોવા મળ્યું છે. પોસ્ટ-કોવિડ રસીકરણના શરૂઆતી પગલામાં પણ હાર્ટ એટેકના કેસ વધતાં જોવા મળ્યા છે. 

ડોકટરે જણાવ્યુ કે, કોરોના મહામારી પછીથી હાર્ટ એટેકના કેસ લગભગ ડબલ થઈ ગયા છે. તેમણે એ પણ કહ્યું છે કે, યુવાન દર્દી જે ડાયાબિટીસથી પીડિત હોય અને સ્મોકીંગ કરતાં હોય, તેમાં હાર્ટ એટેકનું જોખમ ઘણું વધારે હોય છે. હોસ્પિટલમાં આવી રહેલ હાર્ટ એટેકના કેસને જોતાં ડો. કુમારે જણાવ્યુ કે, કોરોના મહામારીથી પહેલા એક મહિનામાં હાર્ટ એટેકના 15 થી 18 કેસ સામે આવતા હતા જે હવે વધીને 30 થી 35 થઈ ગયા છે. 

કેવા લોકોને છે સૌથી વધારે જોખમ?:- ડોકટરે  જણાવ્યુ કે જે લોકોમાં હજુ પણ કોરોના વાઇરસ રહેલો હોય, એવા લોકોમાં હાર્ટ એટેકનું જોખમ ઘણું વધારે છે. તે સિવાય, જે લોકો સ્મોકીંગ કરતાં હોય અને અનિયંત્રિત ડાયાબિટીસની સાથે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી જજૂમી રહ્યા હોય, તેમાં પણ હાર્ટ એટેકનું જોખમ ઘણું વધારે હોય છે. ઈમરજન્સી મેસિકલ જર્નલની એડિટર એલેન વેબરે પોતાની જાણકારી આપતી વખતે લોકોને જણાવ્યુ કે, કોરોના મહામારી પછી લોકોમાં હાર્ટ એટેકનું જોખમ ઘણું વધી ગયું છે.એલને જણાવ્યુ કે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ તે દર્દીઓમાં સૌથી વધારે જોવા મળે છે જે કોઈ બીમારીને કારણે હોસ્પિટલમાં એડમિટ હોય. તેમાં પણ ખાસ કરીને તેવા દર્દીઓ જે આઇસીયુ માં હોય. સૌથી વધારે ચિંતાની વાત એ છે કે, ભારતમાં પહેલેથી જ હ્રદય સંબંધી બીમારીના કેસ ગ્લોબલ એવરેજથી ઘણા વધારે છે. 

કેવી રીતે ઘટાડવું હાર્ટ એટેકનું જોખમ?:- એક્સપર્ટનું માનવુ છે કે, જે લોકોએ વેક્સિનેશનનના બધા જ ડોઝ લીધા હોય, તેમાં હાર્ટ એટેકનું જોખમ ઘણું ઓછું હોય છે અને સાથે જ જે લોકો કોઈ બીમારીના ચાલતા લોહીને પાતળું કરનારી દવાઓનું સેવન કરતાં હોય, તેમાં પણ હાર્ટ એટેકનું જોખમ ઓછું હોય છે. તે સિવાય હાર્ટ એટેકનું જોખમ એ લોકોને સૌથી વધારે હોય છે જેમને કોવિડ સૌથી વધારે ગંભીર હતો. એવામાં કોરોનાના ગંભીર રૂપથી બચવા માટે વેક્સિનેશનને ખુબ જરૂરી ગણવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment