પતિએ તેની પત્નીને મોકલી એક સેલ્ફી, અને થઈ ગયા તરત જ છૂટાછેડા. કારણ જાણી ને દંગ રહી જશો

એક પત્ની માટે તેના પતિનો પ્રેમ અને વફાદારી જ બધું હોય છે. તેવામાં જો પતિ ખોટું બોલીને કોઈ છોકરી સાથે રંગરલિયા મનાવે તો પત્નીને ગુસ્સો આવવો સ્વાભાવિક છે. ઈન્ટરનેટ પર ઘણી એવી કહાનીઓ જોવા મળે છે જેમાં એકબીજાએ દગો કર્યો હોય. તો એક એવી જ ઘટના સામે આવી છે જેમાં પતિએ બાથરૂમમાં સેલ્ફી લીધી અને પત્નીને મોકલી. પરંતુ આ સેલ્ફીમાં મહિલાને કંઈક એવું જોવા મળ્યું કે તેણે પતિને છૂટાછેડા આપી દીધા. 

આ ઘટના અમેરિકાની છે. ત્યાં @shesough નામની એક યુઝરે પોતાના પતિની ધોખેબાજીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી છે. મહિલાએ જણાવ્યું કે, મારો પતિ ઓફિસમાં મિટીંગનું બહાનું કરીને બહાર ગયો હતો. ત્યાં બિઝનેસ ટ્રીપ પર તેણે હોટેલના રૂમમાંથી મને એક સેલ્ફી મોકલી. જ્યારે મેં આ સેલ્ફીને ધ્યાનથી જોઈ તો સમજી ગઈ કે તે ઓફિસ મિટીંગમાં નથી. પરંતુ કોઈ મહિલાની સાથે છે. 

પીડિત પત્નીએ સોશિયલ મીડિયા પર પતિએ મોકલાવેલ સેલ્ફી શેર કરી લોકોને પૂછ્યું કે, તમે આ ફોટોને જોઇને જણાવો કે તમને આમાં શું ગડબડ દેખાય રહી છે. જલ્દી જ લોકો કોમેન્ટ કરવા લાગ્યા. કોઈએ જણાવ્યું કે યુવકે પોતાના લગ્નની અંગુઠી નથી પહેરી, તો કોઈ બોલ્યું તેણે બાથરૂમ મિરરની પાસે એક ગેર સ્ટ્રેટનર દેખાય રહ્યું છે જે કોઈ છોકરીનું છે. તેમજ અમુકને તો બાથરૂમના ફર્શ પર લેડિઝ પર્સ પણ નજર આવ્યું.

એક યુઝરે કહ્યું કે, ઘણી હોટેલોમાં રોકાઈ ચુકી છું, પરંતુ ક્યારેય હોટેલ વાળાએ હેર સ્ટ્રેટનર નથી આપ્યું. તે પાક્કું કોઈ છોકરી સાથે છે. બસ તેના જ આધાર પર પીડિત પત્નીએ પણ જાણી લીધું કે તેના પતિએ તેને દગો આપ્યો છે. 

પતિએ બાદમાં મહિલાને એવું બોલીને સફાઈ આપી કે, તે પોતાના દોસ્તના હોટેલના રૂમમાં ગયો હતો. તે હેર સ્ટ્રેટનર તેની ગર્લફ્રેન્ડનું જ હતું. જો કે મહિલાએ પતિની વાતને સાચી ન માની અને તેને તરત જ છૂટાછેડા આપી દીધા. 

સોશિયલ મીડિયા પર આ કિસ્સો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘણી મહિલાએ કોમેન્ટ કરીને એ પણ કહ્યું કે પુરુષ ખુબ જ મુર્ખ હોય છે. તેઓ વધુ વિચારતા નથી. તેમજ અમુક પુરુષોએ આ ભૂલથી સબક પણ લીધો અને બોલ્યા હવે બીજી વાર વાઈફને સેલ્ફી મોકલે તો તમારી આસપાસની વસ્તુને સારી રીતે ચેક કરી લેવી. 

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment