મહાભારત અનુસાર આ ચાર અવગુણ માણસનું ઉંમર ઘટાડી દે છે, આજના યુગમાં મોટાભાગના લોકોમાં હોય છે આ અવગુણ.
આ દુનિયામાં દરેક જીવજંતુ પોતાની એક ખાસ ઉંમર ભોગવવા માટે જ જન્મ લે છે. જો કે આપણે મનુષ્ય જીવનના મોહમાં મૌતને ભુલાવી દે છે. પરંતુ મૌત એક એવી હકીકત છે, જેને ઈચ્છવા છતાં પણ બદલી ન શકાય. શાસ્ત્રો અનુસાર વ્યક્તિના જન્મની પહેલા જ તેનું મૃત્યુ નિશ્વિત કરી દેવામાં આવે છે.
પરંતુ ઘણી વાર આપણા કર્મોના ચાલતા આ જીવન અને મૃત્યુમાં પરિવર્તન પણ થઈ શકે છે. જેનાથી વ્યક્તિનું ગમે ત્યારે અસમયે પણ મૃત્યુ થઈ શકે છે. એ જ વાત જો મહાભારતની કરવામાં આવે તો મહાત્મા વિદુરે હસ્તિનાપુરના સમ્રાટ ધૃતરાષ્ટ્રને ઉંમર ઓછી કરવા વિશે જણાવ્યું હતું. વેદો અને પુરાણોમાં લખેલા તથ્યો અનુસાર મનુષ્યની ઉંમર 100 વર્ષની જણાવવામાં આવી છે. પરંતુ અમુક કારણો અને ભૂલોને કારણે તેને અસમયે મૃત્યુનો સામનો કરીને જલ્દી પ્રાણ ત્યાગવા પડે છે.
જો કે ધરતી પર એવા કોઈ વ્યક્તિ નથી જે સદા માટે જીવંત રહી શકે. ત્યાં સુધી કે મોટા મોટા દેવતાઓને પણ પોતાનું શરીર ત્યાગવું પડ્યું હતું. પરંતુ વાત આજના સમયની કરીએ તો કળિયુગના આ સમયમાં પાપ એટલું બધું વધી ગયું છે કે, લોકો અજાણતા અમુક એવી ભૂલ કરી રહ્યા છે. જે તેની ઉંમર ઓછી કરવાનું કારણ બની રહ્યું છે. મહાભારત સિવાય અષ્ટાદશમાં પણ જણાવવામાં આવ્યું છે કે, લાલચ, સ્વાર્થ જેવી અન્ય ભાવનાઓ માણસની ઉંમર ઓછી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. તો આજે આ લેખમાં ખાસ એવા ચાર કારણો વિશે જણાવશું. જે માણસની ઉંમર ઓછી કરવા માટે જવાબદાર છે.
ઘમંડ કરવો : માણસમાં સૌથી ખરાબ વસ્તુ છે તેનો ઘમંડ. જે વ્યક્તિ બધાને એક સમાન સમજતો હોત છે એ જ હિન ભાવનાઓથી દુર રહે છે. પરંતુ જે વ્યક્તિના મનમાં ઘમંડ ઘર બનાવી લે છે, તે માત્ર ખુદને જ ઉંચો સમજે છે અને બાકી લોકોને તુચ્છ સમજીને તેનો તિરસ્કાર કરવા લાગે છે. તેનાથી તે વ્યક્તિની ઉંમર પર ખુબ જ અસર થાય છે.
બડબડાટ : માણસ દ્વારા કરવામાં આવતો બડબડાટ પણ મૃત્યુને નજીક લાવે છે. ખરેખર તો જે માણસ વગર વિચાર્યે હદ કરતા વધુ બોલી જાય છે અને સામે વાળાને ઇગ્નોર કરી દે છે, તેઓ ક્યારેય કોઈની સારું ન કરી શકે. એટલા માટે મહાભારત અનુસાર આવા વ્યક્તિની ઉંમર ધીમે ધીમે ઓછી થઈ શકે છે.
માણસનો ક્રોધ : ક્રોધ એક એવી વસ્તુ છે, જે કોઈ પણ વ્યક્તિનું સારું ન કરી શકે. તેવામાં જે મનુષ્ય દરેક સમયે ક્રોધિત રહે છે, તે પોતના દિલ અને દિમાગનું સાંભળી ન શકે અને ન તો સાચા ખોટાને ઓળખવાની સમજ હોય. શાસ્ત્રો અનુસાર માણસનો ક્રોધ તેનો સૌથી મોટો દુશ્મન છે જે તેની ઉંમર ઘટાડવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
દગો દેવાની ફિતરત : દગો એ કોઈ પાપથી કમ નથી. આપણે જ્યારે પણ કોઈ વ્યક્તિની સાથે દગો કરે છે તો તેનો વિશ્વાસ આપણા પરથી હંમેશા માટે ઉઠી જાય છે. એટલા માટે શાસ્ત્રોમાં દગો આપવો એ સૌથી નીચ માનવામાં આવ્યું છે. તેની સીધી અસર આપણા આયુષ્ય પર પડે છે.
નોંધપાત્ર છે કે, મોટા મોટા વૈજ્ઞાનિકો પણ મહાભારતના આ તથ્યોને બદલી નથી શક્યા. ડોક્ટર્સ અનુસાર વ્યક્તિ જલ્દી ગુસ્સો કરે છે તો તેને જલ્દી વૃદ્ધાવસ્થા આવે છે. આ સિવાય ઘમંડ, સ્વાર્થ, ખોટું વગેરેમાણસની સેહ્દ માટે નુકશાનકારક સાબિત થાય છે. મહાભારતના વિદુર અનુસાર….
अतिमानोअतिवादश्च तथात्यागो नराधिप।
क्रोधश्चात्मविधित्सा च मित्रद्रोहश्च तानि षट्।।
एत एवासयस्तीक्ष्णा: कृन्तन्यायूंषि देहिनाम्।
एतानि मानवान् घ्नन्ति न मृत्युर्भद्रमस्तु ते।।
અર્થ : ઘમંડ કરવો, વધુ પડતું બોલવું, ત્યાગનો અભાવ, ગુસ્સો, સ્વાર્થીપણું, દગો એવા મૂળ કારણ છે, જેનાથી માણસની ઉંમર પર સીધી અસર પડે છે. તેમાંથી જો એક પણ આદર કોઈ મનુષ્યમાં આવી જાય તો તેનું ઉંમર ધીમે ધીમે ઓછી થવા લાગે છે.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી