આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીથી પરેશાન રહે છે. એવામાં કેન્સર નામની આ બીમારી દરેક માટે જીવલેણ હોય છે. પણ જો તમને અમુક લક્ષણ દેખાય તો તમે અગાઉ સાવધાન રહી શકો છો. બ્લડ કેન્સર એ પણ એક જીવલેણ રોગ છે. પણ અમુક લોકોને બ્લડ કેન્સર થવાનું જોખમ વધુ રહેલું હોય છે. ચાલો તો આ વિશે વિગતે જાણી લઈએ.
લ્યુકેમિયા એક પ્રકારનું કેન્સર છે જે, વ્હાઇટ બ્લડ સેલ્સને અસર કરે છે. જાણીને નવાઈ લાગશે, પરંતુ દર વર્ષે 60 હજારથી વધુ લોકોને લ્યુકેમિયા થાય છે. લ્યુકેમિયા થવાનું રિસ્ક ઉંમરની સાથે સાથે વધતું જાય છે, છતાં પણ આ બીમારી 20 વર્ષથી નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. વાસ્તવમાં, લ્યુકેમિયા બ્લડ અને બોન મેરોનું કેન્સર છે. આમ તો કેન્સર ગમે ત્યાં થઈ શકે છે પરંતુ, લ્યુકેમિયા ત્યારે વિકસિત થાય છે જ્યારે બોન મેરોમાં લ્યુકેમિયા સેલ્સની ઝડપથી વૃદ્ધિ થાય છે. જે ઝડપથી બોન મેરોના અન્ય નોર્મલ બ્લડ સેલ્સથી વધારે થઈ જાય છે.
પરિણામે લ્યુકેમિયા સેલ્સ બ્લડ સ્ટ્રીમમાં નોર્મલ બ્લડ સેલ્સના રિલિજને બંધનકર્તા કરી મૂકે છે. તેનાથી અલગ અલગ અંગો અને ટિશૂઝને પૂરતા પ્રમાણમાં ઑક્સીજન મળતું નથી. આ બધી સ્થિતિઓને કારણે શરીર સંક્રમણ અને બ્લડ ક્લોટ્સ માટે પ્રોન થઈ જાય છે. લ્યુકેમિયામાં થાક, વજન ઘટવો, વારંવાર સંક્રમિત થવું, એનીમિયા, હાડકાનો દુખાવો અને બ્લીડિંગ જેવા અમુક લક્ષણો જોવા મળે છે.
ખાસ વાત એ છે કે, તમે ક્યારેય પણ જાણી શકતા નથી કે તમને લ્યુકેમિયા કેવી રીતે થયું, કારણ કે તેનું કોઈ સટીક કારણ હોતું નથી. છતાં પણ વૈજ્ઞાનિકોએ તેના અમુક રિસ્ક ફેક્ટર્સની શોધ કરી છે.
આ 8 પ્રકારના લોકોને રહે છે લ્યુકેમિયા થવાનું જોખમ:
મહિલાઓની સરખામણીએ પુરુષોમાં વધુ જોખમ:- આમ તો લ્યુકેમિયા અથવા બ્લડ કેન્સર કોઈને પણ થઈ શકે છે. પરંતુ મહિલાઓની સરખામણીએ પુરૂષોમાં તેના કેસ સૌથી વધુ જોવા મળે છે.
કેન્સર થેરેપિ લેનારા લોકો:- જો તમે એક એવા વ્યક્તિ છો, જે કિમોથૈપી અને રેડીએશન થેરેપિ માંથી પસાર થઈ રહ્યા છો, તો એવામાં અમુક પ્રકારના લ્યુકેમિયાનું જોખમ વધી જાય છે.
ઇલેક્ટ્રોમેગ્નેટ ક્ષેત્રની આસપાસ રહેતા લોકોમાં:- લાંબા સમય સુધી વીજળી લાઇન પાસે અથવા ટાવરના સંપર્કમાં રહેવું કોઈ વ્યક્તિના એએલએલ એટલે કે, એક્યૂટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયાના વિકાસના જોખમને વધારી શકે છે.
ધૂમ્રપાન કરનારા:- જોવામાં આવે તો ધૂમ્રપાન ડાઇરેક્ટ લ્યુકેમિયાનું કારણ નથી. પરંતુ, જે વ્યક્તિ નિયમિત રૂપથી સિગારેટ પીવે છે તેમાં એક્યૂટ માઈલોયડ લ્યુકેમિયાનું જોખમ વધવાની સંભાવના વધુ રહેલી છે.
65 વર્ષથી વધુ ઉંમરના લોકો:- મોટાભાગે લ્યુકેમિયાનું જોખમ ઉંમરની સાથે વધતું જાય છે. એક્યૂટ માઈલોયડ લ્યુકેમિયા, ક્રોનીક લિમ્ફોસાઈટિક લ્યુકેમિયાથી પીડિત રોગીનું આયુષ્ય 65 વર્ષ અને તેનાથી વધારે હોય છે. જોકે એક્યૂટ માઈલોયડ લ્યુકેમિયાના મોટા ભાગના કેસ 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં જોવા મળે છે.
કેમિકલના સંપર્કમાં રહેનાર વ્યક્તિઓ:- જો કોઈ વ્યક્તિ ગેસોલીન માં જોવા મળતા બેંજિન જેવા કેમિકલના સંપર્કમાં આવે છે તો, તે લ્યુકેમિયાથી પીડિત થઈ શકે છે.
આનુવંશિક વિકારથી ગ્રસિત વ્યક્તિને લ્યુકેમિયાની સંભાવના:- આનુવંશિક અસામાન્યતાઓ લ્યુકેમિયાના વિકાસમાં એક ભૂમિકા ભજવે છે. અમુક આનુવંશિક વિકાર જેમકે, ડાઉન સિન્ડ્રોમ લ્યુકેમિયાના વધતાં જોખમથી જોડાયેલ છે.
ફેમિલી હિસ્ટ્રી:- મોટાભાગે લ્યુકેમિયાને કોઈ પારિવારિક સંબંધ હોતો નથી. જોકે તમે કોઈ સીએલએલ રોગીના ફર્સ્ટ ડિગ્રી સંબંધી છો અથવા કોઈ આઇડેંટિકલ ટ્વિન છો તો તે વ્યક્તિને લ્યુકેમિયા વિકસિત થવાનું જોખમ રહી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી