મિત્રો આપણે જોઈએ છીએ કે, બાળકોને અમુક વસ્તુઓ ખવડાવવી જોઈએ કે નહિ. જો કે તમે બાળકોને દરેક ફળો આપતા હશો. પરંતુ ક્યારેક એવી મુશ્કેલી થતી હોય છે. બાળકને ફળ ખવડાવવા કે પછી તેનો રસ કે જ્યુસ આપવું. આ સમયે તમે મૂંઝવણ અનુભવો છો. ત્યારે અમે તમારી આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ.
જ્યારે બાળક નાનું હોય છે તો તેની ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત હોય છે. એક પેરેન્ટ્સની હેસિયતથી આપણે બધા આપણા બાળકને બેસ્ટ આપવા માંગતા હોઈએ છીએ. જ્યારે બાળક નાનું હોય છે ખાસ કરીને 1 વર્ષથી નાનું, તો તેને શું ખવડાવવું શું નહીં તે વાતને લઈને પેરેન્ટ્સ ખુબ જ પરેશાન રહેતા હોય છે. 6 મહિના સુધી બાળકને માત્ર દૂધ પીવડાવવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ત્યાર બાદ બાળકને કઠણ પદાર્થો ખવડાવવાના શરૂ કરી દેવામાં આવે છે.
આ દરમિયાન પેરેન્ટ્સ બાળકની ખાણીપીણીને લઈને ખુબ જ ચિંતિત રહે છે. તેમને લાગે છે કે, બાળકને જ્યારે કઠણ પદાર્થ ખવડાવવામાં આવે છે તો તે ખાવામાં તેને તકલીફ થશે. કારણ કે આ ઉંમર સુધી બાળકના દાંત આવ્યા હોતા નથી. સાથે જ જો દાંત આવે તો પણ તે ભોજનને સરખી રીતે ચાવવામાં અસમર્થ હોય છે. માટે પેરેન્ટ્સ બાળકને કઠણ પદાર્થ ખવડાવવાની જગ્યાએ જ્યુસ પીવડાવવાનું પસંદ કરે છે.
આપણામાંથી મોટાભાગના લોકો બાળકને ફળ ખવડાવવાની જગ્યાએ તેનું જ્યુસ પીવડાવતા હોય છે. કારણ કે એવું માનવામાં આવે છે કે, ફળનું જ્યુસ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ સવાલ એ છે કે, શું બાળકને ફળ ખવડાવવાની જગ્યાએ જ્યુસ પીવડાવવું બરોબર છે ? શું બાળકને જ્યુસ પીવડાવવાથી ફળ ખવડાવ્યા સમાન ફાયદાઓ મળે છે ? આ લેખમાં એક્સપર્ટ પાસેથી જાણીશું બાળકને ફળ ખવડાવવા વધારે ફાયદાકારક છે કે જ્યુસ પીવડાવવું ?
બાળકને ફળ ખવડાવવું વધારે ફાયદાકારક છે કે જ્યુસ પીવડાવવું ? : એક્સપર્ટના મત મુજબ ઘણા લોકો વિચારે છે કે, બાળકોને ફળનું જ્યુસ આપવું આખું ફળ ખવડાવ્યાની સરખામણીએ સારું છે. કારણ કે તેમની પાસે ફળને કાપવા કે ચાવવા માટે દાંત હોતા નથી. જે યોગ્ય નથી. વાસ્તવમાં ફળના રસ કે અન્ય ડ્રિંક્સની તુલનાએ બાળકોને ફળ ખવડાવવા વધારે ફાયદાકારક હોય છે કારણ કે, ફળ ફાઈબરથી ભરપૂર હોય છે સાથે જ તેમનું ટેક્ષ્ચર પણ અલગ અલગ હોય છે.
જેનાથી ફળ ખાવા માત્ર તેમના શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ મૌખિક સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. ત્યાં સુધી કે ઇંડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ (IAP)ની માનીએ તો, 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફળોનું જ્યુસ પીવડાવવાની સલાહ આપવામાં આવતી નથી. તમે 2 થી 5 વર્ષના બાળકોને દિવસમાં 125ml જ્યુસ આપી શકો છો અને 5 વર્ષથી ઉપરના બાળકોને 20ml જ્યુસ આપી શકો છો.
ફળોના રસની બદલે ફળ ખાવા શા માટે સારા છે ? : જ્યુસમાં માત્ર ફળોનો રસ હોય છે, જ્યારે ફળોનો રસ કાઢવામાં આવે તો ફળોના ગુદા અલગ થઈ જાય છે. જેમાં ફળોમાં રહેલ ફાઈબર અને અન્ય પોષકતત્વો નીકળી જાય છે. જ્યુસમાં માત્ર ફળોનો રસ અને શુગર રહી જાય છે. સાથે જ તે વધારે મીઠા પણ હોય છે. સાથે જ જ્યારે આખા ફળ ખાવામાં આવે તો, પાચન સરખું થાય છે અને પોષકતત્વોનું અવશોષણ પણ સરખી રીતે થઈ શકે છે.
એક્સપર્ટ શું સલાહ આપે છે ? : જો તમે બાળકને ફળની બદલે જ્યુસ આપો છો તો તેનાથી બાળકનું પાચન ખરાબ થઈ શકે છે. ફળોના રસના વધારે સેવનથી પેટમાં દુખાવો, પેટ ફૂલવું, ઝાડા, અનુચિત વજન વધવો જેવી બીમારીઓ થઈ શકે છે. નાના બાળકો માટે પપૈયા, કેળા, કેરી જેવા બીજ વગરના ફળોનું સેવન સૌથી સારું ગણવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી