તમે જાણો છો તેમ મોટાભાગના લોકો પોતાનું વધતું વજન ઓછું કરવા માટે અનેક પ્રયાસો કરે છે. પરંતુ આ વજન ઓછો કરવાના ચક્કરમાં તમે તમારા શરીર સાથે ખોટું કરો છો. કારણ કે ખોટી ખાણીપીણીને કારણે તમને શારીરિક રીતે નુકશાન થઈ શકે છે. આથી તમે વજન ઓછો કરવા માટે જો ખોટા પગલા ભરી રહ્યા હો તો તમારે આ લેખ પ્રથમ વાંચવો જોઈએ.
યુવાઓમાં આજકાલ ટાઈગર શ્રોફ અને વિદ્યુત જામવાલ જેવા બાઈસેપ્સ અને સિક્સ પેક એબ્સ બનાવવાનું ઘણું ચલણ જોવા મળે છે. નેચરલ ડાયેટ અને એકસરસાઈઝની સાથે પણ આવી બોડી બનાવી શકાય છે. પરંતુ જલ્દી બોડી બનાવવા માટે લોકો, સામાન્ય રીતે શોર્ટકટ અજમાવતા હોય છે જે શરીર માટે ખુબ જ જોખમભર્યું છે. મસલ્સ ગેન કરવા માટે ઘણા લોકો સ્ટેરોઈડનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે, જેને લેવાની સલાહ કોઈ પણ સર્ટીફાઇડ ટ્રેનર કે ડોક્ટર આપતા નથી. હાલમાં જ એક આવો કેસ સામે આવ્યો છે જેમાં સ્ટેરોઈડના ઘાતક સાઈડ ઇફેક્ટ્સ સામે આવ્યા છે.
બોડી બનાવવા માટે અજમાવ્યો હતો આ શોર્ટકટ : દિલ્હીમાં રહેનાર પવન (24) થોડા સમય પહેલા જલ્દી બોડી બનાવવાના ચક્કરમાં સ્ટેરોઈડ લેવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેને જરા પણ અંદાજો ન હતો કે, સ્ટેરોઈડના ભયાનક સાઈડ ઇફેક્ટ્સ તેના શરીરની આ હાલત કરશે. પવને જણાવ્યું કે, સ્ટેરોઈડ લીધા બાદ તેની તબીયત અચાનક ખરાબ થવા લાગી. તેનું વજન એકદમ ઘટી ગયું. મહિનાઓ સુધી જિમમાં પરસેવો પાડીને તેણે જે મસલ્સ બનાવ્યા હતા તે પૂરા થઈ ગયા.
ખરાબ રીતે ડેમેજ થયા મસલ્સ : પવને જણાવ્યું કે, સ્ટેરોઈડ લીધા પહેલા તેનું વજન લગભગ 65 કિલો હતું, પરંતુ સ્ટેરોઈડના સાઈડ ઇફેક્ટ્સ બાદ માત્ર એક મહિનામાં તેનું વજન ઘટીને માત્ર 49 કિલો રહી ગયું. સ્ટેરોઈડ લીધા બાદ તે ન તો રૂટિનમાં વર્કઆઉટ કરી શકતો હતો કે ન તો સરખી ડાયટ ફોલો કરી શકતો હતો. જિમમાં એકસરસાઈઝ પછી શરીર માટે પ્રોટીન ખુબ જરૂરી હોય છે. પરંતુ સ્ટેરોઈડ લીધા બાદ તેનું શરીર પ્રોટીન ડાયજેસ્ટ જ કરી શકતું ન હતું તેના કારણે પણ તેણે ઘણી સમસ્યા થઈ.
શું હોય છે ડાયનાબોલ ? : પવને જણાવ્યું કે, તેણે મસલ્સ બનાવવા માટે ડાયનાબોલ અથવા ડી-બોલ સ્ટેરોઈડ લીધું હતું. તેનાથી શરીરમાં ઝડપથી પ્રોટીનનું નિર્માણ થાય છે અને મસલ્સ ગેન થાય છે. તે મસલ્સ સાઇઝ અને તાકાત વધારવા માટેની એક જોખમભરી ટેક્નિક છે. સર્ટીફાઇડ ટ્રેનર અને ડોક્ટર તેને લેવાની સલાહ બિલકુલ પણ આપતા નથી.
સ્ટેરોઈડના સાઈડ ઇફેક્ટ્સ : મસલ્સ બિલ્ડીંગ માટે ડાયનાબોલનો ઉપયોગ ખૂબ જ જોખમભર્યો સાબિત થઈ શકે છે. હેલ્થ લાઈનની એક રિપોર્ટ મુજબ, ડાયનાબોલના સેવનથી, વાળ અને સ્પર્મ પ્રોડક્ટસ પર ખરાબ અસર પડે છે. સાથે જ ખીલ, હાઇ બ્લડ પ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ, ખરાબ ડાયઝેશન અને લીવર ડેમેજ જેવી સમસ્યાઓ થઈ શકે છે. માટે તમે ભૂલથી પણ આ ભૂલ ન કરતાં. હંમેશા નેચરલ રીતથી જ મસલ્સ ગેન કરવા.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી