દીકરી હોય કે દીકરો, બાળકોના ભવિષ્યની જરૂરિયાત પૂરી કરવા માટે સારી એવી કમાણી અને બચત હોવી જરૂરી છે. પહેલા બાળકોનો અભ્યાસ, ત્યાર બાદ તેની નોકરી અને લગ્ન સુધીમાં બેહિસાબ પૈસાનો ખર્ચ થાય છે. તેમાં પણ હવે તો નર્સરી ક્લાસમાં પણ એડમીશન માટે લાખો રૂપિયા લાગે છે. તેવામાં અભિભાવક બાળકોના જન્મથી જ તેના ભવિષ્ય માટે પૈસા બચાવવા શરુ કરી દે છે.
આપણે બાળકોના સારા ભવિષ્ય માટે બચત કરવાનું શરુ કરી દઈએ છીએ, પરંતુ જે રીતે મોંઘવારી વધી રહી છે, આપણે બચાવેલા પૈસા ભવિષ્યમાં સક્ષમ નહિ હોય. માટે યોગ્ય રીતે પૈસાનું રોકાણ કરવું ખુબ જ આવશ્યક છે. તો ચાલો જાણીએ રોકાણ કરવાની સૌથી બેસ્ટ ટીપ્સ.
પ્લાનિંગ સાથે કરો રોકાણ : આપણે હંમેશા પૈસાને પ્લાનિંગ સાથે જ બચાવવા જોઈએ. સારા પ્લાનિંગનની સાથે કરવામાં આવેલ રોકાણ જ મોંઘવારીને માત આપી શકે છે અને સારું રિટર્ન આપી શકે છે. આમ તો બજારમાં રોકાણ માટેના ઘણા ઓપ્શન છે, પરંતુ સુરક્ષિત રોકાણ માટે લોકો સરકારી સ્કીમમાં પૈસા લગાવે છે.
પણ સરકારી સ્કીમમાં રિટર્ન ખુબ જ ઓછું મળે છે. તેવામાં મ્યુચ્યુઅલ ફંડ એક એવું માધ્યમ છે જે થોડી થોડી માત્રામાં પૈસા લાંબા સમય સુધી રોકાણ કરી શકો છો. અને સરકારી યોજનાઓના બદલે રિટર્ન પણ વધુ મળે છે.
તમે સિપના માધ્યમથી મ્યુચ્યુઅલ ફંડમાં થોડી થોડી માત્રામાં પૈસા લાંબા સમય સુધી રોકાણ કરી શકો છો. અને આજનું મામુલી એવું રોકાણ કાલ એક મોટું ફંડ બનાવી શકે છે. જો તમે દીકરીના લગ્ન અથવા ઉચ્ચ શિક્ષા માટે પૈસા બચત કરવા ઈચ્છતા હો તો મ્યુચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ છે.
12 થી 15 % વર્ષનું રિટર્ન : જો તમે કોઈ સારા મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવા તેમાં 1,000 રૂપિયા મહિનાના હિસાબથી 20 વર્ષ સુધી રોકાણ કરો છો તો તમારા 1-1,000 રૂપિયા ભેગા થઈને 20 વર્ષ પછી 30 લાખ રૂપિયાથી વધુ ફંડ બની જશે. માર્કેટ એક્સપર્ટ લાંબા સમય સુધી રોકાણ પર 12 થી 15% વર્ષની રિટર્નનો હિસાબ માનીને ચાલે છે.
1,000 રૂપિયાના હિસાબથી 20 વર્ષમાં તમારા 2.40 લાખ રૂપિયા જમા થાય છે. 12% ના રિટર્ન અને કમ્પાઉન્ડીંગ વ્યાજના હિસાબથી આ પૈસા જોડીને 31 લાખથી વધુ થઈ જાય છે. અને આ પૈસાથી બાળકોનું ભવિષ્ય બહેતર બનાવી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી