મિત્રો આજના સમયમાં દરેક લોકો WhatsApp નો ઉપયોગ કરતા જ હોય છે. તેમજ વોટ્સએપને પણ ઘણીવાર અપડેટ કરવું પડે છે. આમ કરવાથી તમારા WhatsApp માં નવા નવા ફીચર આવતા જાય છે અને તમને નવી નવી ફેસીલીટી મળતી રહે છે. પણ હાલ એવા ન્યુઝ આવી રહ્યા છે કે, જો તમે WhatsApp એકાઉન્ટ માટેની શરતો નહિ માનો તો તમારે પોતાનું એકાઉન્ટ ડીલીટ કરવું પડશે. ચાલો તો આ અંગે પૂરી વિગત શું છે તે જાણી લઈએ.
મિત્રો જો તમે આ નવા વર્ષમાં પોતાના મોબાઈલમાં WhatsApp નો ઉપયોગ કરવા માંગો છો તો યુઝરે તેની તમામ શરતોનો સ્વીકાર કરવો પડશે. તમને જણાવી દઈએ કે, WhatsApp એ પોતાની ટર્મ્સ અને પ્રાઈવેસી પોલીસીને અપડેટ કરી છે અને તેની નોટીફીકેશન મંગળવારે સાંજે ધીમે ધીમે બધા વોટ્સએપ યુઝર્સને આવવા લાગી છે.
જો યુઝર્સ WhatsApp ની બધી શરતોને નહિ સ્વીકારે તો તેણે પોતાનું એકાઉન્ટ ડીલીટ કરવું પડશે. જો કે, પહેલા એવી માહિતી આપવામાં આવી હતી કે આ શરતો પહેલા 8 ફેબ્રુઆરી 2021 થી લાગુ પડશે. પણ હાલ ધીમે ધીમે રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે. આ જાણકારી WABBetainfo એ એક સ્કીનશોર્ટ દ્વારા શેર કરી છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જો યુઝર્સએ પોતાનું WhatsApp એકાઉન્ટ શરૂ રાખવું હોય તો આ શરતોને સ્વીકારવી જ પડશે. જો હજુ ‘not now’ નો ઓપ્શન દેખાઈ છે. પણ WhatsApp યુઝર્સની આ પોલીસી એક્સેપ્ટ કરવા માટે 8 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યાં સુધીમાં આ પોલીસીને એક્સેપ્ટ કરવી પડશે, નહિ તો એકાઉન્ટ ડીલીટ થઈ જશે.
આ સિવાય તમને જણાવી દઈએ કે, આ WhatsApp ની અપડેટ પોલીસીમાં કંપનીને આપવામાં આવતી લાયસન્સની ઘણી વાતો લખી છે. તેમાં લખ્યા અનુસાર અમારી સર્વિસેઝને ઓપરેટ કરવા માટે WhatsApp ને, જે કન્ટેન્ટ તમે અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ, અને રીસીવ કરો છો તેને યુજ, રી-પ્રોડ્યુસ, ડીસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરવા માટે આખી દુનિયામાં નોન-એક્સક્લુસિવ, રોયલ્ટી ફ્રી, સબ્લીસેસેબલ અને ટ્રાન્સફરેબલ લાયસન્સ આપીએ છીએ.આમ WhatsApp એ પોતાની ટર્મ્સ અને પ્રાઈવેસી પોલીસીને અપડેટ કરી છે. તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે, આ લાયસન્સમાં તમારા દ્વારા આપવામાં આવેલ અધિકાર, અમારી સેવાઓના સંચાલન, અને ઉપલબ્ધ કરાવવાના સીમિત ઉદ્દેશ્ય માટે છે. આમાં એમ પણ કહેવામાં આવે છે કે, ફેસબુક બિઝનેસ માટે તમારા ચેટને કેવી રીતે સ્ટોર અને મેનેજ કરશે. WhatsApp ના પ્રવક્તાએ પણ નવી શરતોને લઈને પહેલા પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, WhatsApp નો ઉપયોગ કરવા માટે તેમની શરતોને સ્વીકારવી જરૂરી છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી