આ સમયે દેશની સરકારી અને પ્રાઈવેટ બેંકોમાં FD પર ખુબ જ ઓછું વ્યાજ મળી રહ્યું છે. તેવામાં અમુક બેંકોએ પોતાને ત્યાં FD કરાવે છે તો ઘણી સુવિધાઓ અને ઓફર આપે છે. તેમાંથી એક છે હેલ્થ ઇન્શ્યોરન્સ. આ સમયે DCB બેંક અને ICICI બેંકમાં જો કોઈ ગ્રાહક FD કરાવે તો હેલ્થ ઇન્શ્યોરન્સ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. ચાલો આ બેંકો મળતા હેલ્થ ઇન્શ્યોરન્સ વિશે વિશેષ માહિતી જાણીએ.
FD પર હેલ્થ ઇન્શ્યોરન્સ : જે બેંકમાં FD પર હેલ્થ ઇન્સ્યોરન્સની સુવિધા મળે છે, તેના માટે તે બેંક બીજી ઇન્શ્યોરન્સ કંપની સાથે ટાઈપ કરે છે. તેમજ અલગ અલગ બેંક તરફથી આપવામાં આવેલ હેલ્થ પોલીસીમાં પણ ખુબ જ અંતર હોય છે. તેમને જણાવી દઈએ કે, DCB બેંકે પોતાના ગગ્રાહકોને હેલ્થ ઇન્સ્યોરન્સ આપવા માટે ICICI Lombard સાથે ટાઈપ કર્યું છે. તેમજ આવી રીતે જ ICICI બેંક પણ પોતાને ત્યાં FD કરાવવા માટે ગ્રાહકોને હેલ્થ ઇન્શ્યોરન્સની સુવિધા આપી રહી છે.
નિશ્વિત વ્યાજદર પર હેલ્થ ઇન્સ્યોરન્સ : DCB બેંક અને ICICI બેંક તરફથી જાહેર કરવામાં આવેલ વ્યાજદરો પર જ ગ્રાહકને હેલ્થ ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે. પરંતુ આ ઇન્સ્યોરન્સની બંને બેંકો એ અલગ અલગ સમય સીમા નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે, DCB બેંક તરફથી FD પર 700 દિવસ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે. તેમજ ICICI બેંક તરફથી પુરા બે વર્ષ માટે હેલ્થ ઇન્શ્યોરન્સની સુવિધા આપવામાં આવે છે.આટલી રકમ પર મળે છે હેલ્થ ઇન્શ્યોરન્સ : મોટાભાગની બેંકમાં ઓછામાં ઓછું અને વધુમાં વધુ રકમની FD પર હેલ્થ ઇન્શ્યોરન્સની સુવિધા આપવામાં આવે છે. જેમ કે DCB બેંક તરફથી સ્વાસ્થ્ય પ્લસ પોલીસી માટે ઓછામાં ઓછી 10 હજાર રૂપિયાની FD કરાવવી ફરજિયાત છે. તેમજ ICICI બેંકમાં 2 થી 3 લાખ રૂપિયાની FD પર હેલ્થ ઇન્શ્યોરન્સની સુવિધા આપવામાં આવી રહી છે.
બેંકો તરફથી FD પર મળતા હેલ્થ ઇન્સ્યોરન્સ પર સીમિત કવર હોય છે. ઉદાહરણ તરીકે જોઈ તો ICICI બેંક તરફથી ગંભીર બીમારીના ઈલાજ માટે વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્શ્યોરન્સ આપવામાં આવે છે. તેમજ આ પોલીસીમાં ઉંમરની બાધા પણ રહે છે. જેમ કે DCB બેંકની સ્વાસ્થ્ય પ્લસ પોલીસી માટે 50 થી 70 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.હેલ્થ ઇન્શ્યોરન્સ લેતા સમયે ધ્યાન રાખવા જેવી બાબત : જો તમે માત્ર આ પ્રકારની પોલીસીનો ફાયદો લેવા માંગતા હો તો FD કરાવો લો. તો તેના તમારે તેની બધી જ શરતો અને નિયમોને બરોબર જાણવા જોઈએ. કેમ કે ઘણી બેંકો તરફથી 2 વર્ષની FD પર માત્ર 1 એક વર્ષ માટે જ હેલ્થ ઇન્શ્યોરન્સ આપવામાં આવે છે. આ સિવાય બેંકોએ વધુમાં વધુ અને ઓછામાં ઓછું રકમની FD કરવા પર હેલ્થ ઇન્શ્યોરન્સના કવરની રકમ પણ નક્કી કરી રાખેલ છે. એટલા માટે જ નિયમો અને સૂચનાઓ હેલ્થ ઇન્શ્યોરન્સ લેતા પહેલા ચેક કરવા જોઈએ.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very helpful.