ભારતમાં બર્ડ ફ્લુનો પ્રકોપ ધીમે ધીમે વધવા લાગ્યો છે. બર્ડ ફ્લુ એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ (H5N1) ના કારણે થાય છે. આ એક વાયરલ ઇન્ફેકશન છે જે સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા અન્ય પક્ષીઓ, જાનવરો અને માણસોમાં ફેલાય છે. પરંતુ બર્ડ ફ્લુનો હાલ ઘણા રાજ્યમાં પ્રકોપ વધવા લાગ્યો છે તો ઘણી જગ્યાએ પક્ષીઓને મારવાનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
બર્ડ ફ્લુ ઘણા પ્રકારના હોય છે, પરંતુ H5N1 પહેલો એવો એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે જે માણસને સંક્રમિત કરે છે. બર્ડ ફ્લુ પ્રવાસી જળ પક્ષીઓ ખાસ રીતે તો જંગલી બતકથી જ પ્રાકૃતિક રીતે ફેલાય છે. આ વાયરસ પાલતું મુર્ગીઓમાં આસાનીથી ફેલાય જાય છે. આ બીમારી સંક્રમિત પક્ષીના મળ, નાક અને સ્ત્રાવ, મોં અને લાળ અથવા આંખોથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાય છે.
સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા જાનવર અને માણસ ખુબ આસાનીથી સંક્રમિત થઈ જાય છે. આ વાયરસ એટલો ખતરનાક હોય છે કે, તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે. તેના ફેલાવાથી સૌથી વધુ ખતરો મુર્ગી પાલન સાથે જોડાયેલા લોકોને થાય છે. આ સિવાય સંક્રમિત જગ્યાઓ પર જતા લોકો, સંક્રમિત પક્ષીઓના આવતા લોકો, કાચું અથવા અડધું પાકેલું ઈંડું અથવા મુર્ગી ખાવા વાળા સંક્રમિત દર્દીની દેખભાળ કરવા વાળા લોકોને પણ બર્ડ ફ્લુ થાય છે.આ છે લક્ષણો : બર્ડ ફ્લુ થવા પર કફ, ડાયેરિયા, તાવ, ઉધરસ, શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાઓ, માથાનો દુઃખાવો, માંસપેશીયોમાં દુઃખાવો, પેટમાં દુઃખાવો, ઉલટી, ન્યુમોનિયા, ગળામાં ખરાશ, નાકમાંથી પાણી નીકળવું, બેચેની, આંખોમાં ઇન્ફેકશન જેવી સમસ્યા થઈ શકે છે. જો તમને લાગે છે કે, તમને બર્ડ ફ્લુ થઈ શકે છે તો કોઈના સંપર્ક આવો એ પહેલા ડોક્ટર મળી લેવું જોઈએ.
કેવી રીતે કરવો જોઈએ બચાવ : બર્ડ ફ્લુથી બચવા માટે અમુ સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. પોતાના હાથને 15 સેકેંડ સુધી ધોવા જોઈએ. હાથને વારંવાર સાબુ વડે ધોવા જોઈએ. સેનિટાઈઝર હંમેશા સાથે જ રાખવું જોઈએ. જ્યારે હાથ ધોઈ ન શકો ત્યારે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.સંક્રમિત પોલ્ટ્રીફાર્મમાં જવું અને ત્યાં કામ કરી રહેલા લોકોના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. પોલ્ટ્રીફાર્મમાં કામ કરતા અથવા ત્યાં જતા લોકોએ PPE કીટ પહેરીને જવું જોઈએ. તેમજ ડિસ્પોઝેબલ ગ્લવ્ઝ પહેરવા અને ઉપયોગ બાદ તેનો નાશ કરી દેવો જોઈએ.
ફૂલ સ્લીવ કપડા અને શુઝ પહેરવાનો આગ્રહ વધુ રાખવો જોઈએ. છીંક અથવા ઉધરસ આવે તો તમારા મોં ને બરોબર કવર કરો. શ્વાસ દ્વારા બર્ડ ફ્લુનું સંક્રમણ રોકવા માટે માસ્ક અથવા મોં પર રૂમાલ બાંધી રાખો.ટીશ્યુ પેપરનો ઉપયોગ કર્યા બાદ તેને કચરાપેટીમાં જ નાખો. જો તમે બીમાર હો, તો બને ત્યાં સુધી ભીડભાડ વાળી જગ્યાઓ પર જવાથી બચો. બર્ડ ફ્લુની પણ કોઈ વેક્સીન નથી એટલા માટે બચાવ માટે ફ્લુની વેક્સીન પણ લગાવી શકો છો. પરંતુ તમે કોઈ પણ જગ્યાએ જાવ ત્યાં ઉપર જણાવેલ જાણકારીને બરોબર ફોલો કરશો તો બર્ડ ફ્લુથી અવશ્ય બચી શકો છો.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very helpful