મિત્રો દરેક લોકો એવું ઈચ્છે છે કે, તેનું સ્વાસ્થ્ય હંમેશા સારું અને તંદુરસ્ત રહે. માટે તે હંમેશા પોતાના શરીરની તંદુરસ્તીનું ધ્યાન રાખે છે. તેમજ ઘણા ઘરેલું ઉપચાર પણ કરે છે. તેમ છતાં પણ ક્યારેક આપણું શરીર ખુબ નબળું પડી જાય છે. આજે આ લેખમાં અમે તમને જણાવશું શરીરને થતી ખાસ aતેથી જ જો તમે કેમ ખ્યાલ આવે કે તમારા શરીરમાં કઈ તકલીફ છે. તો મિત્રો તે જાણવા માટે તમારે આ લેખ વાંચવો ખુબ જરૂરી છે.
મિત્રો દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે, તેનું શરીર તંદુરસ્ત રહે અને તંદુરસ્ત રહેવા માટે તેણે યોગ્ય દિનચર્યાથી લઈને ખાવા-પીવા પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. મોટાભાગના લોકો પોતાનું ધ્યાન રાખવાનું ત્યારે શરૂ કરે છે કે, જ્યારે તેમણે પોતાની કોઈક બીમારી વિષે ખબર પડે છે. ઘણા એવા લક્ષણ પણ છે જે બતાવે છે કે, તમે અંદરથી સ્વસ્થ નથી. તો ચાલો જાણીએ એ લક્ષણો વિશે. આ લક્ષણો જો તમને તમારા શરીરમાં દેખાય તો નજરઅંદાજ ન કરવા જોઈએ.
ખરાબ સ્કીન : મિત્રો ઘણી વખત તમારી સ્કીન પણ તમારી બિમારી વિષે તમને જણાવતી હોય છે. ખીલની સમસ્યા એ ખરાબ લાઈફસ્ટાઈલ, હાઇજિન, નીંદર, પાચન અને ખાણીપીણી સાથે જોડવામાં આવે છે. આ લક્ષણને ઓળખીને તમારી લાઇફસ્ટાઇલ અને ખાનપાનમાં સુધારો કરવો જોઈએ. નહિ તો મોટી મુશ્કેલીનો કરવો પડે છે સામનો.આંખ સ્વસ્છ ન હોવી : જ્યારે તમારી આંખોમાં ચમક ન હોય તો તે પણ કેટલીક બીમારી તરફ ઈશારો કરે છે. હેલ્થ હેલ્થ એક્સપર્ટના કહેવા અનુસાર આંખના ઉતકોનું સાફ હોવું, સ્વસ્થ આંખોની નિશાની છે. જો તમારી આંખો પીળી છે તો આ ગોલબ્લેડર, લીવર પૈક્રિયાસની સમસ્યા દર્શાવે છે. તેમજ આંખનું લાલ થવું તે પણ ખરાબ તંદુરસ્તીનો સંકેત આપે છે, જેમ કે ઊંઘ પૂરી ન થવી અથવા આંખોમાં ખુબ વધારે પડતું દબાણ હોવું.
નખનો રંગ અને બનાવટ : તમારા નખનો આકાર, બનાવટ અને રંગથી પણ તંદુરસ્તી વિશે જાણી શકીએ છીએ. નખ પીળા થવા તે બતાવે છે કે, તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન નથી થતું અને બ્લડનું પ્રમાણ વધારે નથી બની રહ્યું. જો કે, કોઈક વાર સ્મોકિંગ અથવા ખરાબ નેલપોલિશને લીધે પણ થઈ શકે છે. જો તમારા નખ સારી રીતે વધી રહ્યા નથી તો તમારા શરીરમાં ન્યુટ્રીશનની કમી હોય શકે છે.
નસકોરા બોલવા : જોર-જોરથી નસકોરા બોલવા એ પણ કોઈ ગંભીર બિમારીનું સંકેત હોય શકે છે. સ્લીપ એપનીય, વજન વધારો, દિલથી જોડાયેલી કોઈ બિમારી, અને સ્ટ્રોક જેવી હેલ્થ કંડીશનને લીધે પણ નસકોરા બોલે છે. જો કે લોકો તેને સામાન્ય લક્ષણ સમજીને જવા દે છે. પરંતુ આ એક સંકેત છે કે, તમે બધી રીતે સ્વસ્થ નથી. જો તમે પણ ક્યારેક નસકોરા બોલે છે તો તમારા ડોક્ટરનો જરૂર સંપર્ક કરવો.પેટમાં ગેસ થવો : હેલ્થ એક્સપર્ટ્સના કહ્યા પ્રમાણે એક સ્વસ્થ વ્યક્તિ સરેરાશ પ્રતિદિન 10 થી 20 વખત ગેસ પાસ કરે છે. જો તમારે તેનાથી વધારે ગેસ બને છે તો આ એક સંકેત છે તમે આટલા સ્વસ્થ નથી જેટલા તમે વિચારો છો. જો કે ખાવા-પીવાની કોઈક વસ્તુથી પણ ગેસ થાય છે. પરંતુ આ તંદુરસ્તી સાથે જોડાયેલુ હોય શકે છે. લૈક્ટોઝ ઇટોર્લરેન્સ, ખરાબ પાચન અને સીલીએક બીમારીથી પણ શરીરમાં વધારે ગેસ થાય છે.
યુરીનનો રંગ : તમારા યુરીનનું રંગ પણ બતાવે છે કે, તમે કેટલા સ્વસ્થ છો. ડોક્ટરના કહ્યા પ્રમાણે યુરીનના રંગ અને સ્મેલથી પણ બિમારીની ખબર પડી શકે છે. જો તમારા યુરીનનો રંગ ડાર્ક છે અને તેમાંથી વાસ આવે છે તો તમારા ડોક્ટરનો સંપર્ક કરવો.દરરોજ થાકનો અનુભવ થવો : ઊંઘ પૂરી ન થવાથી અથવા વધારે કામ કરવાથી પણ થાકનો અનુભવ થાય છે. તેની સિવાય ડિહાઈડ્રેશન, આયરનની કમી, એકસરસાઈઝ ન કરવી અને વધારે મીઠાસ વાળું ખાવાથી પણ થાક લાગે છે. જો તમને વારંવાર થાકનો અનુભવ થાય છે તો ડોક્ટરનો સંપર્ક કરવો.
આમ, ઉપર આપેલી માહિતીથી પરથી જાણી શકાય છે કે, આપણા શરીરમાં આવા સંકેત જોવા મળે તો આપણે બેદરકારી ન રાખવી જોઇએ અને ડોક્ટરનો સંપર્ક કરીને સલાહ લેવી જોઈએ. જેનાથી આગળ જઈને મોટી બીમારીનો ભોગ ન બનીએ.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી