ચોમાસુ સ્વાસ્થ્ય માટે ઘણીવાર ભારે પડી શકે છે. ચોમાસામાં અનેક પ્રકારની સમસ્યા થવાનું જોખમ રહે છે અને આવી સમસ્યાઓમાં વધતી જતી સંખ્યા ડાયેરિયાની છે. ભલે ડાયરિયા એલર્જી, ફૂડ પોઇઝનિંગ અથવા ક્રોનિક પરિસ્થિતિઓમાં થાય છે, પરંતુ તે હંમેશા તમારા આહાર સાથે સંબંધિત છે.
ડાયરિયા પાચન તંત્ર સંબંધિત એક રોગ છે જેનું મુખ્ય લક્ષણ ઝાડા છે. ડાયરિયા થવાનું મુખ્ય કારણ વાયરલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન હોય છે. તેનું કારણ ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ, મેલાબસોર્પ્શન, રેચક અને અન્ય દવાઓ જેવી કે એન્ટિબાયોટિક્સ, હોર્મોનલ વિકાર વગેરે પણ હોઈ શકે છે. ડાયરિયા થવા પર ઉબકા પેટમાં દુખાવો ઝાડા, સોજો, ડિહાઇડ્રેશન, તાવ, મળમાં લોહી આવવું જેવા લક્ષણો શરીરમાં જોવા મળે છે. એવામાં ડાયેરિયામાં શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે.હેલ્થ એક્સપર્ટ પ્રમાણે ડાયેરિયા થવા પર તમારે ડાયટનું ખાસ ધ્યાન રાખવું સૌથી જરૂરી છે. ડાયેરિયા નિયંત્રિત કરવા માટે કેટલાક અલગ પ્રકારના ડાયટ-પ્લાન હોવા જોઈએ અને કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ. તો આવો આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું કે ડાયરિયા (ઝાડા) થવા પર તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ.
ડાયરિયા થાય તો શું ખાવું જોઈએ:- હેલ્થ એક્સપર્ટ પ્રમાણે ડાયેરિયામાં કેળા, રાઈસ, સફરજન અને ટોસ્ટનું સેવન સૌથી ફાયદાકારક હોય છે. ડાયરિયા થવા પર સુપાચ્ય અને ઘરનો બનાવેલો ખોરાક જ લેવો. ડાયરિયા થવા પર લો ડાયટરી ફાઇબરનું સેવન કરવું. સલાડ એટલે કે કાચા ફળ અને શાકભાજી ખાવાથી બચવું. ઓછા મસાલેદાર ખોરાકનું સેવન કરવું. તમે ઓટમીલ, દલીયા, બાફેલા બટાકા ખાઈ શકો છો. ચોખા અને મગની દાળની ઢીલી ખીચડી ખાઈ શકો છો. પ્રોબાયોટિક વસ્તુઓ એટલે કે દહીંનું વધુ થી વધુ સેવન કરો. વઘારે લિક્વિડ વસ્તુઓ અને ઘણું બધું પાણી પીવો. પાણીમાં ઓઆરએસ નાખીને કે મીઠું અને ખાંડનું શરબત બનાવીને પી શકો છો. નારિયેળ પાણી, ઇલેક્ટ્રોલાઇટ વોટર અને સ્પોર્ટ્સ ડ્રિન્ક પણ પી શકો છો.ડાયરિયા થાય તો કઈ વસ્તુઓનું સેવન કરવાથી બચવું:- દૂધ અને તેના ઉત્પાદન, તળેલી વસ્તુઓ, મસાલેદાર ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ, કાચા શાકભાજી, ડુંગળી, મકાઈ, ખાટા ફળ, આલ્કોહોલ, કોફી, સોડા, કાર્બોનેટેડ ડ્રિન્ક, કૃત્રિમ મીઠાઈ વગેરે.
ડોક્ટર પાસે ક્યારે જવું:- ડાયરિયા 24 કલાકમાં નિયંત્રિત ન થાય, દર 3 કલાકે ટોયલેટ જવું પડે. 102 ડિગ્રી ફેરનહીટ તાવ હોય. આંસુ વિગર રડવું. મળ કાળો અથવા લોહીવાળો હોય.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી