ગર્ભાવસ્થામાં મહિલાઓએ પોતાની ખાણીપીણી ને લઈને ખાસ સાવચેતી રાખવાની જરૂર હોય છે. તેમજ આ સમયે વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. શા માટે વધુ પાણી પીવું જોઈએ કારણ કે તેનાથી બાળક અને માતાનું સ્વાસ્થ્ય સારું રહે છે. શરીરનો કચરો પેશાબ વાટે નીકળી જાય છે.
શરીરમાં પાણીની સરખી માત્રા બોડીને હાઈડ્રેટ રાખે છે અને શરીરના વેસ્ટને સરળતાથી બહાર કાઢે છે. સરખી માત્રામાં પાણી પીવાથી યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, બ્લેડર ઇન્ફેક્શન અને કિડની ઇન્ફેક્શનનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ગર્ભવતી મહિલાઓ માટે સરખી માત્રામાં પાણી પીવું ખૂબ જરૂરી ગણવામાં આવે છે. પ્રેગ્નેન્ટ મહિલાઓએ એક દિવસમાં 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણીથી બોવેલ મુવમેંટ સરળતાથી કામ કરે છે. મોટાભાગની મહિલાઓએ આ અવસ્થા દરમિયાન કબજિયાતની ફરિયાદ રહેતી હોય છે. પરંતુ પ્રોપર પાણી પીવાથી આ સ્થિતિથી બચી શકાય છે. જાણી લઈએ કે ગર્ભાવસ્થા દરમિયાન દરરોજ કેટલા લિટર પાણી પીવું જોઈએ.પહેલી ત્રિમાસી:- હેલ્થલાઇનની રિપોર્ટ મુજબ, શરૂઆતી મહિનાઓમાં તમને ખૂબ થાક અનુભવાઈ શકે છે. માટે તે સુનિશ્ચિત કરવું કે, તમે પાણી પીવાથી વધુ યુરીન કરવાતો નથી જય રહ્યા ને. જેટલી વાર પણ યુરીન કરવા જાઓ, તેનાથી થોડું વધુ પાણી જ પીવું જોઈએ. જેથી ડિહાઈડ્રેશન જેવી સ્થિતિથી બચી શકાય. પાણી તમને શક્તિ આપવાનું કામ કરે છે. તમારા શરીરનો બગાડ બહાર નીકળી જવાથી તમારું પેટ સારું રહે છે.
બીજી ત્રિમાસી:- બીજી ત્રિમાસીમાં આવતા આવતા મહિલાઓ ખાવાની માત્રા વધારી દે છે. આ સમયે મહિલાઓને સામાન્યથી 350 કેલરી વધુ લેવાની જરૂર હોય છે. દરેક કેલોરીનું સેવન કરીને 1.5ml પાણી પીવું જોઈએ અને આ હિસાબથી આખા દિવસનું પાણી ઇનટેકની માત્રા ફિક્સ કરવામાં આવે છે. તમારે તમારી ડાયેટમાં 340 મિલીલીટર પાણી વધારવાની જરૂર હોય છે.ત્રીજી ત્રિમાસી:- લાસ્ટના ત્રણ મહિનામાં પણ ખાવાની જરૂરિયાત વધી જાય છે અને 450 કેલોરીનું વધુ સેવન કરવામાં આવે છે. આ મુજબ આ સમયે હજુ પણ વધુ પાણી પીવું જોઈએ. જેનાથી શરીરને સરખી રીતે હાઈડ્રેશન પ્રાપ્ત થઈ શકે. પાણી સાથે અન્ય લિક્વિડ ડ્રિંક્સનું પણ સેવન કરી શકો છો. છેલ્લા ત્રણ મહિનામાં તમારે દરરોજ 450 મિલીલીટર પાણીની માત્રા વધારવી જોઈએ.
આમ મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન પાણીનું સેવન વધારી દેવું જોઈએ. જે બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. જો તમે પાણીનું સેવન પૂરતા પ્રમાણમાં નથી કરતા તો તમને પુરતું પોષણ નથી મળતું. તેમજ અપૂરતા પોષણને કારણે બાળકને નુકશાન થઇ શકે છે. તેમજ આ સમયે દવાનું સેવન પણ થતું હોય છે આથી પાણીનું સેવન જરૂરી છે. ખોરાકની બાબતે પણ મહિલાઓએ હેલ્દી ખોરાકનું સેવન કરવું જોઈએ. થોડીઘણી કસરત પણ કરવી જોઈએ. જેનાથી તમારું શરીર હલનચલન કરી શકે. અને બાળકનું સ્વાસ્થ્ય પણ હેલ્દી અને મજબુત બને છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી