99% ભારતીય લોકોને ખબર નથી કે ભોજનમાં રોટલી કેમ અને ક્યાંથી આવી, જાણો રોજ ખવાતી રોટલીના અઢળક ફાયદા અને તેનો ઈતિહાસ…

મિત્રો આપણે જાણીએ છીએ તેમ ભારત દેશને આઝાદ કરવા માટે અનેક આંદોલન થયા છે. તેમાં અનેક વીરોએ પોતાનું બલિદાન આપ્યું છે. આવા જ એક આંદોલન ની વાત કરીએ તો ચપાતી આંદોલનનું આઝાદીમાં મહત્વની ભમિકા રહી છે. રોટલી ભારતીયોની સાથે સાથે દક્ષિણ એશિયાના નિવાસીઓની ખાણી-પીણીનો મુખ્ય સ્ત્રોત છે. આ ક્ષેત્રોમાં ચોખા, વગેરે પણ ખૂબ ખાવામાં આવે છે. પરંતુ પેટ અને મનને તો રોટલી ખાઈને જ તૃપ્તિ મળે છે. વેજ સબ્જી હોય કે નોન-વેજ રોટલીની સાથે જ તેનો આનંદ વધે છે. સ્વસ્થ શરીર માટે રોટલી આવશ્યક આહાર છે, તેનું કારણ એ જ છે કે તેમાં અનેક ગુણ રહેલા છે. તે શરીરમાં જીવ આપે છે. વર્ષોથી ખવાતી રોટલી પર સાહિત્યકારો, શાયરોએ ઘણું બધુ લખ્યું છે. કારણ કે, તે માને છે કે, ભૂખને તો રોટલી જ શાંત કરી શકે છે. 

સો-સો પ્રકારના નાચ દેખાડે છે રોટલી:- કવિઓને પણ રોટલીએ ઘણા રંગ દેખાડયા છે. તેમણે તેના મિજાઝ પર અલગ-અલગ વાતો કરી છે. સૂફી કવિ આમિર ખુશરોની મશહૂર પહેલીઓમાંથી એક ‘રોટી જલી ક્યોં? ઘોડા અડા ક્યોં? પાન સડા ક્યોં?’ માં રોટલીનું ઝીક્ર છે. તેનો જવાબ છે ‘ફેરા (ઊલટ-પૂલટ) ન થા.’ ભક્તિકાળના પ્રમુખ કવિ સૂરદાસે પોતાના મહાકાવ્ય ‘સુરસાગર’ના દશમ સ્કંધમાં માતા યશોદા દ્વારા બાલ ક્રુષ્ણ અને ભાઈ બલરામને ભોજન કરાવતાનું વર્ણન કરતાં લખ્યું છે કે, ‘પટરસ વ્યંજન કો ગનૈ, બહુ ભાંતી રસોઈ, સરસ કનિક બેસન મિલે, રુચિ રોટી પોઇ….’ આગળ વધીએ, અઢારમી સદીમાં જનકવી અને ઉર્દુ મશહૂર શાયર નજીર અકબરાબાદીએ રોટલી પર લાંબી નજ્મ (કવિતા) લખતા કહ્યું છે કે, ‘સો-સો તરહ કે નાચ દિખાતી હે રોટીયા, જબ આદમી કે પેટમે આતી હૈ રોટીયા.’આમ અનેક કવિઓ અને શાયરોએ પોતાની કવિતામાં રોટલી વિશે અનેક રોચક વાતો કરી છે.કવિતાથી લઈને ફિલ્મો સુધી ઝીક્ર છે રોટલીનું:- આઝાદીની લડાઈમાં ‘ચપાતી આંદોલન’ અંગ્રેજોને ખાસા હેરાન કર્યા હતા. તે સમયે તે આંદોલન પર બનેલા લોકગીતોએ લોકોને આઝાદીની લડાઈમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા. આધુનિક કાળના કવિઓને પણ રોટલીએ ખૂબ રિજાવ્યા છે. રાષ્ટ્રકવિ રામધારી સિંહ ‘દિનકર’ પોતાની મશહૂર કવિતા ‘રોટી ઓર સ્વાધીનતા’માં લખે છે કે, ‘આઝાદી રોટી નહીં, મગર, દોનોમે કોઈ વેર નહીં. પર કહી ભૂખ બેતાબ હુઈ તો આઝાદી કી ખેર નહીં.’ દેશના મશહૂર શાયર તેમજ ફિલ્મી ગીતકાર ગુલઝારે પોતાની બાયોગ્રાફી ‘બોસકિયાના’માં મશહૂર સાહિત્યકાર પ્રેમચંદની વાર્તા ‘ઈદગાહ’નું ઝીક્ર કરતા કહ્યું છે કે, ‘મુજે ઈદગાહ પઢને કી યાદ આથી હૈ. મુંશી પ્રેમચંદની વાર્તા હતી. વાર્તા એક નાના બાળકની છે જે દાદીને હાથથી સેકાતી રોટલીઓ ઉપાડતાં જુએ છે….એટલે કે રોટલી દરેક જગ્યાએ છે. 

ફિલ્મોની પણ વાત નિરાળી છે. વર્ષ 1942માં મહેબૂબની બનાવેલી ‘રોટી’ ફિલ્મ અને આ જ નામથી રાજેશ ખન્ના અભિનીત ફિલ્મ (1974)એ જોર મચાવ્યું હતું. વર્ષ 1974માં જ મનોજ કુમારની બનાવેલી ફિલ્મ ‘રોટી, કપડાં ઔર મકાન’ જબરદસ્ત હિટ રહી હતી. તો ભોજપુરી કલાકાર ખેસારી લાલ યાદવના ગાયેલા ગીત ‘સૈયા કે બેલલ રોટી ખયાલુ એ જાન’ને સોશિયલ મીડિયા પર 14 કરોડથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.સિંધુ ઘાટિની સભ્યતામાં ખાવામાં આવતી હતી રોટલી:- માનવામાં આવે છે કે, રોટલીની ઉત્પતિ ભારતીય ઉપમહાદ્વીપમાં થઈ હતી. તે ભારત અને આસપાસના દેશોમાં આજે પણ ખાવામાં આવે છે. તેનો ઇતિહાસ ખૂબ જૂનો છે. કારણ કે, સિંધુ ઘાટિની સભ્યતામાં ઘઉં ઉગાડવામાં આવતા હતા, માટે ત્યાં રોટલી પણ પકવવામાં આવતી હતી અને ખાવામાં આવતી હતી. દાવો એ પણ છે કે, રોટલીની ઉત્પતિ પૂર્વી આફ્રિકામાં થઈ, જ્યાં સ્વાહીલી લોકો ફ્લેટ બ્રેડ રોટલી ખાતા હતા. હજુ હાલમાં થયેલી એક રિસર્ચ મુજબ, ઉત્તર-પૂર્વ જોર્ડનમાં શોધાર્થીઓને એક એવી જગ્યા મળી છે, જેને લઈને કહેવામા આવે છે કે, ત્યાં લગભગ સદા 14 હજાર વર્ષ પહેલા ફ્લેટ બ્રેડ એટલે કે રોટલી પકવવામાં આવી હતી. ત્યાના પથ્થરના બનેલા ચૂલામાં રોટલી પકવવામાં આવી હતી. તે પરથી એ તો સ્પષ્ટ છે કે, હજારો વર્ષોથી ભારતના ભોજનમાં રોટલી સમાવિષ્ટ છે. 

‘ચરકસંહિતા’ માં પુએ, સત્તુનું વર્ણન, રોટલીનું નહીં:- હેરાનીની વાત એ છે કે, પ્રાચીન આયુર્વેદીક ગ્રંથ ‘ચરકસંહિતા’માં પુએ, સત્તુ અને તેના પીણાંનું વર્ણન છે, પરંતુ ત્યાં સીધી રીતે રોટલી વિષે કોઈ જાણકારી નથી. મુઘલકાળમાં રોટલીનું ચલણ ખૂબ હતું. તે દરમિયાન સામાન્ય રોટલી સિવાય ખમીરી રોટલી, શિરમાળ, રૂમાલી રોટલી ખાવામાં આવતી હતી. બદલાતા સમય સાથે રોટલીના ઘણા પ્રકાર થયા તેમાં નાન, ઘણા પ્રકારના પરોઠા, મિસ્સી રોટલી, લચ્છા પરોઠા, તંદૂરી રોટલી વગેરે સમાવિષ્ટ છે. ઘણા મિનરલ્સ અને વિટામીન્સથી ભરપૂર છે રોટલી:- આપણને લાગે છે કે રોટલીના ગુણ સાધારણ જ હશે, કારણ કે, લોટ જ તો છે. પરંતુ એવું નથી રોટલી ઘણા ગુણોથી ભરપૂર છે. રોટલીમાં મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ અને આયરન સહિત વિટામિન બી અને ઇ પણ મળે છે. રોટલી એંટીઓક્સિડેંટ પણ છે, જે શરીરની કેશિકાઓને ક્ષતિગ્રસ્ત થવાથી બચાવે છે. તેમાં ફાઈબર છે જે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે. તે ભૂખને શાંત કરે છે માટે આખા દિવસને સક્રિય રાખે છે. 

વધુ રોટલી ખાવાથી સુસ્તી અને થાક:- ઘઉંમાં ઝીંક પણ હોય છે, જેના કારણે સ્કીન ચમકદાર બને છે. રોટલીની વધારે સેવન શરીર માટે સમસ્યાનું કારણ બની શકે છે. તેમાં કાર્બોહાઈડ્રેડની માત્રા વધુ હોય છે. માટે તેના વધુ સેવનથી થાકની પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. શરીરમાં આળસ ચડી જાય છે. વધુ રોટલી ખાધી મતલબ, વજન વધવાનું શરૂ. શુગર પણ વધી શકે છે. રોટલી જો સંતુલિત માત્રામાં ખાવામાં આવે તો કોઈ સમસ્યા નથી. આમ રોટલી એ ભારતીય લોકોનું મુખ્ય ખોરાક છે. તેમાંથિયા નેક વિટામીન અને મિનરલ્સ મળે છે. તેમજ તે અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment