મિત્રો જેમ કે તમે જાણો છો તેમાં હાલ ચોમાસાના દિવસો શરુ છે. જો કે વરસાદ દરેક લોકોને ગમે છે. તેમાં ન્હાવાની મજા આવે છે. ચારેબાજુ લીલોતરી છવાઈ જાય છે. કુદરતી દ્રશ્ય ખુબ જ રમણીય હોય છે. કુદરતની ગોદમાં આ ઋતુમાં એક અલગ જ અનુભવ થાય છે. પણ આ ઋતુ એવી છે કે તેમાં મોટાભાગના લોકો બીમાર પડે છે. આથી આ ઋતુમાં તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવાની જરૂર પડે છે. ચાલો તો આ ઋતુમાં તમારે કઈ બે વસ્તુઓ ન ખાવી જોઈએ.
શ્રાવણ મહિનો એ દરેક હિંદુઓ માટે એક પૂર્ણ ધાર્મિક મહિનો માનવામાં આવે છે. આખો મહિનો ભગવાન શિવજીની આરાધનામાં લોકો વિલીન થઇ જાય છે. એવામાં જરૂરી છે કે ભક્તિ કરવા માટે તમે શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ બની રહો. અને જ્યાં સ્વાસ્થ્યની વાત આવે છે સૌથી મોટો મુદો એ છે કે ખાનપાન કેવું હોવું જોઈએ. શ્રાવણ મહિનામાં મુખ્ય રૂપે ચોમાસું શરુ હોય છે. આથી આ સમયે ખાવાપીવામાં વિશેષ કાળજી રાખવાની જરૂર પડે છે. શ્રાવણ મહિનામાં શું ખાવું જોઈએ?:- આયુર્વેદ અનુસાર ઋતુ અનુસાર ખાનપાન ના નિયમ શરીરમાં વાત, પિત્ત અને કફની સંરચના ને આધારે કરવામાં આવે છે. ભારતમાં ખાનપાનની આદત આંશિક રૂપે મૌસમી ઉત્પાદો પર આધાર રાખે છે. વાત એ મુવમેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે જયારે પિત્ત ચયાપચય અને કફ સરંચના અને પાણીનું પ્રતિનિધિત્વ કરે છે. મૌસમમાં બદલાવની સાથે તે બધા જ અલગ અલગ વ્યવહાર કરે છે અને તેની કાર્યપ્રણાલી ઘણી હદ સુધી આપણા ખાનપાન અને દૈનિક જીવનશૈલી પર નિર્ભર કરે છે. હમેશા એવું થાય છે કે શ્રાવણ અને ભાદરવો મહિનામાં લીલા પાનવાળી શાકભાજી અને દહીંથી દૂરી રાખવાનું કર્હેવામાં આવે છે. પણ કેમ? ચાલો તો જાણી લઈએ.
શ્રાવણ ભાદરવામાં આ વસ્તુઓથી સાવધાન રહેવું:- આયુર્વેદની પારંપરિક ચિકિત્સા પ્રણાલીમાં ઋતુચાર્યમાં આહાર અને જીવનશૈલીના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિયમ ચાર ઋતુ અનુસાર આપેલા છે. તેના અનુસાર શ્રાવણ ભાદરવા મહિનામાં શરીરમાં વાત ઉત્તેજિત થવા લાગે છે અને પિત્ત કાર્ય વધારવા લાગે છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધવા લાગે છે. આથી આ મહિનામાં એ બધી જ વસ્તુઓથી સાવચેતી રાખવી જોઈએ જેનાથી વાત અને પિત્તની પ્રકૃતિ વધે છે.લીલા પાનવાળી સબ્જી અને દહીં તબિયત બગાડી શકે છે:- આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં વાતની વૃદ્ધિ થયા છે અને શરીરને તંદુરસ્ત રાખવા માટે વાતને વધારતા બધા ખાદ્ય પદાર્થથી સાવચેતી રાખવી જોઈએ. એવામાં લીલા પાનવાળી સબ્જી વાતને વધારે છે. આથી શ્રાવણ મહિનામાં તેનાથી સાવધાની રાખવી જોઈએ. જયારે ભાદરવા દરમિયાન દહીથી સાવચેતી રાખવા વિશે આયુર્વેદ માને છે. ભાદરવા મહિનામાં દહીં અને તેનાથી બનેલ કોઈપણ વસ્તુઓને ખાવાથી બચવું જોઈએ. કારણ કે આ જ એ સમય હોય છે જયારે શરીરમાં પિત્ત વધે છે. એવામાં આ વસ્તુઓ શરીરમાં ત્રણેય દોષના સંતુલન ને બગાડી શકે છે. જેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા વધી શકે છે.
મેડીકલ સાયન્સ – દહીં અને પાનવાળી સબ્જી ન ખાવી જોઈએ:- આધુનિક ચિકિત્સા વિજ્ઞાન અનુસાર વરસાદના દિવસોમાં મોટેભાગે જમીનના કીડાઓ ઉપર આવી જાય છે અને લીલી શાકભાજીને સંક્રમિત કરી દે છે. ઘણીવખત તેની ઉપસ્થિતિ માનવ શરીર માટે વિષાક્ત બની શકે છે. અને આ જ કારણ છે કે શ્રાવણ મહિનામાં પાનવાળી સબ્જીઓ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. ભાદરવા દરમિયાન દહીં અને તેનાથી બનેલ વસ્તુઓથી સાવચેતી રાખવી જોઈએ. ચિકિત્સા વિજ્ઞાનનું માનવું છે કે શરાબ, ઢોસા, ઈડલી અને ઢોકળા વગેરે સહીત ખાદ્ય પદાર્થ ન ખાવા જોઈએ. કારણ કે તેનાથી ઋતુને કારણે શરીર સંક્રમણ ના ચપેટમાં આવી જાય છે.ચોમાસામાં દહીં અને પાનવાળી સબ્જીનું આ રીતે સેવન કરો:- જો તમે ચોમાસા દરમિયાન દહીં અને પાનવાળી સબ્જીનું સેવન કરવા માંગો છો તો તેના ઉપયોગની રીત જાણી લો. દહીનું સેવન સૌથી પહેલા એક ચપટી શેકેલું જીરાનો પાવડર તીખાનો પાવડર અને કાળું મીઠું મિક્સ કરી દો. જયારે પાનવાળી સબ્જીનો ઉપયોગ કરતા પહેલા તેને નવશેકા ગરમ પાણીમાં ધોઈ લો. પછી સારી રીતે પકાવીને ખાવ. સલાડમાં કાચું ખાવાની ભૂલ ન કરો. આ રીતે ચોમાસામાં તમારા સ્વાસ્થ્યને બગડી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી