મિત્રો, અનેક લોકોની અલગ અલગ આદતો કે ટેવ હોય છે. જેમ કે કોઈ પણ કામ કરતા સમયે કોઈના પગ સતત હાલતા હોય છે, કોઈ વાંચતી વખતે ખુબ હાલક-ડોલક થતું હોય છે, તો કોઈ હાથ-પગની વિચિત્ર હરકતો કરતા હોય છે. ઘણીવાર તમને તેનો ખ્યાલ પણ નથી હોતો કે તે પોતે આવું કરી રહ્યા છીએ. પરંતુ જ્યારે તેને કોઈ બીજા દ્રારા ટોકવામાં આવે ત્યારે તેને તેનું ભાન થાય છે. તો મિત્રો, આપણી આવી અનેક આદતો માની એક આદત છે કે આપણે ઘણીવાર હાથની આંગળીના ટચાક્યા ફોડતા હોય છે. મિત્રો, શું તમને ખબર છે કે, આમ કરવાથી તમને નુકસાન પણ થાય છે ? જો ન જાણતા હો, તો આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
જેમ આગળ વાત કરી તેમ આંગળીના ટચાક્યા ફોડવા એ સારી આદત નથી. આ આદત વિશે આપણે ત્યાં આપણા વડીલો પાસે ઘણીવાર સાંભળ્યું હશે કે, આમ ન કરવું જોઈએ, તેમ ન કરવું જોઈએ. પરંતુ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ આપણે નથી જાણતા હોતા. તો ચાલો આ વિશે થોડું જાણી લઈએ.
ઘણી વાર આપણે કોઈ કામ કરતા સમયે અથવા તો જ્યારે ફ્રી થઈએ ત્યારે આંગળીના ટચાક્યા ફોડીએ છીએ. વાસ્તવમાં આમ ન કરવું જોઈએ. કેમ તેની પાછળ તર્ક અને તથ્ય રહેલું છે.આપણા શરીરમાં અનેક જગ્યા પર સાંધા હોય છે. જેમ કે ઢીંચણ પર, હાથની કોણી પર, અને હાથની આંગળી પર આ સાંધા હોય છે. જે જગ્યા પર સાંધો હોય તે જગ્યા પર થોડો ગેપ એટલે કે ખાલી જગ્યા હોય છે, અને ગેપમાં સીનોવોઈલ નામનું ફ્લુડ હોય છે. જે એક પ્રકારનું લીક્વીડ હોય છે. જેને સીનોવાઈલ કહે છે.
જેમ કોઈ પણ મશીનમાં ઓઈલ કામ કરે એ જ રીતે ફ્લુડ કામ કરે છે. તેવું જ કામ આ સીનોવોઈલનું આપણા જે જગ્યા પર સાંધા છે ત્યાં ઓઈલ જેવું જ કામ કરે છે. જ્યારે આપણે આપણા હાથ-પગ વાંકા-ચુકા કરીએ છીએ ત્યારે તેમાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય તે માટે આ સીનોવોઈલ ઓઈલ જેવું કામ કરે છે.
હવે તમે વિચારતા હશો કે આ ટચાક્યા ફોડીએ ત્યારે અવાજ કેમ આવે છે. તો અમે તમને જણાવી દઈએ કે, જ્યારે આ ફ્લુડમાં કાર્બન ડાયોક્સાઈડ ભળે છે ત્યારે તેમાં ફુગ્ગો થાય છે અને તમે ટચાક્યા ફોડો છો ત્યારે અવાજ આવે છે.
ઘણીવાર લોકો સવારે ઉઠતાની સાથે આંગળીના ટચાક્યા ફોડે છે, તો ઘણા લોકો કી-બોર્ડ પર કામ કરી લીધા પછી, તો ઘણીવાર લોકો ફ્રી હોય ત્યારે કરે છે. પરંતુ હવે ઘણા લોકોનો એવો સવાલ પણ છે કે, એકવાર ટચાક્યા ફોડી લીધા બીજીવાર અવાજ કેમ નથી આવતો. તો તેનું કારણ છે કે, એક વખત કાર્બન ડાયોક્સાઈડ સીનોવોઈલમાં ભળી ગયા પછી તે લગભગ અડધી કલાક પછી ત્યાં જમા થાય છે. આથી બીજીવાર અવાજ નથી આવતો.પરંતુ આમ કાર્બન ડાયોક્સાઈડનું હાડકાઓમાં ભળવું એ ખુબ ખતરનાક છે. કારણ કે આપણા હાડકાઓ એકબીજા સાથે લીગામેંટથી જોડાયેલા હોય છે. તેથી જો તમે આંગળીના ટચાક્યા વારંવાર ફોડતા રહો છો તો તેમાં રહેલ સીનોવોઈલ નામનું લીક્વીડ ખત્મ થઈ જાય છે અને સીનોવોઈલ ખત્મ થઈ ગયા પછી તમને ગઠીયા નામનો રોગ પણ થઈ શકે છે.
આ સિવાય જો તમે વારંવાર પોતાના હાડકાઓને ખેંચો છો, તેનાથી આપણા હાડકાઓની એકબીજાની જે પકડ હોય છે તે છૂટી જાય છે.
જ્યારે આ અંગે થયેલા રીસર્ચ અનુસાર એવું પણ સામે આવ્યું છે કે, આમ આંગળીઓને ખેંચવાથી કોઈ બીમારી નથી થતી. પરંતુ હાડકાઓ નબળા પડવાની શિકાયત જરૂર થાય છે. આ નબળાઈ તરત નથી સામે આવતી, પરંતુ જેમ જેમ ઉમર વીતે તેમ તેમ તેની અસર સામે આવવા લાગે છે. ધીમે ધીમે હાથપગ નબળા પડી જાય છે.