આપણે બધા જાણીએ છીએ કે આપણા ધર્મગ્રંથોમાં કોઈને કોઈ કથા દ્વારા માનવહિતની જ વાત કરવામાં આવી હોય છે. કેમ કે માનવ કલ્યાણ એ સનાતન ધર્મનો ઉદ્દેશ્ય છે. તેમાં મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઘણી બધી જીવનની એવી કડવી વાસ્તવિકતા ઉપર પ્રકાર પાડ્યો છે. તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પાંડવોને પાંચ વાત કળિયુગ વિશે જણાવી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગનું વર્ણમ જણાવ્યું હતું. તો આજે અમે આ લેખમાં તેના જણાવશું.
આપણે બધા જણીએ છીએ કે, હાલ કળિયુગમાં લોકોની નીતિ અને વિચાર શૈલી કેવી છે. કોઈને કોઈ જગ્યાએ વ્યક્તિની નિયત અને નીતિ બંને ખરાબ થતી હોય છે. હજારો વર્ષો પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોએ કળિયુગ વિશે મહત્વની વાત કહી હતી કે, કેવો હશે કળિયુગ ? તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જણાવવામાં આવ્યું તેના વિશે આ લેખમાં અમે તમને જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. > કળિયુગમાં એવા લોકોનું રાજ હશે, જે બંને તરફથી શોષણ કરતા હશે. એટલે કે આજ સુધી આપણે દેશ આઝાદ થયો ત્યાર પછી જોઈએ છીએ કે, આપણા દેશમાં કેટલા ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવ્યા. જે જનતાના પૈસાથી અને સરકારના પૈસાથી, એમ બંને રીતે શોષણ કરે છે. બંને તરફથી પોતાના ખિસ્સા પૈસાથી ભરે છે. જેના વિશે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને જણાવ્યું હતું.
> કળિયુગમાં એવા લોકો રહેશે જે મોટા મોટા પંડિત અને વિદ્વાનો કહેવાશે, પરંતુ તેઓ જોતા રહેશે કે ક્યો માણસ મૃત્યુ પામે અને તેની સંપત્તિ આપણા નામ પર કરી આપે. એવા લોકોનું પ્રમાણ ખુબ જ વધારે હશે, જે પરધનને લેવા માટે અને છીનવી લેવા માટે ખુબ જ આતુર હશે, અને ભાગ્યે જ કોઈ એવો વીર પુરુષ હશે જે કળિયુગમાં પરોપકારનું કામ કરતો હોય અને સંત વિચારો ધરાવતો હોય.
> કળિયુગનો આદમી શિશુપાલ બની જશે. બાળકો માટે એટલી મમતા રાખશે કે, બાળકને વિકાસ કરવાનો અવસર નહિ મળી. કોઈનો દીકરો સાધુ બની જશે તો હજારો લોકો તેના દર્શન કરશે. પરંતુ જો પોતાનો દીકરો સાધુ બની જાશે તો પરિવાર રડશે કે મારા દીકરાનું શું થશે. પરિવારમાં એટલી બધી મમતા હશે કે મોહમાયા અને પરિવારમાં તેને બાંધીને રાખશે અને તેના જીવનને ત્યાં જ ખતમ કરી નાખશે. અંતમાં બાળક અંતહ થઈને મૃત્યુ પામશે.> કળિયુગમાં ધનિક વ્યક્તિ છોકરો અથવા છોકરીના લગ્નમાં, મકાનના ઉત્સવમાં, નાના-મોટા ઉત્સવોમાં લાખો રૂપિયા ખર્ચ કરશે, પરંતુ પડોશીમાં જો કોઈ ભૂખ્યું હશે તો તેનું પેટ ભરવાનો વિચાર નહિ આવે. બીજી બાજુ મોજ-મોજમાં શરાબ, કબાબ, ફેશન અને વ્યસનમાં પૈસા ઉડાવી દેશે. પરંતુ કોઈના બે આંસુ લુછવામાં તેને રૂચી નહી હોય. પરંતુ જે લોકો બીજાના આંસુ લૂછશે, તેના પર કળિયુગનો પ્રભાવ નહિ પડે. તેના પર ભગવાનનો પ્રભાવ પડશે.
> કળિયુગમાં માનવનું મન નીચે પડશે, તેનું જીવન પતિત થશે, તે પતિત જીવન ધનની શિલાઓથી ઉભું નહિ રહે, સત્તાના મોટા વૃક્ષથી પણ નહિ રહે. તે માત્રને માત્ર હરિનામના એક નાના છોડથી, હરિ કિર્તનના એક નાના છોડથી મનુષ્ય જીવનનું પતન અટકી જશે.