ભારતનું એક એવું ફ્રૂટ જે માંસ કરતા પણ વધુ છે તાકાત વાળું, જાણો તેના આશ્વર્યજનક ફાયદા.

મિત્રો તમે લગભગ દરેક ફ્રુટ્સનો સ્વાદ ચાખ્યો હશે અને અમુક ફ્રુટ્સ તો એવા પણ છે, જેનું નામ કદાચ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. આપણે ફળોના રાજા તરીકે કેરી માનવામાં આવે છે અને હાલ ઉનાળો હોવાથી લોકો કેરીને પેટ ભરીને ખાય છે. પરંતુ આ બધામાં એક ફ્રૂટ એવું પણ છે, જેની માંગ વિદેશોમાં પણ એટલી જ છે. વિદેશમાં આ ફ્રૂટ મીટના ઓપ્શનમાં ખાવામાં આવે છે.

ખુબ દાણાદાર, જેનો રસ એકદમ જાડો છે, તેમજ અનેક વિટામીન અને કેલ્શિયમથી ભરપુર આ જેક ફ્રૂટની આજે વિદેશોમાં ખુબ જ માંગ છે. આ ફ્રૂટ ખુબ મોટું અને ભરાવદાર હોય છે. અતિશય મોટા આ ફ્રુટને કાપવું એ પણ એક કળા છે. જેનું આજકાલ દક્ષિણ ભારતના કેરળમાં ઉત્પાદન કરવામાં આવે છે. તો ચાલો આ ફ્રૂટ વિશે વિસ્તારથી જાણી લઈએ અને તેને તમે પણ પોતાના ખોરાકમાં સામેલ કરી શકો છો.

આ ફ્રૂટનું ઉત્પાદન ખુબ જ મોટા પાયે કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર આ આહાર યુક્ત ફ્રૂટનું  ઉત્પાદન ફેઈલ પણ થઈ શકે છે. તેમ છતાં પણ તેનું ઉત્પાદન કેરળમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આમ જેક ફ્રૂટ દુનિયામાં પોતાના ગુણોને કારણે પ્રસરી રહ્યું છે. તેથી જ વિદેશમાં તો જેક ફ્રુટે તો મીટનું સ્થાન લઈ લીધું છે. ફ્રાંસથી લઈને લંડન સુધી તેની માંગ વધી રહી છે. જેક ફ્રૂટ ઉત્પાદન કરનાર કંપનીના પાર્ટનરનું કહેવું છે કે, ‘લોકો આ ફ્રુટને ખુબ પસંદ કરી રહ્યા છે, અમે જેક ફ્રુટના કોફતા બનાવ્યા, જે લોકોને ખુબ ભાવ્યા હતા. ત્યાર પછી દરેક જગ્યા પર જેક ફ્રૂટ ટાકોજ મશહુર થઈ ગયું, આમ દરેક ટેબલ પરથી જેક ફ્રૂટ કટલેટ પ્રસિદ્ધ છે.’

આ સિવાય તમને જણાવી દઈએ કે, જેક ફ્રૂટનું ઉત્પાદન કેરળના ત્રિશુલ સ્થાને થાય છે. અહીં જેક ફ્રૂટ ઉત્પાદન કરનાર કિસાનો વિપુલ પ્રમાણમાં છે. આમ દક્ષિણ ભારતમાં જેક ફ્રૂટને સબ્જીના રૂપે પણ ખાવામાં આવે છે. અને જેનો કેક, આઈસ્ક્રીમ અને જ્યુસ બનાવવામાં પણ ઉપયોગ થાય છે. જેક ફ્રૂટના ઉત્પાદકનું કહેવું છે કે, ‘જેક ફ્રૂટની માંગ આખી દુનિયામાંથી આવી રહી છે. લોકોની માંગ છે કે તેને વિપુલ પ્રમાણમાં જેક ફ્રૂટ જોઈએ છે.’

આમ પશ્ચિમમાં જેક ફ્રુટની માંગ જોઈને જ જેમ્સ જોસેફ એ પોતાની માઈક્રોસોફ્ટના ડાયરેક્ટરની જોબ છોડી દીધી. તેમનું કહેવું છે કે, ‘જેક ફ્રૂટ એક એવું ફ્રૂટ છે જેના પર ખુબ ઓછુ સંશોધન થયું છે.’ તેઓ હાલ જેક ફ્રૂટ 365 નામની કંપની શરૂ કરી છે. આ સિવાય જેમ્સ દુનિયા સામે જેક ફ્રૂટને શાકાહારીના બેસ્ટ ફ્રુટના રૂપે સાબિત કરવા માંગે છે. એમ પણ કહેવાય છે કે, જેક ફ્રૂટનું માત્ર એક જ પીસ ખાવાથી બીમારીઓ પણ દુર રહે છે.

જ્યારે જેક ફ્રુટના એક વિશેષજ્ઞનું કહેવું છે, ‘જેક ફ્રૂટમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, તેમાંથી વિટામીન એ, વિટામીન સી, અને વિટામીન બી હોય છે, જે ખુબ જ ફાયદાકારક છે. આ સિવાય તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, આર્યન વગેરે જેવા ખનીજો મળે છે.’

આમ જોઈએ તો ભારત એ જેક ફ્રૂટના ઉત્પાદનમાં સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. જેક ફ્રૂટને માણસો સિવાય જાનવરો પણ ખુબ લલચાઈને ખાય છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોને કહેવું છે કે, દુનિયામાં જે રીતે જળ અને વાયુ પ્રદુષણ એટલું વધી રહ્યું છે કે, લોકોએ હવે શાકાહાર તરફ વળવું ખુબ જરૂરી છે. જેમાં મીટના ઓપ્શન જેક ફ્રૂટ સૌથી બેસ્ટ છે.’

જોયું ને મિત્રો, જેક ફ્રૂટ એક એવું ફ્રૂટ છે જેનું ઉત્પાદન ભારતમાં થાય છે અને વિદેશોમાં તેની અતિશય માંગ છે. તેમજ માંસાહારના બદલામાં જેક ફ્રૂટ સૌથી સારો વિકલ્પ છે.

Leave a Comment