કાજોલના બાળકોને કાજોલની ફિલ્મો જોવા બિલકુલ પસંદ નથી, તેની પાછળ છે આ મુખ્ય કારણ. 

મિત્રો કાજોલ ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુર છે. મોટા પડદા પર ઘણા સમયથી દેખાઈ નથી. પરંતુ તેના ચાહકો આજે પણ જોવા મળે છે. કાજોલ ફિલ્મોમાં ઓછી દેખાય છે, જો કે તાન્હાજીમાં તેણે પત્ર નિભાવ્યું હતું.  પરંતુ તે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. કાજોલ અને તેના બાળકોની પર્સનલ એક એવી વાત જણાવશું જેને જાણીને તમને ખરેખર આશ્વર્ય થશે. કાજોલના ઘણા ચાહકોએ તેની ફિલ્મો અચૂક જોઈ હશે. પરંતુ તેના બાળકો જ તેનાથી અજાણ છે. તો ચાલો જાણીએ તેનું સાચું કારણ.

ફિલ્મ જગતની સુપર અને સફળ એક્ટ્રેસ કાજોલે પોતાની 18 વર્ષની ઉંમરે જ ઘણી હીટ ફિલ્મો આપી છે. નાની ઉંમરે જ સફળ થનાર આ એક્ટ્રેસ વિશે જાણવા તેના ચાહકો ઉત્સુક હોય છે. એક સફળ અભિનેત્રી તરીકે તેણે અનેક કામયાબ અભિનેતાઓ સાથે પણ કામ કર્યું છે અને પોતે પણ ફિલ્મ દુનિયામાં અનેક પારીતોષિત મેળવ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે, જે એક્ટ્રેસની આખી દુનિયા દીવાની છે તેની ફિલ્મોને તેના જ બાળકો જોવાનું પસંદ નથી કરતા. તમે એકદમ સાચું જ સાંભળ્યું છે. કાજોલના છોકરાઓ તેની મમ્મી જ ફિલ્મ જોવા નથી માંગતા. આ વાત ખુદ કાજોલે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહી હતી.

મધર ડે પર કાજોલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, તેના બાળકો તેની ફિલ્મ નથી જોતા. આગળ તે કહે છે કે, મારા બંને બાળકોને ફિલ્મ જોવાનો શોખ છે, પરંતુ તેઓ મારી ફિલ્મ નથી જોતા. તેનું પહેલું કારણ તો એ છે કે મે વધારે ફિલ્મ બનાવી નથી અને તેનું બીજું કારણ એ છે કે હું ફિલ્મમાં મોટાભાગે રડતી જ હોઉ છું.

કાજોલ વિશે તમને એક વાત જણાવી દઈએ કે, કાજોલે પોતાના બાળકો યુગ અને ન્યાસાનું ખુબ સારી રીતે પાલન કર્યું છે. આ સિવાય કાજોલે એક વર્કિંગ મહિલાના રૂપે ઘણાને પ્રેરણા આપી છે. તેણે એ સાબિત કરી દેખાડ્યું કે માં બન્યા પછી પણ તમારું કેરિયર પૂરું નથી થઇ જતું. કાજોલને જ્યારે તેના માતા બનવાના અનુભવ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘જયારે હું માતા બની ત્યારે મને ખબર હતી કે હું ફેઈલ નથી થઇ શકતી. આ જિંદગી અને ખરાબ વીતી ગયેલી જિંદગી વચ્ચેનો એક મોટો સવાલ હતો.’

આ સિવાય કાજોલ એમ પણ જણાવે છે કે, તેના જીવનમાં તેના બાળકોના કારણે ઘણા નવા પરિવર્તન પણ આવ્યા છે અને તે એક ખુબ સારી અને જવાબદાર વ્યક્તિ બની છે. કાજોલ એવું કહે છે કે, તેના બાળકોએ તેને ખુબ જ હસમુખ બનાવી છે. એ વાત સાચી છે કે કાજોલ પોતાના બાળકોની ખુબ નજીક છે. તેની અને તેના બાળકોના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ રહે છે. હાલમાં જ થોડા દિવસો પહેલા ન્યાસાનો જન્મદિવસ હતો ત્યારે તેના ઘણા ફોટો વાયરલ થયા હતા.

હાલમાં કાજોલની ફિલ્મ દુનિયા અંગે વાત કરીએ તો તેની તાન્હાજી ધ અનસંગ વોરિયર ફિલ્મ આવી હતી. જે ફિલ્મ બોક્સ ઓફીસ પર ખુબ સુપરહીટ રહી હતી.

Leave a Comment