વજન ઘટાડવા માટે લોકો ઘણા પ્રયાસો કરતાં હોય છે, કેમ કે વજન ઘટાડવું એ ખુબ જ મુશ્કેલી વાળું કામ છે. પરંતુ શું તમે જાણો છોએ કે, કાકડીનું સેવન કરવાથી પણ વજન ઘટે છે. પરંતુ જો તમે કાકડીથી વજન ઘટાડતા હો અને તેના સ્વાદથી કંટાળી ગયા હો, તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી અને ન તો તમારે કાકડીનું સેવન છોડવાની.
કારણ કે જો તમે કાકડીનું સેવન કરશો તો તમારો વજન તો ઓછો થશે જ પણ સાથે સાથે તમારા શરીરમાં ચરબી પણ જમા નહીં થાય. જો તમારે રોજ કાકડીને ભોજનમાં લેવી છે તો તમે કેટલીક અલગ રેસિપીને તૈયાર કરીને પણ કાકડીને ખાઈ શકો છો. તેથી તમને કાકડીને ખાવાની તો મજા આવશે અને સાથે જ તમારો વજન પણ ઓછો થશે.વજનને ઓછો કરવા વાળો આ આહાર તમને ભલે બોરિંગ લાગતો હોય, પરંતુ તમે કાકડીથી કરી, રાયતું, સલાડ અને સ્મુદી જેવી ઘણી વેઇટ લોસ રેસિપી તૈયાર કરી શકો છો. આ બધી જ રેસિપી પોષ્ટિક હોવાની સાથે તમારા મોં નો સ્વાદ પણ વધારી દે છે. તમને જણાવી દઈએ કે, કાકડીમાં કેલેરીની માત્રા ખુબ જ ઓછી અને પાણીની માત્રા વિપુલ પ્રમાણમાં હોય છે. આજે લોકો ટોપિંગના રૂપમાં પણ કાકડીનો ઉપયોગ કરે છે. તો આજે આ લેખમાં વેઇટ લોસ કરવા માટે ઉપયોગી એવી કાકડીથી બનતી ખાસ રેસિપી વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
કાકડીનું રાયતું : જો તમને ભોજનમાં રાયતું ખાવું પંસદ છે તો તમે આ વેઇટ લોસ રેસિપીને જરૂરથી ટ્રાય કરો. કાકડી પૌષ્ટિકતાથી ભરપૂર છે, ત્યાં જ દહીં પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ વધુ સારું છે. કાકડીનું રાયતું બનાવવા માટે…કાકડીનું રાયતું બનાવવાની રેસિપી : સૌથી પહેલા તો કાકડીને ખમણી તેને એક વાસણમાં નાખો. તેમાંથી જે વધારાનું પાણી હોય તેને અલગ કાઢી લો અને તેમાં 2 કપ દહીં ઉમેરો. રાયતાનો સ્વાદ વધારવા માટે તેમાં જીરાનો પાવડર, ચપટી ચાટ મસાલો, અડધી ચમચી મરી પાવડર અને સિંધાલુણ મીઠું ઉમેરી શકો છો. જો તમે ચાહો તો આ રાયતામાં અડધો કપ ડુંગળીને પણ ઉમેરી શકો છો. વજનને ઘટાડવા માટે કાકડીનું રાઈતું તૈયાર છે.
કાકડીનું સલાડ : નિષ્ણાંતો ઘણી વાર બપોરના ભોજન પહેલા પોષ્ટિક કચુંબર લેવાની સલાહ આપે છે. તેને વજન ઘટાડવા માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે. વજન ઘટાડવાની પ્રક્રિયામાં લિપ સ્મેકિંગ સલાડ તૈયાર કરી શકાય છે અને નિયમિત રીતે તેનું સેવન કરી શકાય છે.કાકડીનું સલાડ બનાવવાની રેસિપી : એક પ્લેટમાં કાકડી, ટમેટા, ગાજર અને અડધો કપ કોબી અને ડુંગળીને કાપી લો અને બાઉલમાં એકી સાથે મિક્સ કરી લો. સ્વાદ અનુસાર મીઠું, મરી પાવડર અને ચાટ મસાલાને ઉમેરો. આ સલાડના સ્વાદને વધારવા માટે તમે તેની અંદર દાડમના દાણાને પણ ઉમેરી શકો છો. કાકડીનું સલાડ બનીને તૈયાર છે. વજનને ઓછું કરવા માટે તમે આ સલાડનું દિવસમાં બે વાર સેવન કરી શકો છો.
કાકડીની કરી : તમે કેટલાય પ્રકારની કરી બનાવી હશે, પણ તમે ક્યારેય પણ કાકડીની કરી બનાવવાની ટ્રાય કરી છે અને જો નહીં, તો એક વાર જરૂરથી બનાવજો. તેનો સ્વાદ તો ખુબ જ સારો હોય છે અને સાથે જ તેનાથી વજન પણ ઓછું થાય છે.કાકડીની કરી બનાવવાની રેસિપી : એક વાસણમાં એક ચમચી તેલને ગરમ કરવા માટે મૂકો. તેલમાં અડધી ચમચી જીરું અને 4 થી 5 મીઠા લીમડાના પાનને નાખીને થોડી વાર શેકો. પછી ગેસને થોડો ધીમો કરીને તેમાં હળદર અને અડધી ચમચી લાલ મરચાંનો પાવડર નાખો અને હવે તેમાં મીઠાની સાથે બે કાપેલી કાકડીને નાખો. બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. વાસણને ઢાંકી દો અને ધીમા ગેસ પર કાકડીને 10 મિનિટ સુધી ચડવા દો. હવે છેલ્લે આ કરીમાં એક કપ દૂધને ઉમેરો અને હલાવતા રહો. વાસણને ઢાંકી દો અને 5 મિનિટ સુધી પાછું ચડવા દો. ત્યાર બાદ તૈયાર છે કાકડીની કરી, અને લીલા ધાણા અને જીરા પાવડરથી ગાર્નિશ કરો.
કાકડીની સ્મૂદી : કાકડીથી બનેલી સ્મુદી તમારા વજનને ઘટાડવામાં કારગર છે જે, પરંતુ સાથે સાથે ગરમી તેનું સેવન કરવામાં આવે તો શરીરને પણ ઠંડક મળે છે. કાકડીની સ્મુદીથી તમારું શરીર આખો દિવસ હાઈડ્રેટ રહે છે. તો ચાલો જાણીએ કેવી રીતે બને છે કાકડીની સ્મુદી…કાકડીની સ્મૂદી બનાવવાની રેસિપી : સૌથી પહેલા સામગ્રીમાં 1 કાકડી, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી તકમરિયાના બીજ, 5 ફુદીનાના પાન. આં બધું એકઠું કરીને તેને મિક્સ કરીને બ્લેન્ડ કરી લો. પછી તેમાં એક કપ નાળિયેરનું પાણી ઉમેરો. બ્લેન્ડ થઈ ગયા પછી આ ડ્રિંકમાં ચપટી ચાટ મસાલો અને મીઠાને ઉમેરો. તૈયાર છે કાકડીની હેલ્દી સ્મુદી.
ખુબ જ જલ્દી બોડીને શેપમાં લાવવી છે તો આ સ્મૂદીને દરરોજ સવાર-સાંજ પીવો. આ પીવાથી વજન તો ઓછું થશે જ સાથે જ તમારી બોડી પણ શેપમાં આવી જશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી