હાલ કોરોના કાળની બીજી તરંગ ચાલી રહી છે અને કોવિડ-19 થી પૂરો દેશ ચેપની સમસ્યાથી ચિંતામાં છે. આ ચેપ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેવામાં તમે કેટલીક ઘરેલુ ટિપ્સને અપનાવીને આ સમસ્યાથી બચી શકો છો. આ ચેપના કેટલાક લક્ષણો છે, જેમાં એક તો છે મોં નો સ્વાદ જતો રહેવો અને બીજું છે સૂંઘવાની શક્તિ જતી રહેવી. જો કે કોવિડ પોઝિટિવ આવવાથી પણ આવું થતું હોય એવું નથી, પરંતુ વાયરલ ફીવર આવવાથી પણ લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. શરદી-ઉધરસની સમસ્યામાં પણ મોં માં ભોજનનો સ્વાદ નથી આવતો છે અને સુંઘવાની શક્તિ પણ ખુબ જ ઓછી થઈ જાય છે.
કોવિડ-19 પોઝિટિવ હોવાથી લોકોને આ સમસ્યાનો સામનો ઘણા દિવસો સુધી પણ કરવો પડે છે. કેટલાક કેસોમાં તો એવું પણ બને છે કે, કોવિડ નેગેટિવ આવી ગયા પછી પણ મોં માં ભોજનનો સ્વાદ નથી આવતો. આવી સ્થિતિમાં ડોક્ટર કહે છે કે, કોવિડ-19 પોઝિટિવ લોકો પોતાના મોં માં ભોજનનો સ્વાદ પાછો કેવી રીતે લાવી શકે છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે જ્યાં સુધી તમારા શરીરમાં આ વાયરસની અસર હશે ત્યાં સુધી તમારામાં આ લક્ષણો રહેશે.પરંતુ જો કોવિડ-19 નેગેટિવ હોવા પર, તમે તમારી આ સમસ્યાનો હલ લાવવા માટે કેટલાક ઉપાયોને કરી શકો છો. તો આજે આ લેખમાં અમે તમને મોં માં ફરી ભોજનનો સ્વાદ લાવવા માટે ઉપાય જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
સ્ટ્રોનો ઉપયોગ કરો : કેટલાક લોકોને કોવિડ-19 પોઝિટિવ હોવા પર ભોજનમાં ખાટો, મીઠો અને કડવો સ્વાદ તો આવે જ છે, પરંતુ મસાલાનો સ્વાદ અને સુગંધ આવતી નથી. આવું એટલા માટે થાય છે કારણ કે સુગંધ અને સ્વાદની ગ્રંથિ એ એક – બીજાથી જોડાયેલી હોય છે. તેથી એક શક્તિ જતી રહેવાથી બીજી શક્તિ પણ જતી રહે છે. આ સમસ્યામાંથી ધીમે ધીમે મુક્તિ મેળવવા માટે ડોક્ટર કહે છે કે “તમે સ્ટ્રોનો ઉપયોગ કરો અને ધીરે-ધીરે ચૂસવું અને પ્રવાહીનું જ સેવન કરવું. તેનાથી તમને વધુ ફાયદો થશે.”વરિયાળી અને મિશ્રી ખાવ : વરિયાળી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. વરિયાળીનું નિયમિત રીતે સેવન કરવાથી પાચન શક્તિ સારી થાય છે. ઘણા લોકો વરિયાળી અને મિશ્રીનો ઉપયોગ ભોજન પછી માઉથ ફ્રેશનરના રૂપમાં કરે છે. તેનાથી મોં ની દુર્ગંધ દૂર થાય છે અને દાંતની સફાઈ પણ થઈ જાય છે. પરંતુ વરિયાળી અને મિશ્રી ખાવાથી તમારા મોં નો સ્વાદ પણ પાછો આવી જાય છે. ડોક્ટર કહે છે કે, “કોવિડ-19 પોઝિટિવ આવવાથી જરૂરથી મોં નો સ્વાદ ચાલ્યો જ જાય છે, પરંતુ રિકવરી થવાથી તે પાછો પણ આવી જાય છે. આ સમસ્યાને સુધારવા માટે તમે મિશ્રી અને વરિયાળીનો ઉપયોગ પણ કરી શકો છો. મોં ના સ્વાદની સાથે જ તમારી પાચન શક્તિમાં પણ સુધારો આવે છે.”
વરિયાળીના અન્ય કેટલાક ફાયદાઓ : જો તમને કફ છે અને તેના કારણે ઉધરસ, કંજેશન અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો વરિયાળીના સેવનથી તમને આરામ મળી શકે છે. જો વરિયાળીનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો વજનને પણ કેટલીક હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. વરિયાળીને ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને પેટ ભરેલું હોય તેવું લાગે છે.હાડકાના સ્વાસ્થ્ય માટે વરિયાળીનું સેવન ખુબ જ લાભકારી માનવામાં આવે છે. વરિયાળીમાં લગભગ 115 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. એટલું જ નહિ પણ વરિયાળીમાં વિટામિન-કે, ફોસ્ફરસ, મેગ્નેશિયમ વગેરે તત્વો પણ હોય છે.
તો ચાલો જાણીએ હવે બીજા ઉપાયો વિશે | લીંબુ અને મધનું પાણી : લીંબુમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને મધને પણ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવ્યું છે. તમે તમારા મોં નો સ્વાદ વધારવા માટે લીંબુ અને મધનું પાણી પણ પીય શકો છો. National Center for Biotechnology Information પર મળેલી એક વેબસાઈટના રિસર્ચ અનુસાર વિટામિન-સીની વધારે માત્રા હોવાની સાથે જ લીંબુમાં એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે, જે એલર્જીના કારણે નાકમાં આવેલા સોજાને ઓછો કરે છે અને મધ એન્ટીબેક્ટેરિયલ હોય છે, જે શરીરમાં રહેલા ખરાબ બેક્ટેરિયાને દૂર કરે છે.તેલ પુલિંગ : દરરોજ સવારે નાળિયેલ અથવા તો તલના તેલથી 15 થી 20 મિનિટ સુધી કોગળા કરવાથી એટલે કે તેલને ખેંચીને, છોડવાથી પણ શરીરમાં રહેલ ગંધ અને ઝેરી પદાર્થોને તે દૂર કરે છે. ડોક્ટર કહે છે કે, “કોવિડ પોઝિટિવ હોવા પર આ ઘરેલુ ટિપ્સ તમને ખુબ જ ઉપયોગમાં આવી શકે છે.”
જો કે, ડોક્ટર એમ પણ કહે છે કે, આ ઘરેલુ ઉપાય તમારી સુંઘવાની અને સ્વાદની શક્તિ તો પાછી લાવી શકે છે, પરંતુ આ ઉપાયો કોઈ પણ સમસ્યા માટે રામબાણ ઉપાયો નથી. આમ તમે પોતાના મોં માં સ્વાદ પાછો લાવવા માટે આ ઉપાયો અજમાવી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી