પેન કિલર દવા કરતા પણ વધારે અસરકારક છે આ ઉપચાર, માથાના દુઃખાવાથી તરત મળી જશે છુટકારો. દવાઓ ખાઈ કિડની ખરાબ ન કરો..

શું તમે વારંવાર માથાના દુઃખાવાથી પીડાવ છો, અને તમે તેનાથી રાહત મેળવવા માટે મેડિસીનનો ઉપયોગ કરો છો, તો તે તમારા માટે ખુબ જ નુકશાનકારક સાબિત થઈ શકે છે. તેવામાં માથાનો દુઃખાવો દુર કરવા માટે તમે ઘણા ઘરેલુ ઉપચાર કરી શકો છો. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ.

આજની વ્યસ્ત લાઈફમાં આગળ વધવાની રેસ, કામ અને ઘરની જવાબદારીઓ માણસને ખુબ જ ટેન્શન આપે છે. ઘણી વાર ટેન્શનના કારણે માથાના દુઃખાવા જેવી પરેશાની પણ થઈ શકે છે. ખાસ કરીને મહિલાઓને માથાના દુઃખાવાની ફરિયાદ વધુ રહેતી હોય છે. તેમજ મોટાભાગે લોકો દુઃખાવાથી રાહત મેળવવા માટે દવાનો જ સહારો લેતા હોય છે.પરંતુ ડોક્ટરની સલાહ વગર દવાઓનું સેવન તમને ઘણી ગંભીર સમસ્યાઓમાં મૂકી શકે છે. તેથી જો તમને માથામાં દુઃખાવો થાય તો દવા લેવાની જગ્યાએ તમે ઘરેલુ ઉપચાર દ્વારા પણ રાહત મેળવી શકો છો. આ ઉપચાર તમને દવાના સેવનથી બચાવશે અને તમને કોઈ આડઅસર પણ નહિ કરે.

આદુથી માથાનો દુઃખાવો દુર કરો : આદુનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. પણ શું તમે જાણો છો કે, આદુથી પણ તમે માથાનો દુઃખાવો દુર કરી શકો છો. હાલમાં જ થયેલ સંશોધન અનુસાર આદુમાં ઘણા એવા ગુણ હોય છે જે તમને માઈગ્રેનની સમસ્યાથી રાહત અપાવે છે. તેવામાં જો તમને માઈગ્રેન છે તો આદુની ચા પીવો. આ સિવાય આદુને તેલમાં નાખી તેનાથી માથામાં માલીશ કરો. આ ઉપાય દ્વારા પણ રાહત મળશે.હાઈડ્રેટેડ રહો : શું તમને વારંવાર માથાનો દુઃખાવો રહે છે ? જો હા, તો શું તમે ખુબ ઓછું પાણી પીવો ? હાલમાં થયેલ એક શોધ અનુસાર જાણવા મળ્યું છે કે, મોટાભાગે એવા લોકોને માથાનો દુઃખાવો વધુ થતો હોય છે જેઓ પાણી ખુબ ઓછું પીતા હોય છે. તમને જણાવી દઈએ કે દરરોજ 2 લિટર પાણી પીવાથી માથાના દુઃખાવાથી છુટકારો મેળવી શકાય છે. આમ તમને માથાનો દુઃખાવો છે તો વધુ પાણી પીવો, અને પોતાને હાઈડ્રેટેડ રાખો.

અરોમા થેરાપી : લવંડરની સુગંધ તમારા માથાના દુઃખાવાને 15 મિનીટમાં ઓછી કરી શકે છે. આ સિવાય તમે એસીશિયલ ઓઈલ દ્વારા માથાના દુઃખાવાથી રાહત મેળવી શકો છો. જો કે મોટાભાગના લોકો એસીશિયલ ઓઈલનો ઉપયોગ ઓછો કરે છે. પણ તમે માથાના દુઃખાવા માટે પેપરમિન્ટ અને જેસ્મીન ઓઈલ પણ લઈ શકો છો. જે દવા કરતા વધુ સારું છે. પણ યાદ રાખો કે માથાના દુઃખાવામાં રૂમ ફ્રેશનર અથવા સ્ટ્રોગ ડીઓડ્રેટને ન સુંઘો. તે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.હોટ કમ્પ્રેસ : જો તમને માથાનો દુઃખાવો ચિંતા અને સ્ટ્રેસના કારણે છે તો તમારા માટે હોટ કમ્પ્રેસ વધુ ફાયદાકારક છે. આ માટે તમારે માત્ર હિટીંગ પેડને ઓછા તાપમાને ગરમ કરવાનું છે અને માથા પર રાખવાનું છે. આ સિવાય તમે હોટ વોટર બોટલ અથવા ટુવાલનો પણ ઉપયોગ કરી શકો છો. તમારે માત્ર પોતાના ગળા, અને ખંભાનો જ શેક કરવાનો છે. 15 મિનીટના શેક પછી તમને રાહત મળશે. તમે ઈચ્છો તો ગરમ પાણીથી સ્નાન પણ કરી શકો છો.

થોડી ઠંડક અને માથાનો દુઃખાવો ગાયબ : એવા લોકો કે જે માઈગ્રેનથી પીડિત છે તેના માટે આઈસ પેક અથવા બરફ રામબાણથી ઓછું નથી. માથામાં દુઃખાવો થવા પર આરામ મેળવવા માટે તમે આઈસ પેકનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમે સહેલાઈથી માથાના દુઃખાવાથી રાહત મેળવી શકો છો. તમારે 15 મિનીટ માટે આઈસ પેકનો ઉપયોગ કરવાનો છે. તમે ઈચ્છો તો ટુવાલમાં બરફ રાખીને શેક કરી શકો છો. તેનાથી પણ તમને રાહત મળશે. તેમજ ઠંડા પાણીથી સ્નાન કરવાથી પણ રાહત મળે છે.જીવનશૈલીમાં ફેરફાર : આજના જમાનામાં પોતાને સ્ટ્રેસથી મુક્ત રાખવા માટે ઘણી મુશ્કેલી થાય છે. એવામાં પોતાને યોગ્ય દિશા આપવાથી તમારો માથાનો દુઃખાવો ઓછો થઈ શકે છે. આ માટે તમારે પોતાના જીવનમાં કસરત, યોગ, અથવા મેડીટેશનને શામિલ કરો. સાથે તમે સ્ટ્રેચિંગનો પણ સહારો લઈ શકો છો. આમ નિયમિત રીતે કસરત, યોગ કરવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે.

નિંદરની ઝપકી : આજે મોટાભાગના કામો ફોન અને લેપટોપ દ્વારા થાય છે. એવામાં લાંબા સમય સુધી કામ કરવાથી આંખને પરેશાની થાય છે અને તેના કારણે તમને માથાનો દુઃખાવો થઈ શકે છે. તેવામાં જો તમે સારી નિંદર નહિ લો, તો તમારા મગજને આરામ નથી મળતો. આ માટે તમે પાવર નૈપ લઈ શકો છો. આમ થોડા સમયની નિંદર તમને તાજગી આપે છે અને તમારો માથાનો દુઃખાવો દુર થઈ જાય છે.કેફીનથી માથાના દુઃખાવામાં રાહત મેળવો : કોઈ પણ વસ્તુનું વધુ સેવન કરવાથી તમારી સમસ્યામાં વધારો કરી શકે છે. પરંતુ તેનું સીમિત માત્રામાં સેવન કરવાથી તમને રાહત પણ આપે છે. જો તમે માથાનો દુઃખાવો રહે છે અને તેમ વધુ કોફી પીવો છો તો તે તમારા માથાના દુઃખાવાને વધારી શકે છે. પણ માથાનો દુઃખાવો શરૂ થાય તે પહેલા કોફીનું સેવન તમને માથાના દુઃખાવાથી રાહત આપે છે. તેમજ તમે ડીકેફ કોફીનું સેવન કરો. આ પૂરી રીતે કેફીન ફ્રી કોફી નથી પણ તમારા માથાના દુઃખાવા માટે કામ કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment