કોરોના મહામારીએ ઘણું બદલી તો નાખ્યું જ છે. તેમાં ઘરને ખરીદવાથી લઈને લોકોની માનસિકતા પણ શામેલ છે. આ મહામારીના કારણે લોકોની પ્રાથમિકતા પર પણ ખુબ જ અસર થઈ છે. એક વર્ષ પહેલા લોકોને ઘર ખરીદવું એ એક લાંબી અવધિનું લક્ષ હતું, પરંતુ આજે એક પ્રાથમિકતા બની ગયું છે.
આજે લગભગ દરેક લોકો પોતાનું ઘર ખરીદવા માટે વિચારી રહ્યા છે. સામાન્ય રીતે ઘર એક એવું રોકાણ છે, જે વર્ષોના વિચાર અને સંશોધન પછી નક્કી કરવામાં આવે છે. પરંતુ આ કોવિડ-19 રોગચાળો અને તેના કારણે ઘરે વિતાવેલા સમયનો વધારો નવી વિચારસરણી અને પરિસ્થિતિ તરફ દોરી ગયો છે. આપણે જોતા હોઈએ છીએ કે, મકાન હંમેશા પુરુષોના નામ પર જ હોય છે. પરંતુ આ બદલતી પરિસ્થિતિએ લોકોની ઘણી જીવનશૈલીને બદલી નાખી છે.દેશમાં 77% ઘર ખરીદનાર મહિલાઓ છે : પ્રોપર્ટી કન્સલટન્સી ફર્મ એનોરોલના વર્ષ 2020 ના રિપોર્ટ અનુસાર આખા દેશમાં 77% ઘર ખરીદવામાં મહિલાઓ છે. તેને રિયલ એસ્ટેટ ખરીદવામાં પણ લગભગ 74% નિર્ણય મહિલાઓનો જ હોય છે. આ દિશામાં પગલાં ભરતા નિયામકશ્રીઓ અને નીતિ નિર્માતાઓને સરળ આર્થિક સહાયતા આપવા માટે ઘણી છૂટછાટ આપવામાં આવી છે. તેના કારણે જો પરિવાર માંથી કોઈ પણ મહિલાના નામ પર ઘર લેવામાં આવે તો તેમાં કુલ ત્રણ પ્રકારના લાભ થઈ શકે છે.
વ્યાજ ઓછું : હાઉસિંગ ફાઈનાન્સ સંસ્થાઓ મહિલાઓ માટેના વ્યાજના દરને બીજાના દરો કરતાં 0.5-5% ઓછું રાખે છે. કેટલીક હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓએ મહિલાના હેતુ અને આવક અનુસાર ખાસ લોન યોજના બનાવી છે. જો લોન વધારે હોય તો 0.5-5% ડિસ્કાઉન્ટ પણ મહત્વપૂર્ણ છે.ટેક્સમાં છૂટ : મહિલાના નામે લોન અથવા તો સંયુક્ત માલિકીમાં લોન લઈને, પરિવારની આવક પર વધારાના કર લાભ લઈ શકાય છે. જો પત્નીની આવકનો સ્ત્રોત અલગ હોય છે, તો પતિ-પત્ની બંને હપ્તા ભરવા પર ટેક્સ છૂટ લઈ શકે છે. તેનો અર્થ એ કે, વધારાના રોકાણ વિના ડબલ ટેક્સ બેનિફિટ મળી શકે છે.
સ્ટેમ્પ ડ્યુટી છૂટ : ઘણા રાજ્યો મહિલાઓના નામે સંપત્તિની નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ આપે છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં, સ્ત્રીઓ અને પુરુષો માટે રજીસ્ટ્રી ફીનો દર પુરુષો માટે સૂચવેલ રજીસ્ટ્રી ફીના દર કરતાં લગભગ 2 થી 3% ઓછો હોય છે.આ બધી બાબતો ઉપરાંત, તે પ્રતિકાત્મક રૂપે પણ ખુબ જ મહત્વપૂર્ણ છે. પોતાના નામે ઘર રાખવું એ પણ પરિવારની સ્ત્રી સભ્યો માટે સશક્તિકરણનું એક પ્રતિક છે. તેનાથી તેમને આત્મ વિશ્વાસ જ નહિ, પણ ભવિષ્યમાં આવકનું સાધન પણ સાબિત થઈ શકે છે.
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી