આજના સમયમાં મોટાભાગના લોકો ફિટ અને હેલ્ધી રહેવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે. વજન ઓછું કરવા માટે ફળો ને પણ પોતાના ડાયટ માં સામેલ કરે છે. ફળ અને શાકભાજી શરીર માટે આવશ્યક પોષક તત્વો, વિટામિન મિનરલ પ્રદાન કરે છે. તેથી આને દરરોજ ખાવાની સલાહ આપવામાં આવે છે.
એક્સપર્ટ પ્રમાણે દરેક વ્યક્તિ એ સવારના નાસ્તા માં એક ફળ જરૂર ખાવું જોઈએ અને લીલા શાકભાજી ને ડાયટ માં સામેલ કરવા જોઈએ. જે લોકો દિવસ માં ઓછામાં ઓછું પાંચ વાર ફળ અને શાકભાજી નું સેવન કરે છે તેમને હૃદય રોગ, સ્ટ્રોક અને કેટલાક પ્રકારના કેન્સર નું જોખમ પણ ઓછું રહે છે.
જે લોકો વજન ઓછું કરે છે તેઓ પોતાના ડાયટ માં ફળ અને શાકભાજી ને સામેલ કરે છે. ફળો નું ચીરી કે જ્યુસ રૂપે સેવન કરાય છે. પરંતુ હાલમાં જ એક એક્સપર્ટે જણાવ્યું છે કે વજન ઘટાડતી વખતે કેટલાક ફળો નું સેવન કરવાથી બચવું જોઈએ, નહીતો તે વજન ઘટાડવાની જગ્યાએ વજન વધારી શકે છે. હવે તે ક્યાં ફળો છે તે વિશે જાણી લઈએ.ક્યાં ફળો ખાવાથી બચવું જોઈએ?:- આમ તો કોઈ સ્વસ્થ વ્યક્તિ માટે ફળ ખાવું ખુબ સારુ હોય છે પરંતુ જયારે તે વેટ લોસ માટે ડાયટ ફોલો કરી રહ્યો હોય તો વજન ઓછું કરવા માટે સફરજન, જાંબુ, દ્રાક્ષ, રાસબેરી કે એવોકાડો જેવા ફળ ખાઈ શકે છે, કારણ કે આમાં અત્યંત ઓછા પ્રમાણ માં સુગર હોય છે. પરંતુ કેરી, શકરટેટી, અનાનસ ખાવાથી બચવું જોઈએ. કારણ કે આ ફળો માં કુદરતી રીતે જ શુગર નું પ્રમાણ વધારે હોય છે.
ડોક્ટર ના જણાવ્યા પ્રમાણે એક સામાન્ય કદની કેરીમાં 45 ગ્રામ, દ્રાક્ષમાં 23 ગ્રામ, રાસબેરીમાં 5 ગ્રામ, એવોકાડોમાં 1.33 ગ્રામ શુગર હોય છે. જે લોકોએ વજન ઓછું કરવું હોય તેમણે કેરી-કેળા જેવા ફળો ખાવાનું ટાળવું જોઈએ, પરંતુ જેઓ દુબળા-પાતળા છે, વજન વધારવા માગે છે તેઓ આનું સેવન કરી શકે છે.વજન ઘટાડવા માટે કઈ વસ્તુઓના સેવનથી બચવું જોઈએ?:- ડોક્ટરે જણાવ્યું કે વજન ઘટાડવા માટે ભરપૂર પ્રમાણ માં ચરબી, ખાંડ અને મીઠા યુક્ત ખોરાક ખાવાથી બચવું જોઈએ. આ સિવાય પેકેજ્ડ ફૂડથી બચવું પણ સારું છે.
આવા ખોરાક આરોગ્યને બગાડે છે. ઉપરાંત, બિસ્કિટ અથવા ચિપ્સ જેવી વસ્તુઓ ખાવાનું ટાળો. જો ઘરમાં આવી વસ્તુઓ હોય તો તરત જ તેને ઘરની બહાર કાઢો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી