પેટનો દુખાવો એ અત્યંત સામાન્ય સમસ્યા છે. પેટના સ્વાસ્થ્યથી સંપૂર્ણ સ્વાસ્થ્યની જાણકારી મેળવી શકાય છે. એવું કહેવાય છે કે અડધાથી વધારે શારીરિક સમસ્યાઓ પેટથી જ શરૂ થાય છે. તેથી પેટના સ્વાસ્થ્યનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ. મહિલા અને પુરુષ બંનેને પેટના દુખાવાની સમસ્યા ની ફરિયાદ રહે છે. પેટના દુખાવાના અનેક કારણો હોઈ શકે છે. કેટલીકવાર દુખાવો પોતાની જાતે જ ઠીક થઈ જાય છે તો ક્યારેક લાંબા સમય સુધી રહે છે.
હાલમાં જ એક ડોક્ટરે મહિલાઓના પેટના દુખાવાને ગંભીર જણાવ્યો છે. તેમને જણાવ્યું છે કે જો મહિલાઓને પેટની જમણી બાજુમાં દુખાવો થતો હોય તો તેને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ કારણ કે તે કોઈ ગંભીર સમસ્યાનું કારણ પણ બની શકે છે. તો આવો જાણીએ પેટમાં જમણી બાજુ દુખાવો થવાનું શું કારણ હોઈ શકે?.
તૈયારીમાં ડોક્ટરને બતાવવું:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પેટમાં જમણી બાજુ દુખાવો થવાનું કારણ એપેન્ડીસાઇટીસ, એક્ટોપિક પ્રેગનેન્સી અને ક્રોહન ડિસીઝ હોઈ શકે છે તેથી ક્યારેય પણ તેની અવગણના ન કરવી જોઈએ અને ડોક્ટરને તૈયારીમાં જ બતાવવું જોઈએ.
આ બીમારીઓમાં ડોક્ટરને બતાવવું જરૂરી એટલા માટે બને છે કે એપેન્ડીસાઇટીસ ના ઇલાજમાં સર્જનની જરૂરત હોય છે. એક્ટોપિક પ્રેગનેન્સી, અને ક્રોહન ડિસીઝ માં સ્ત્રીરોગ નિષ્ણાતની જરૂર તો હોય છે. આ કારણે વિલંબ કર્યા વગર જમણી બાજુએ દુખાવો થતો હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. આ સમસ્યાઓ વધવાથી યૂરિનરી ટ્રેક કે સેક્સ્યુઅલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે. તેથી સાચી સમસ્યાનું સમાધાન કરવા માટે મેડિકલ ટેસ્ટની જરૂરત પડે છે. આ સમસ્યાઓને વિસ્તારપૂર્વક જાણીએ.
1) એપેન્ડીસાઇટીસ:- એપેન્ડીક્સ ના સોજા ને એપેન્ડીસાઇટીસ કહેવાય છે. આ દરમિયાન અત્યંત પેટનો દુખાવો થાય છે જે કેટલીક વાર અસહ્ય હોય છે. એપેન્ડીસાઇટીસમાં નાભિ ની આસપાસ દુખાવો મહેસૂસ થાય છે. એપેન્ડીસાઇટીસ ને તેના લક્ષણો ના અધારે ઓળખી શકાય છે. કારણ કે પેટમાં એક નિશ્ચિત જગ્યા પર વારંવાર દુખાવો થાય છે. આંતરડામાં ઇન્ફેકશન, કબજિયાત,પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા આ બીમારીનું કારણ બની શકે છે. લાંબા સમય સુધી આની અવગણના કરવાથી બીમારી વધી શકે છે.
2) એક્ટોપિક પ્રેગનેન્સી:- એક્ટોપિક પ્રેગનેન્સી એ હોય છે કે જેમાં પેટના નીચેના ભાગમાં સ્થિર પોલાણને કારણે અથવા અન્ય કોઈ કારણોસર ઇંડા ગર્ભાશય સુધી પહોંચે તે પહેલાં ફેલોપિયન ટ્યુબમાં વિકાસ પામે છે. તે સ્થિતિને એક્ટોપિક પ્રેગનેન્સી કહેવાય છે. આ પ્રેગનેન્સી ને ઓળખવી અત્યંત જરૂરી છે કારણ કે આના કારણે શરીરમાં લોહીની કમી થઈ જાય છે. ત્વચા પીળી પડવી, ચીકણા હાથ, બેહોશ થઈ જવું,ચક્કર આવવા અને યોનિમાર્ગમાંથી રક્તસ્ત્રાવ તેના લક્ષણો છે. એક્ટોપિક પ્રેગ્નન્સી વાળા દર્દીઓને રિપોર્ટમાં પુષ્ટિ થયા બાદ તૈયારીમાં જ લેપ્રોસ્કોપી ની જરૂરત હોય છે.3) ક્રોહન ડિસીઝ:- ક્રોહન ડિસીઝ લાંબા સમય સુધી ચાલતી બીમારી છે. આ બીમારીમાં પાચન તંત્ર ની આસપાસ સોજો આવી જાય છે અને આ સોજો પાચન તંત્રના કોઇ પણ ભાગમાં થઈ શકે છે. મોટાભાગે આ મામલામાં સોજો નાના આંતરડા અને મોટા આંતરડામાં આવે છે.
ક્રોહન ડિસીઝ ના કારણે વજનમાં ઘટાડો, ઝાડા, અટકાઈને પેટમાં દુખાવો થવો અને ખાવા સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. તે અલ્સરનું કારણ બને છે અને પેટમાં તીવ્ર દુખાવો પેદા કરી શકે છે. આને કારણે, ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે જે લાલ ડાઘા સાથે દેખાય છે. ક્રોહન રોગથી પીડિત વ્યક્તિ એનિમિયા અથવા કુપોષણ નો શિકાર થઈ શકે છે, તેથી આવી પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર જરૂરી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી