કોરોના મહામારીના કારણે ઘરમાં બંધ લોકોનું જીવન સુસ્ત બની ગયું હતું.ખરાબ લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ, ખાણીપીણીના કારણે અનેક લોકોનું વજન પણ વધી ગયું હતું. ત્યારબાદ જેવું જ બધું નોર્મલ થવા લાગ્યું દરેકે પોતાનું વજન ઘટાડવાનું શરૂ કરી દીધું. પરંતુ એક મહિલા એવી છે જેમને લોકડાઉન માં પોતાનું વજન વધાર્યું નહીં પરંતુ ઘટાડી લીધું. આ મહિલા નું વજન લગભગ 155 કિલો હતું પરંતુ લોકડાઉનમાં તેમને પોતાનું લગભગ 70 કિલો વજન ઉતાર્યું. આ મહિલાનું લગ્ન કોરોના મહામારી ને કારણે પોસ્ટપોન થઈ ગયું હતું. વજન ઓછું કરવા પાછળ કયા કારણો હતા તે આ લેખમાં જાણીશું.
કોણ છે 70 કિલો વજન ઘટાડવા વાળી આ મહિલા:- આ મહિલા ઉનાળામાં પોતાના મંગેતર સાથે લગ્ન કરવા જઈ રહી હતી પરંતુ કોરોના મહામારી ના કારણે તેનું લગ્ન પોસ્ટપોન થઈ ગયું. તે ઘણા જ ટેન્શનમાં પણ આવી ગઈ હતી. તેમણે પોતાનો વધેલો સમય પોતાને ફિટ બનાવવા માટે આપ્યો. તેમણે લગભગ 70 કિલો વજન ઓછું કરી લીધું. 26 વર્ષની આ મહિલા 2020 માં લગ્ન કરવા જઇ રહી હતી ત્યારે તેમનું વજન લગભગ 155 કિલો હતું. અને હવે 2022માં તેમનું વજન જુના વજનના અડધા થી પણ ઓછું થઈ ગયું છે. હવે આ મહિલાનું વજન લગભગ ૮૫ કિલો છે. તેમના શરીરમાં એટલું અંતર આવી ગયું છે કે તેમને પોતાના લગ્ન માટે નવા કપડા ખરીદવા પડ્યા.
આ રીતે ઉતાર્યું વજન:- આ મહિલાએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે હું ખાવાની અત્યંત શોખીન હતી. હું અઠવાડિયામાં ઓછામાં ઓછું 4 વાર બહારથી ખાવાનું મંગાવીને ખાતી હતી. જમવામાં શુગર વાળી વસ્તુઓ અને જંક ફૂડ વધારે હતું. બસ મારી ખાવાની આવી આદતને કારણે મારું વજન વધવાનું શરૂ થઈ ગયું હતું. હું મારા વધતા વજનથી પરેશાન હતી પરંતુ લોકડાઉને મને વજન ઓછું કરવા માટે પ્રેરિત કરી. વજન ઓછું કર્યા બાદ શરીરમાં વધુ પડતી ત્વચાને હટાવવા માટે 2021 માં મેં ગેસ્ટ્રીક બાયપાસ સર્જરી કરાવી હતી. જેમાં લગભગ આઠથી દસ લાખ જેવો ખર્ચો થયો હતો.
તેમણે ઇન્સ્ટાગ્રામ પર પણ પોતાના વર્કઆઉટ ના ફોટા શેર કર્યા હતા. તેમની પોસ્ટ જોઈને લાગે છે કે તેમને પોતાના ડાયટ પર ઘણો જ કન્ટ્રોલ કર્યો હતો જેનાથી તેમનું વજન ઘટાડવામાં મદદ મળી. તેમણે લોકડાઉન દરમિયાન ઘરમાં ફિઝિકલ એક્ટિવિટી કરવાની શરૂ કરી હતી જેનાથી કેલરીને બર્ન કરવામાં મદદ મળી અને તેમનું વજન ઘટી શક્યું.
પોતાને શ્રેષ્ઠ બનાવવા ઇચ્છતી હતી:- આ મહિલાએ પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે હું પોતાને પહેલેથી જ સારી બનાવવા ઇચ્છતી હતી. મારા પેરન્ટસ પણ મારી સાથે અત્યંત ચિંતિત હતા. મારા બાળકો સાથે જ્યારે ફરવા ગઈ હતી અને તેમની સાથે રાઇડ્સમાં બેસવા ઈચ્છતી હતી પરંતુ તે રાઇડ વાળા ભાઈએ મારું વજન વધુ હોવાના કારણે રાઇડ્સમાં બેસવા ન દીધી. અને ત્યારે મને અત્યંત શરમિંદગી નો અહેસાસ થયો. મને મારા બાળકો માટે અત્યંત ખરાબ લાગી રહ્યું હતું, કે હું એક માં હોવા છતાં મારા બાળકો સાથે રાઈડ નથી કરી શકતી.તેમણે આગળ જણાવ્યું કે મારું બ્લડપ્રેશર વધારે હતું અને હું બિલકુલ પણ ચાલી શકતી ન હતી. અને મારી પીઠ માં દુખાવો રહેતો હતો. મારું સ્વાસ્થ્ય ધીમે ધીમે ખરાબ થવા લાગ્યું તેથી મને લાગ્યું કે હવે મારે પોતાની જાત ને બદલવી પડશે.
હવે પહેરી શકે છે શોર્ટ ડ્રેસ:-તેમને જણાવ્યું કે મને ગરમી વધારે લાગે છે પરંતુ હું હંમેશા મારા વધેલા વજનને કારણે પોતાને ઢાંકીને રાખતી હતી. પરંતુ હવે વજન ઉતાર્યા બાદ હું જે ઈચ્છું તે પહેરી શકું છું. અમે પહેલીવાર હનીમૂન પર ગયા અને ત્યાં મે મારા જીવનમાં પહેલીવાર શોર્ટ ડ્રેસ પહેર્યો. હવે હું કેટલાય કિલોમીટર ચાલી શકું છું, અને હું થાકતી પણ નથી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી