અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🧖♀️ છોડો સાબુ અને ફેસવોશથી ચહેરો ધોવાનું અને અપનાનવો પ્રાકૃતિક ફેસવોશ ચહેરા માટે. 🧖♀️
💁 મિત્રો આજ કાલ અલગ અલગ પ્રકારના મોંઘા સાબુ અને ફેસવોશ તમે જોયા હશે કે જે તમને દાવો કરતા હોય કે આ ફેશવોશનો ઉપયોગ કરવાથી તમને આ ફાયદા થશે તમારી ત્વચા ગોરી બનશે તમારા ડાઘ દૂર થશે. માત્ર એક અઠવાડિયામાં તમારો ચહેરો ખીલી ઉઠશે.પરંતુ શું તમે જાણો છો કે તમારા એ મોંઘા સાબુ કે ફેસવોશમાં કેવા કેમિકલ્સ છે જે તમારી ત્વચાને લાંબા સમયે નુંકશાન પહોચાડી શકે છે. જો તમે તે ફેસવોશ કે સાબુનો ઉપયોગ કરતા હોય તો તમારા ચહેરા માટે તો આજે જ તેનો ઉપયોગ બંધ કરી દો. અને અહીં આપેલ પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરો તમારા ચહેરા માટે. મિત્રો સૌથી મજેદાર વાત તો એ છે કે આ વસ્તુઓ તમને ખૂબ જ સરળતાથી મળી રહેશે અને બીજી ખાસ વસ્તુ એ છે કે તમારે તમારા બીઝી સેડ્યુલ માંથી પાંચ કે સાત મિનીટનો જ સમય કાઢવાની જરૂર છે આ પ્રયોગો અપનાવા માટે.
💁 મિત્રો તમે ક્યારેય વિચાર્યું કે પહેલાના જમાનામાં આવી કોઈ પ્રોડક્ટ્સ કે કેમિકલ્સ ન હતા તો પણ સ્ત્રીઓ એટલી સૂંદર કંઈ રીતે દેખાતી શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે તે પોતાની સુંદરતા ટકાવી રાખવા શું કરતી હતી. તો મિત્રો ત્યારે પણ બધી બ્યુટી ટ્રીટમેન્ટ થતી હતી પરંતુ તે ટ્રીટમેન્ટ માટે બધી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો આજે અમે પણ તેવી પ્રાકૃતિક વસ્તુઓના પ્રયોગો લાવ્યા છીએ કે જેનો ઉપયોગ કરશો તો તમારે મોંઘા સાબુ કે ફેસવોશ વાપરવાની જરૂર કદાચ ક્યારેય પણ નહિ પડે.
💁 આપણા રસોઈ ઘરમાંથી જ ઘણી બધી એવી વસ્તુ મળી રહે છે જેના ઉપયોગથી આપણે આપણો ચહેરો ધોઈ શકીએ છીએ અને એક ખાસ અને મહત્વની બાબત એ છે કે તેનાથી ક્યારેય તમારી ત્વચાને આડઅસર થતી નથી. તો ચાલો જાણીએ તમારા રસોડામાં એવી કંઈ વસ્તુ છે જેનો તમે ફેસવોશની જેમ ઉપયોગ કરી શકો છો.
🥛 પહેલી વસ્તુ છે કાચું દૂધ. કાચું દૂધ એ ખૂબ જ સારું ક્લીનીંગ એજન્ટ છે. તે ત્વચા પર જામેલ મેલને સાફ કરે છે. તેના માટે એક રૂ લઇ તેની મદદથી કાચું દૂધ લગાવી દો અને તેને સૂકાવા દો. જ્યારે તે સૂકાઈ જાય એટલે ફરી પાછુ રૂની મદદથી ચહેરા પર દૂધ લગાવો અને બીજી વાર લગાવ્યા બાદ તે સૂકાઈ જાય ત્યાર બાદ ચહેરો ધોઈ લો. મિત્રો આ પ્રયોગથી માત્ર તમારી ત્વચા જ સાફ નહિ થાય પરંતુ તેની સાથે સાથે ત્વચા મુલાયમ પણ થઇ જશે.
🍚 બીજી વસ્તુ છે ચણાનો લોટ. હા મિત્રો તમને બધાને લગભગ ખ્યાલ જ હોય છે કે ચણાનો લોટ આપણી ત્વચાને ખૂબ નિખાર આપે છે. અને સાથે સાથે તે એક ક્લીનીંગ એજન્ટનું પણ કાર્ય કરે છે. તેના માટે ચણાના લોટમાં થોડું ગુલાબ જળ ઉમેરો અને તેની પેસ્ટ બનાવી લો. અને ત્યાર બાદ તેને ચહેરા પર લગાવો અને એક મિનીટ સુધી ગોળ ગોળ હાથ ફેરવતા સર્ક્યુલર મસાજ કરો અને ત્યાર બાદ ચહેરો પાણીથી સાફ કરી લો. તેનાથી તમારા ચહેરા પર તરત જ નિખાર આવી જશે.
🥒 ત્રીજી વસ્તુ છે કાકડી નો રસ. બે ચમચી જેટલા કાકડીના રસમાં એક ચમચી ડાહી લગાવી એક પેસ્ટ જેવું બનાવી તેને ચહેરા પર લગાવો અને તેને પાંચ મિનીટ સુધી રાખી મૂકો આવું કરવાથી ચહેરામાં એક અલગ જ ચમક આવી જશે જે કોઈ ફેસવોશના ઉપયોગથી નહિ આવી શકે.
🍙 આ ઉપરાંત ચોખાનો લોટ પણ એક ખૂબ જ સારું ક્લીન્સીંગ એજન્ટ છે. એક ચમચી ચોખાના લોટમાં થોડું દૂધ ઉમેરી અને તેની પેસ્ટ બનાવી લો અને તેને ચહેરા પર લગાવો અને એક મિનીટ સુધી સર્ક્યુલર મસાજ કરતા રહો ચહેરા પર અને ત્યાર બાદ ચહેરાને પાણીની મદદથી ધોઈ લો. આવું કરવાથી તમારો ચહેરો તો સાફ થશે જ પરંતુ તેની સાથે તમારા ચહેરા પર કરચલીઓ પણ જલ્દીથી નહિ આવે. અને તમે આનો ઉપયોગ કરતા રહેશો તો લાંબા સમય સુધી લાગશો યુવાન.
🍅 ત્યાર બાદ છે ટામેટા. મિત્રો ટામેટામાં વિટામીન સી હોય છે તમારી ત્વચાને ખીલેલી બનાવવામાં મદદ કરે છે. બે ચમચી ટામેટાના રસમાં એક ચમચી મધ ઉમેરો. હવે તે મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને તેને પાંચથી છ મિનીટ સુધી રહેવા દો. અને ત્યાર બાદ ચહેરાને પાણી વડે ધોઈ લો. આ પ્રયોગથી ત્વચા પર પ્રાકૃતિક નિખાર આવશે.
💁 તો મિત્રો આ વસ્તુઓ છે જેના દ્વારા તમે ફેસવોશ કરશો તો તમારા ચહેરાને મળશે પ્રાકૃતિક સુંદરતા જે કોઈ ફેસવોશ કે મોંઘા સાબુના ઉપયોગથી પણ નથી મળતી. તો તમે પણ છોડો ફેસવોશ વાપરવાનું અને અપનાવો આમાંથી કોઈ પણ એક પ્રયોગ અને પછી જુઓ કઈ રીતે તમને ફાયદા થાય છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
સરસ માહીતી આભાર