અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
જાણો આ રીતે કે તમારું વોટ્સઅપ કોઈએ હેક તો નથી કર્યું ને ?
💁 વોટ્સઅપ યુઝ કરતા દરેક વ્યક્તિને આ બાબતની ખબર હોવી જ જોઈએ. શું તમને ખબર છે કોઈ તમારું વોટ્સઅપ પણ હેક કરી શકે છે અને તેનાથી જોઈ શકે છે તમારી ચેટ અને કરી શકે છે તેનો મિસ યુઝ. હવે સવાલ એ થાય કે તમને કંઈ રીતે ખબર પડશે કે તમારું વોટ્સઅપ હેક થયું છે કે નહિ તે. તો તેના માટે વોટ્સઅપની અંદર જ એવો ઓપ્શન છે જેના દ્વારા તમે જાણી શકો છો. તો તેના માટે વાંચો અમારો આખો લેખ.
💁 મિત્રો આજનો યુગ એટલે ટેકનીકલ યુગ. અત્યારે એટલી બધી એપ્સ આવી ગઈ છે કે વ્યક્તિ શું નું શું નથી કરી શકતો. પેલા વાત કરવા માટે હજારો કિલોમીટરનું અંતર કાપીને વ્યક્તિને મળવું પડતું હતું પરંતુ હજારો કિલોમીટર દૂર બેઠેલા વ્યક્તિ સાથે ઘરે બેઠા જ વાત કરતો થઇ ગયો. મિત્રો પાછલા અમૂક વર્ષોમાં દુનિયામાં જબરું ટેકનીકલ રેવોલ્યુશન આવ્યું છે. અને તેજ રીવોલ્યુંશનનો એક પાર્ટ કહી શકીએ તે છે વોટ્સઅપ. આજકાલ વ્યક્તિને વોટ્સઅપ વગર તો દિવસ નથી ઉગતો જાણે. દિવસ ઉગતાની સાથે જ વોટ્સઅપ ચેક કરે તો રાત્રે સૂતા પહેલા પણ કરે. મિત્રો લોકોનું ડેઈલી રૂટીન બની ગયું છે વોટ્સઅપ. દિવસે દિવસે તેનો આદી બનતો જાય છે વ્યક્તિ.
💁 પરંતુ મિત્રો તેની સારી બાબત એ છે કે તમે કોઈ પણ વ્યક્તિ સાથે જોડાયેલા રહો છો ભલે તે દૂર હોય. આટલું જ નહિ પણ આપણે તેને એક કોમ્યુનીકેશન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે કંઈ પણ ઇન્ફોર્મેશન અથવા તો જરૂરી સૂચના આપવાની હોય તો તમારે તેના માટે તમે માત્ર એક મેસેજથી ઘણા બધા લોકોને તમારી સૂચનાઓ પહોંચાડી શકો છો.
📱 બધી ટેકનોલોજી આપણી જિંદગીને સરળ બનાવે છે પરંતુ મિત્રો કેહવાય છે ને કે જ્યાં સારી બાબતો હોય તેના ખરાબ પાસા પણ રહેલા છે. હા મિત્રો, એવુ જ કંઈક વસ્તુ જોડાયેલી છે વોટ્સઅપ સાથે. કંઈ રીતે તે ચાલો જાણીએ.
📱મિત્રો અમૂક ઘણી એવી એપ્લીકેશન પણ આવે છે કે જેના દ્વારા તમારું વોટ્સઅપ થઇ શકે છે હેક અને એ વ્યક્તિ જોઈ શકે છે તમારી બધી જ ચેટ અને ઇન્ફોર્મેશન. જે આપણા માટે ખૂબ જ ગંભીર વાત કહેવાય. માત્ર તમારા મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી ખબર હોય તો તમારું વોટ્સઅપ થઇ શકે છે હેક. હા મિત્રો, એટલે તમારા નંબર કોઈની સાથે શેર કરતા તો સાવધાની રાખવી પણ ઈમેઈલ આઈડી શેર કરતા પહેલા પણ સાવચેતી રાખવી.
📱મિત્રો તમને એવું લાગે કે ભાઈ કોઈને આપણા ઈમેઈલ આઈડીનો પાસવર્ડ જ ન ખબર હોય તો તે શું કરી શકવાના પણ તેવું નથી મિત્રો. વોટ્સઅપ હેક કરતી વખતે કોઈ પાસવર્ડની જરૂર નથી હોતી અમૂક એપ્સ તો એવી પણ હોય છે કે માત્ર તમારા નંબરના યુઝ્થી પણ માસ્ટર માઈન્ડેડ લોકો હેક કરી શકે છે તમારું વોટ્સઅપ.
📲 મિત્રો ચાલો જાણીએ કે કંઈ રીતે ખબર પડે કે આપણું વોટ્સઅપ કોઈના દ્વારા હેક થયેલું છે કે નહિ. તો તેના માટે તમારે કોઈ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. તમારા મોબાઈલમાંથી જ તમે જોઈ શકો છો કે કોઈએ તમારું અકાઉન્ટ હેક તો નથી કર્યું તે તમારી ચેટ વગેરે જોઈ તો નથી રહ્યું ને. ખૂબ જ સરળ સ્ટેપથી તમે જાણી શકો છો કે તમારું વોટ્સઅપ હેક થયું છે કે નહિ.
📲 સૌથી પહેલા તો જો તમારા મોબાઈના ડેટા ઓફ હોય તો ઓન કરી દો.
📲 હવે જેમ તમે વોટ્સઅપ ખોલો છો તેમ વોટ્સઅપ ખોલી લો.
📲 હવે તમે જુઓ વોટ્સઅપમાં ઉપર એક સર્ચનું નિશાન હશે તેની બાજુમાં ત્રણ ટપકા આપેલા છે તેમાં ક્લિક કરો.
📲 તે ત્રણ ટપકામાં ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઓપ્શન ખુલશે.
👉 New group
👉 New broadcast
👉 Whatsapp web
👉 Starred message
👉 Setting
💻 આ ઓપ્શનમાંથી તમારે જવાનું છે Whatsapp web ના ઓપ્શન માં.
💻 હવે તેમાં જશો એટલે Scan code એવું ઉપર લખેલું આવશે તો મિત્રો ત્યાં તમારે કોઈ કોડ નથી નાખવાના પરંતુ તમે નીચે જૂઓ તમારે ત્યાં મોબાઈલ સ્કેન થાય છે કે નહિ. ત્યાં જમણી બાજુએ OK ,GOT IT નો ઓપ્શન હશે તેમાં ક્લિક કરી દો એટલે કેમેરામાં સ્કેન થતું હોય તેવું દેખાય તે રીતે સ્કેન થતું દેખાશે.
💻 જો અમે કહ્યું તે પ્રમાણે થાય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમારું અકાઉન્ટ સેફ છે તે કોઈના દ્વારા હેક થયેલું નથી.
💻 પરંતુ મિત્રો તમેં Whatsapp web માં ક્લિક કરો અને કોઈ સ્કેનીંગ જ ન થાય તો સમજી લેવું કે તમારું વોટસએપ સેફ નથી કારણ કે તે કોઈના દ્વારા હેક થયેલું છે. કોઈ વ્યક્તિ છે જે તમારા વોટ્સઅપની માહિતી મેળવી રહ્યું છે.
💻 કેમ કે જો Whatsapp web માં ક્લિક કરો અને તમને ત્યાં “Logged in devices” લખેલું બતાવીને નીચે કોઈ ડીટેઇલ બતાવે છે. આ ડીટેલ શાની હોય છે ખબર છે તમને? તો ચાલો તમને જણાવીએ.
💻 આ ડીટેઇલ તેની હોય છે કે કોઈએ તમારું વોટ્સઅપ તેના કોમ્પ્યુટર સાથે જોડેલું હોય છે. અહી જયારે તમે તમારું વોટ્સઅપ જયારે ખોલશો ત્યારે તે પણ તેના કોમ્પ્યુટરથી તમારું વોટ્સઅપ ખોલી શકે છે.
હા, પણ જયારે તમારું વોટ્સઅપ બંધ હોય ત્યારે તે તેના કોમ્પ્યુટર પર તમારું વોટ્સઅપ એકાઉન્ટ ખોલી શકતા નથી.
💻 નીચે એક ફોટો આપેલો છે જો તેવો ફોટો જો Whatsapp web માં ક્લિક કરો અને તમને ત્યાં તમારા ફોનમાં દેખાય તો સમજવું કે તમારું વોટ્સઅપ કોઈ બીજી જગ્યાએ પણ ખૂલેલું છે. (લાલ એરો જુવો)
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
આ ખરેખર નવી ને ઉપયોગી માહીતી છે…આભાર…પણ આ જ રીતે આપણુ ફેસબુક આઇ.ડી. સલામત જ છે કે કેમ ઇ કઇ રીતે જાણી શકાય એની માહીતી આપશો મહેરબાની કરીને..
Bakvas