અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🎂 વધેલી રોટલીમાંથી બનાવો ચોકલેટ કેક 🎂
💁 હા મિત્રો, એક વાર તો તમે વધેલી રોટલીમાંથી બનાવો ચોકલેટ કેકે. આ ટાઈટલ વાંચીને નવાઈ પામ્યા હશો પરંતુ મિત્રો તમે આ અમારી વાનગી વાંચશો અને ઘરે એક વાર બનાવશો એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ખરેખર વધેલી રોટલીનો ઉપયોગ કરીને ઘરે ચોકલેટ કેક બનાવી શકો છો. અને મિત્રો તમે માની નહિ શકો તેટલી ટેસ્ટી અને સોફ્ટ કેકે બનશે તમારી. અને ઝડપથી પણ બની જશે. અને એક ખાસ વાત એ કે ઓવનની મદદ વગર જ ઘરે બની જશે સરળતાથી આ કેક. તો હવે જ્યારે પણ તમારા બાળકો કેકે ખાવાની જીદ કરે તો તેને બનાવી આપો વધેલી રોટલીમાંથી સ્વાદિષ્ટ બાળકોની મનપસંદ ચોકલેટ કેક.
🎂 વધેલી રોટલીમાંથી ચોકલેટ કેક બનાવવા માટે જોઈતી સામગ્રી:-🎂
🍪 બે રોટલી,
🥄 ત્રણ ચમચી મેંદાનો લોટ( મિત્રો જો તમારે મેંદાના લોટનો ઉપયોગ ન કરવો હોય તો તમે ઘઉંનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો),
🥄 અડધી ચમચી બેકિંગ પાવડર,
🥄 ¼ ચમચી એટલે કે અડધાની અડધી ચમચી જેટલા સોડા,
🥄 એક ચપટી જેટલું મીઠું,
🥄 બે ચમચી કોકો પાવડર,
🥄 અડધો કપ દૂધ,
🥄એક ચમચી વિનેગર(તમે વિનેગર ન હોય તો વિનેગરની જગ્યાએ એક ચમચી લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો),
🥄 પાંચ ચમચી દળેલી ખાંડ,
🥄 બે ચમચી જેટલું તેલ,
🥄 બે ચમચી જેટલું બટર,
🥄 એક ચમચી બદામ પાતળી અને જીણી કતરણ સમારેલી,
🍪 વધેલી રોટલીમાંથી કેક બનાવવાની રીત :- 🍪
🍪 સૌથી પહેલા રોટલીને કડક શેકી લેવાની છે. તેના માટે પેન ગરમ કરો અને તેને ધીમા તાપે કપડાની મદદથી દબાવતા દબાવતા એકદમ કડક શેકી લો.
🍪 હવે તે કડક રોટલીના ટૂકડા કરી લો.
🍪 ટૂકડા થઇ ગયા બાદ તે ટૂકડાને મીક્ષ્યરમાં પીસી લો અને તેનો પાવડર બનાવી લો.
🍪 હવે જ્યારે રોટલીના ટૂકડાનો પાવડર બની જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લો હવે તેમાં ત્રણ ચમચી મેંદાનો લોટ અથવા તો તમે ઘઉંનો લોટ લીધો હોય તો તે બંને માંથી એક લોટ ઉમેરી દો. અને તેને બરાબર રીતે હલાવીને મિક્સ કરી લો.
🍪 હવે તેમાં અડધી ચમચી બેકિંગ પાવડર અને ખાવાના સોડા ઉમેરી અને તેને બરાબર હલાવીને મિક્સ કરી લો.
🥣 ત્યાર બાદ તે મિશ્રણમાં એક ચપટી મીઠું અને બે ચમચી કોકો પાવડર ઉમેરીને બરાબર હલાવીને મિક્સ કરી લો.
🥣 હવે આ બધી વસ્તુઓ બરાબર મિક્સ થઇ જાય ત્યાર બાદ તેને આંકની મદદથી ચાળી લો અને તે મિશ્રણને ઢાંકીને થોડી વાર માટે રાખી મૂકો.
🥛 હવે અડધો કપ દૂધ લઇ લો અને તેમાં એક ચમચી વિનેગર ઉમેરી દો અથવા આગળ કહ્યું તે પ્રમાણે તમે એક ચમચી લીંબુનો રસ પણ ઉમેરી શકો વિનેગરની જગ્યાએ. હવે બંનેને બરાબર હલાવી લો. હવે તેને પણ ઢાંકીને અલગ મૂકી દો.
🥣 હવે એક બાઉલમાં બે ચમચી તેલ અને બે ચમચી બટર ઉમેરી દો અને બંનેને બરાબર હલાવી લો.
🥣 ત્યાર બાદ તે તેલ અને બટરના મિશ્રણમાં પાંચ ચમચી દળેલી ખાંડ ઉમેરી દો અને તેને બરાબર હલાવીને એકદમ એક રસ કરી દો. ત્રણથી ચાર મિનીટ સુધી સતત તેને બરાબર હલાવતા રહેવું
🥛 હવે તેમાં દૂધ ઉમેરી દો વિનેગર વાળું દૂધ ઉમેરો અને મિક્સ કરો તેને બરાબર.
🍪 ત્યાર બાદ તેમાં રોટલીનું મિશ્રણ બનાવેલું હતું તે ઉમેરો અને તેને બરાબર રીતે હલાવો બરાબર રીતે મિક્સ કરી લો.મિત્રો તેને બેથી ત્રણ મિનીટ સતત ખૂબજ હલાવતા રહો જેથી મિશ્રણ સારું બને.
🎂 હવે કેક નું બેટર તૈયાર છે હવે તેમાંથી કેક બેક કરવાની છે તો તેને માટે એક કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકી દો અને તેમાં મીઠું નાખી દો અને સ્ટેન્ડ રાખી દો અને તેને પંદરથી વીસ મિનીટ સુધી ગરમ થવા દો.
🥧 જ્યાં સુધી કડાઈ ગરમ થાય છે ત્યાં સુધી એક બેકિંગ પ્લેટ લો અને તેમાં બટર લગાવી દો બધી બાજુ અને તેની ઉપર કેકનું મિશ્રણ પાથરો.
🥧 પંદર કે વીસ મિનીટ બાદ કડાઈ ગરમ થઇ ગઈ હોય ત્યાર બાદ તે કેકના બેટર વાળી પ્લેટ સ્ટેન્ડ પર મૂકી દો અને તેને ઢાંકી દો.
🥧 પંદર મિનીટ થાય ત્યાર બાદ જોઈ લો કે કેક બની ગઈ છે કે નહિ.
🎂 અને જો ન બની હોય તો હજુ તેને પાંચ મિનીટ સુધી પકાવો અને પછી જુઓ.
🎂 મિત્રો કેક બરાબર બેક થઇ ગઈ છે કે નહિ તે તપાસવા માટે તમે કેકમાં એક બાકસની સળી ખુંચાઈને તપાસી શકો છો.
🎂 હવે તે બેક થઇ જાય ત્યાર બાદ તેને પ્લેટમાં કાઢી લો અને તેની ઉપર બદામના કત્રણથી સજાવો અને હવે તમે કેકના તમારી ઈચ્છા મુજબના પીસ બનાવી ખાઈ શકો છો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
જય સ્વામિનારાયણ
બહુ સારી છે