અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🙆♂️ મોટી ઉંમર હોવા છતાં પણ કુદરતી રીતે 6-8 ઇંચ લંબાઈ વધારવા માટે આટલું કરો. 🙆Image Source :
🙆♂️ આજના જમાનામાં દરેક લોકો એવું ઈચ્છતા હોય કે તે પોતાના શરીરની હાઈટ લાંબી હોય. શરીરનું લાંબુ કદ વ્યક્તિની પર્સનાલીટી તો વધારે જ છે પરંતુ જ્યારે કોઈ યુવાન વ્યક્તિને આર્મી કે પોલીસમાં નોકરી જોઈતી હોય તો તેના માટે શરીરની હાઈટ લાંબી હોવી ખુબ જ જરૂરી છે. ઘણા લોકોના શરીરની લંબાઈ તેના આત્મવિશ્વાસ સાથે જોડાયેલી હોય છે.
Image Source :
🤷♂️ શરીરની ટૂંકી હાઈટના કારણે તેઓનો આત્મવિશ્વાસ ઘટી જતો હોય છે. પરંતુ એવું બિલકુલ નથી કે જીંદગીમાં કંઈક મેળવવા માટે શરીરની લાંબી હાઈટ હોવી આવશ્યક છે. ઘણી મશહુર હસ્તીઓ એવી પણ થઇ ગઈ કે જેના શરીરની હાઈટ એવરેજ હતી. તેમ છતાં લોકો ઈચ્છાતા હોય છે કે તેની કે તેના શરીરની લંબાઈ વધે. તો આ લેખ દ્વારા જાણો કે કઈ રીતે ઉંચાઈ…
Image Source :
🤷♀️શરીરની ઉંચાઈ વધારવી કઈ રીતે તે જાણતા પહેલા શરીરની ઉંચાઈ માટે ક્યાં કારણો જવાબદાર છે તેના વિષે જાણી લઈએ.
આમ તો સામાન્ય રીતે દરેક વ્યક્તિની ઉંચાઈ જેનીટીકલી એટલે વારસાગત નક્કી થતી હોય છે. એટલે કે આપણા માતા પિતાની ઊંચાઈનો પ્રભાવ આપણા શરીરની ઉંચાઈ પર જોવા મળે છે. એક અધ્યયન દ્વારા જાણવામાં આવ્યું છે કે જો કોઈના માતા પિતાના શરીરનું કદ નાનું હોય તો તેના બાળકોના શરીરનું કદ પણ નાનું એટલે કે હાઈટમાં નીચું રહેવાની સંભાવના વધે છે. પરંતુ માતા કે પિતામાંથી કોઈ એકના શરીરની પણ ઉંચાઈ વધારે હોય તો તેમાં બાળકની ઉંચાઈ પણ સામાન્ય રીતે વધારે જોવા મળે છે.
Image Source :
👪 હવે જોઈએ કે શરીરની ઉંચાઈ કઈ વસ્તુનું યોગદાન સૌથી વધારે રહેલું છે.
તો મિત્રો કોઈ પણ વ્યક્તિ પોતાની ઉંચાઈ વધારવા માટે સૌથી મહત્વની વસ્તુ હોય તો તે છે Human Growth Hormone. આ એક પ્રકારનું કેમિકલ છે. જે આપણા મગજમાં રહેલ એક ભાગમાં એટલે કે ગ્રંથી જેને થીટ્યુંટેરી ગ્લેન્ડ કહેવામાં આવે છે. ત્યાંથી હ્યુમન ગ્રોથ હોર્મોન નામનું કેમિકલ નીકળે છે. જેના લીધે આપણી ઉંચાઈ વધે છે. મિત્રો 10 થી 18 વર્ષની ઉમરે આ કેમિકલ સૌથી વધારે નીકળે છે. તેથી જ તો તે ગાળામાં વ્યક્તિની ઉંચાઈ વધારે પ્રમાણમાં વધતી હોય છે.
Image Source :
🍺 આ ઉપરાંત કોઈ વસ્તુ એવી પણ છે કે જે તમારી લંબાઈને પ્રભાવિત કરે છે જેમ કે ગર્ભાવસ્થા દરમિયાન ધુમ્રપાન, જન્મ થાય ત્યારે ઓછું વજન હોવું, બાળપણમાં શારીરિક નબળાઈ હોવી, આ ઉપરાંત ઓછો શારીરિક શ્રમ તેમજ ઓછી એક્સેસાઈઝ. આ બધી વસ્તુ આપણા નીચા કદ માટે જવાબદાર હોય શકે છે.
👫 સૌપ્રથમ હાઈટ વધારવા માટે કેવા પોષક તત્વો જરૂરી છે તેના વિશે ખ્યાલ મેળવીએ. હાઈટ વધારવા માટે આવશ્યક પોષક તત્વો :
🍌 કેલ્શિયમ : પર્યાપ્ત પ્રમાણમાં કેલ્શિયમ લેવું આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે. કેલ્શિયમથી શરીરના માત્ર હાડકા જ મજબુત નથી બનતા પણ સાથે સાથે શરીરની ઉંચાઈ પણ વધે છે. કેલ્શિયમ દૂધ, ચીઝ અને દહીં માંથી પ્રાપ્ત થાય છે.
Image Source :
🍎 વિટામીન D : વિટામીન D એક એવું વિટામીન છે જે હાઈટ વધારવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે આપણા હાડકાનો વિકાસ કરવમાં મદદ કરે છે. વિટામીન D માછલી, દાળ, ઈંડા, સોયાબીન, મશરૂમ તેમજ બદામ માંથી મળી રહે છે.
Image Source :
🍚 આ ઉપરાંત આવશ્યક પ્રોટીન લેવા પણ જરૂરી છે. જેમ કે એમીનો એસિડ. એમીનો એસિડ લેવાથી આપણા મગજમાંથી વધારે ગ્રોથ હોર્મોન્સ નીકળે છે. જેના કારણે આપણું કાળ વધે છે. તેના માટે પ્રોટીનયુક્ત ખોરાક લેવો જેમાં કે માછલી, દૂધ, ચીઝ, મગફળી, દાળ, વગેરે જેવા ખાદ્યપદાર્થોનું સેવન કરવું જોઈએ.
Image Source :
🥕 વિટામીન A : શરીરના અંગો વ્યવસ્થિત રીતે કાર્ય કરે તેના માટે જરુર્રી છે. વિટામીન A યુક્ત આહાર લેવાથી હાડકા મજબુત બનાવવાની સાથે સાથે લંબાઈ પણ વધશે. વિટામીન A મેળવવા માટે પાલક, બીટ, ગાજર, ચિકન, દૂધ, ટમેટા તેમજ લીલા શાકભાજીના જ્યુસનું સેવન કરવું જોઈએ.
🤷♀️ ઉંચાઈ વધારવા માટે શું કરવું ને શું ન કરવું. 🤷♂️
Image Source :
🍷શારીરિક વિકાસમાં વિઘ્ન લાવતી વસ્તુઓ ન કરવી. રોજે આલ્કોહોલનું સેવન તથા ધુમ્રપાનથી આપણા શરીરની હાઈટ વધતી અટકાવે છે. ધુમ્રપાનથી આપણા લોહીમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે. જેનાથી આપણા શરીરને યોગ્ય માત્રામાં પ્રોટીન નથી મળતા.
🏋 નિયમિત એક્સેસાઈઝ કરવી. એક્સેસાઈઝ તમારા માટે બેસ્ટ ઓપ્શન્સ છે. વ્યાયામથી તમારા મગજમાં કદ વધારનાર ગ્રંથી પિટુંઈટેરી ગ્લેન્ડ સ્ટીમ્યુલેટ થાય છે. જેના કારણે તમારી ઉંચાઈ વધવામાં મદદ રહે છે. તમે રોજ રનીંગ, સ્વીમીંગ, સ્પીકિંગ, જમ્પિંગ જેવી એક્સેસાઈઝ કરી શકો તેનાથી તમારો ગ્રોથ પ્લેટ્સ બંધ નથી થતી અને 18 વર્ષની ઉમર પછી પણ ઉંચાઈ વધારમાં મદદ કરે છે. આ એક્સેસાઈઝની મહત્વ 10 થી 18 વર્ષની ઉમરમાં વધારે હોય છે.
Image Source :
🏊♀️ પર્યાપ્ત ઊંઘ લેવી જરૂરી છે. યુવાની અવસ્થા એક એવો સમસ્ય છે કે જેમાં વ્યક્તિનો સૌથી વધારે વિકાસ થતો હોય છે. આ સમયે આપણી લંબાઈ અને વજનમાં સૌથી વધારે વૃદ્ધિ થાય છે. આ સમયે જ આપણી સુવા અને ઉઠવાની આદતો બદલાય છે. એક અધ્યયન એવું કહે છે કે આ અવસ્થામાં વ્યક્તિ મોડા સુવે તેમજ ઓછી ઊંઘ લે તો બીજા વ્યક્તિની તુલનામાં તેનો વિકાસ ધીરે ધીરે થાય છે.
🥛એક સારા એવા શારીરિક વિકાસ માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું ખુબ જ આવશ્યક છે. તેનાથી આપણી મેટાબોલીઝમ સીસ્ટમ સુધરે છે. અને પાચન ક્રિયા વ્યવસ્થિત થાય છે. બાળકોએ ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ તેમજ મોટાએ 13 થી 15 ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ.
Image Source :
🚵 આપણા શરીરની ઉંચાઈ વધારવા સપ્લીમેન્ટસ તેમજ દવા ક્યારેય ન લેવી. બજારમાં આપણે એડ જોતા હોઈએ છીએ કે ૩ થી 4 મહિનામાં હાઈટ વધવાની ગેરેંટી વાળી દવા તેમજ સપ્લીમેન્ટસ વિષે જણાવતા હોય છે. પરંતુ તેના ફાયદા કરતા તે દવાઓથી નુંકશાન વધારે થતું હોય છે. માટે બની શકે ત્યાં સુધી તેવી દવા કે સપ્લીમેન્ટસના લેવી.
તમે નિયમિત યોગા કરીને પણ તમારી ઉંચાઈ વધારી શકો છો.
Image Source :
આ ઉપરાંત અમુક નાની મોટી વાતોનું ધ્યાન રાખીને પણ ઉંચાઈ વધારી શકાય છે. નાની નાની બાબતો પણ ખુબ જ ઉપયોગી જેવી કે વ્યવસ્થિત રીતે સીધા બેસવા તથા ચાલવાની કોશિશ કરી ક્યારેય આગળ ઝૂકીને ચાલવું કે બેસવું નહિ. બેસતી વખતે તથા ચાલતી વખતે કોશિશ કરો કે તમારી કમર એક દમ સીધી રહે.
આ ઉપરાંત એક્યુપ્રેશર પોઈન્ટ પણ મદદગાર થઇ શકે છે જેમાં કે હાથમાં અંગુઠા અને પહેલી આંગળીની મદદથી પગના અંગુઠાને દબાવતા રહેવું. તેનાથી ગ્રોથ હોર્મોન્સ નીકળે છે.
Image Source :
તો આ રીતે તમે તમારી ઉંચાઈ વધારી શકો છો તમને અમારો આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો તેમજ તમારો અમુલ્ય રીવ્યુ અમારી સાથે કોમેન્ટ દ્વારા શેર કરજો.
👱ભાઈઓ તથા 👱♀️બહેનો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
-
બનાવો રવાની બે બેસ્ટ વાનગી 5 મીનીટમાં 👈 (અહીં ક્લિક કરો)
-
મોમાં ચાંદા પડ્યા હોય તે મટાડવાના તેના ઘરેલું ઉપચાર👈 (અહીં ક્લિક કરો)
-
આ ૩ મીનીટની કસરત તમારી કમરનો દુખાવો આજીવન નહિ થવા દે.👈અહીં ક્લિક કરો)
-
રસોઈને ૩ મિનીટને સ્વાદિષ્ટ બનાવશે આ ટીપ્સ 👈 અહીં ક્લિક કરો)
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
ફેસબુક પેજ માટે નીચે ક્લિક કરો..⬇
➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google
ખૂબ સરસ મજા ના ઉપાયો છે
હજી સારા ઉપાયો અમારા માટે લાવો